________________
श्री सङ्घाचार भाष्यम्
૧૬૫ નગરીમાં હરીનંદન નામના અતિ ધનાઢ્ય શેઠ ને ત્યાં જન્મ લીધો. લોકોના હૃદયને આનંદિત કરનાર પુત્રનું નામ આનંદ પાડ્યું. હરિવંદનશેઠે પુત્ર આનંદના ધનાઢ્ય શ્રેષ્ઠીની આઠ કન્યાઓની સાથે લગ્ન કર્યા. આનંદ પણ પોતાની આઠ પત્નીઓની સાથે ધર્મને બાધ ન આવે તે રીતે પાંચ પ્રકારના વિષયસુખોને ભોગવે છે.
એક દિવસ તેને મલ્લીનાથ પ્રભુની દેશનારુપી અમૃતપાનનો ઘૂંટડો કર્ણરૂપી પુટથી પીધો. દેશનાના અમૃત પાનથી તેનું મોહવિષ તરત જ ઉતરી ગયું. વૈરાગ્યભાવ ઉછાળા મારવા લાગ્યો. મહામુસીબતે માતાપિતાની અનુજ્ઞા લઈને મલ્લિનાથ પ્રભુની પાસે મહાસમૃધ્ધિથી તેણે પ્રવજ્યા સ્વીકારી. પ્રવ્રજ્યા લીધા પછી તે આજ્ઞા વિચય, વિપાકવિચય, સંસ્થાના વિચય અને અપાયરિચય, આ ચાર પ્રકાર સાલંબન ધર્મધ્યાન નું ધ્યાન કરવા લાગ્યા.
ત્યારબાદ આનંદ મુનિએ શુકલધ્યાનના પ્રથમ બે ભેદને ધ્યાયા.
પૃથકત્વ વિતર્ક સવિચાર આ ધ્યાનમાં એક પદાર્થથી બીજા પદાર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં અને એક યોગથી બીજા યોગમાં ચિંતનનું સંક્રમણ ચાલ્યા કરે છે. ભાંગાવાળા શ્રુતમાં ત્રણયોગથી સ્વાધ્યાય કરનારને આ ધ્યાન હોય છે.
એકત્વ વિતર્ક અવિચારઃ પદાર્થ, શબ્દ અને યોગનો ફેરફાર નથી હોતો. અર્થાત્ આ ધ્યાન કરનાર એક પદાર્થ, વર્ણ કે યોગમાંથી બીજા પદાર્થોદિમાં નથી જતો. || શુક્લધ્યાનના બે પ્રકારનું ધ્યાન કરીને ધ્યાનાંતરિકામાં આનંદમુનિએ પ્રવેશ કર્યો. એ સમયે શુક્લલેશ્યામાં વર્તતા આ મહાત્માના ૬૩ કર્મ ખપી ગયા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને આનંદ કેવળી વિચરવા લાગ્યા. જ્યારે તેમનો મોક્ષ અંતમુહૂર્ત કાળમાં જ થવાનો હતો ત્યારે તેમને સ્વભાવથી અથવા સમુદ્ઘાતથી ચારે ઘાતિકર્મોને આયુષ્યની સમાન સ્થિતિવાળા કર્યા.
પ્રથમ મનોયોગનું ધન ત્યારબાદ વાયોગનું અને પછી બાદર કાય યોગનો નિરોધ કરી સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ નામનું ત્રીજુ શુક્લ ધ્યાન ધર્યું. ત્રીજા ધ્યાન પછી સૂક્ષ્મ કાયયોગનો પણ રોધ કરી શૈલીશી અવસ્થામાં આવી ગયા. ત્યારે આલંબન વિનાનું ચોથું ઉપરત ક્રિયા અપ્રતિપાતિ નામનું ચોથુ શુક્લ ધ્યાન ધ્યાવા લાગ્યા. આ ઈ ઊ ઋ વૃ આ પાંચ હસ્વાક્ષર બોલતા જેટલો સમય થાય ત્યાં સુધી શૈલીશી અવસ્થામાં રહે
ધ્યાનાંતરિકા સ્થાનાંગ ૯ સ્થાનક - ધ્યાનયો: શુન્નધ્યાનદ્વિતિયતૃતીયभेदभक्षणयोरनन्तरं मध्यं - ध्यानान्तरम्, तदेव ध्यानान्तरिका।
(भ.५ श. ४३) अन्तरस्य विच्छेदस्य करणम् अन्तरिका ध्यानस्य ધ્યાનાન્તરિ બીજા અને ત્રીજા શુક્લધ્યાનનો મધ્યભાગને ધ્યાનાંતરિકા કહેવાય અથવા ધ્યાનમાં આંતરુ પાડવું તે ધ્યાનાંતરિક.