________________
૧૬૬
श्री सङ्घाचार भाष्यम् છે. દરેક સમયે અસંખ્યગુણ શ્રેણિથી કર્મને ખપાવતા ખપાવતા કિચરમ સમયે ૭૨ પ્રકૃતિ અને ચરમ સમયે શેષ ૧૩ પ્રકૃતિને પણ ખપાવી દે છે.
અંતે ઋજુશ્રેણિથી આકાશ પ્રદેશને તથા સમયાંતરને સ્પર્યા વિના જ જ્ઞાનાદિ ચારે અનંત સાથે સાકાર ઉપયોગમાં વર્તતા એકજ સમયમાં આનંદમુનિ સિદ્ધિ ગતિમાં પહોંચ્યા.
હે ભવ્યજીવો! ચંદ્રરાજાનું આ વૃત્તાંત સાંભળીને નિરાલંબનપદ-મોક્ષપદમાં બિરાજમાન થવા માટે અત્યંત દઢ આલંબન ભૂત એવી જિનેશ્વર પ્રભુની પ્રતિમાનું ધ્યાન ધરવું. - આ પ્રમાણે આઠમું વર્ણાદિત્રિક વર્ણવ્યું. હવે નવમું મુદ્રાત્રિક ૧૧મી ગાથાના ઉત્તરાર્ધ દ્વારા તેના નામ બતાવીને કહે છે. નવમુંત્રિક મુલાત્રિક:
जोग १ जिण २ मुत्तासुत्ती ३ मुद्दाभेएण मुद्दतियं ॥१४॥ મુદ્રાના ત્રણ નામ છે. (૧) યોગમુદ્રા (૨) જિનમુદ્રા (૩) મુક્તાશુક્તિ મુદ્રા મુદ્રાઝિકનું સ્વરૂપ अन्नुनंतरी अंगुली कोसागारेहिं दोहिं हत्थेहिं। पिट्टोवरिकुप्परसंठिएहिं तह जोगमुद्दत्ति ॥ १५ ॥ चत्तारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ पायाणं उस्सग्गो एसा पुण होइ जिणमुद्दा ॥१६॥ मुत्तासुत्ती मुद्दा जत्थ समा दोवि गब्भिआ हत्था । ते पुण निलाड देसे लग्गा अन्ने अलग्गत्ति ॥१७॥ ગાથા :
યોગમુદ્રાઃ પરસ્પરના આંતરાઓમાં આંગળીઓ ગોઠવી ડોડાના આકારે બનાવી પેટ ઉપર કોણી રાખેલા બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રા, તે યોગમુદ્રા છે. ૧૨.
જિનમુદ્રાઃ જેમાં બે પગનું અંતર આગળ ચાર આંગળ અને પાછળ કંઈક ઓછું હોય, એ જિનમુદ્રા છે. ૧૩
મુક્તાશક્તિ મુદ્રા : જેમાં સરખા બંનેય હાથ ગર્ભિત રાખી અને તે લલાટ પ્રદેશને અડાડેલા હોય. કોઈ આચાર્ય કહે છે - “અડાડેલા ન હોય” તે મુક્તાશુક્તિમુદ્રા. ૧૪
ટીકાર્ય : ગાથાર્થથી ખાસ વિશેષ નથી.
યોગમુદ્રામાં બે હાથના યોજન વિશેષની પ્રધાનતા છે. અર્થાતુ આ મુદ્રામાં બે હાથને જોડવાની મુખ્યતા છે.