________________
श्री सङ्घाचार भाष्यम्
૧૬ ૩ ચૈત્યવંદનની વેળાએ નમુત્થણે આદિ દંડકના ઉચ્ચારણ વખતે ભાવ અરિહંત આદિ આલંબનનું સ્મરણ કરવું. અથવા જે પ્રભુજીની સામે ચૈત્યવંદન કરીએ છીએ તે પ્રભુજીની પ્રતિમાને આપણું આલંબન બનાવવું. આલંબનના વિષયમાં ચંદ્રરાજાનું દષ્ટાંત :
કનકપુર નામનું નગર છે. નગરની ચારેબાજુ મેરુપર્વત જેવો ઉત્તુંગ સુંદર કીલ્લો છે. કુવલય (પૃથ્વી)ને આનંદિત કરતા આ નગરના મહારાજા ચંદ્ર ખરેખર ચંદ્ર જેવા જ હતા. એક દિવસ કનકપુર નગરમાં દેવોનું આગમન થવા લાગ્યું, આથી રાજાને ખ્યાલ આવ્યો કે પોતાના નગરમાં કોઈક મહાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ કેવલજ્ઞાની પ્રભુને વંદન કરવા માટે રાજા ત્યાં પહોંચ્યો. રાજાએ પ્રભુના અનુપમ રૂપને ધારી ધારીને જોયું. વિસ્મિત થયેલા રાજાએ આવા રુપવાન આપે શા માટે વ્રતને ગ્રહણ કર્યું હશે, તથા આપના વૈરાગ્યનું કારણ શું છે એવો પ્રશ્ન પ્રભુજીને કર્યો.
કેવલજ્ઞાની મુનિભગવંતે કહ્યું, “કુસુમપુર નામનું નગર હતું. રાજાનું નામ સુલસ હતું. તે જિનશાસ્ત્રમાં કુશળ અને મનોહર ચિત્તવાળો હતો. ન્યાયમાર્ગથી તે પ્રજાનું સુંદર રીતે પાલન કરતો હતો. એક દિવસ રાજા સુલસનું શરીર દાહની પીડાથી બળવા લાગ્યું. એ સમયે રાજાને વિચાર આવ્યો કે “અરેરે! આ કારાગાર રૂપી શરીરમાં બંધાયેલા જીવો ઘણા જ દુઃખ સહન કરે છે. આ શરીર એ જેલ છે. વિષયની તૃષ્ણાએ ખીલી છે. દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મ એ અંધારુ છે. વેદનીયકર્મ યાતનાગૃહ છે. હાસ્યાદિ પરિવારથી પરિવરેલા કષાયો જાગૃત રહેલા દ્વારપાળ સમાન છે. રાગ અને દ્વેષ એ બારણા છે. અંતરાય કર્મ ભોગાદિને રોકનાર છે. નામ અને ગોત્ર કર્મ હલકા માણસોને શોભે એવા રુપ આદિને કરવામાં નિપુણ છે. માંકણ અને જુ સમાન વ્યાધિઓ છે. મિથ્યાત્વ દુષ્ટ જંતુસમાન છે.
આ શરીરરૂપી જેલમાંથી દીન નાસી ન જાય માટે ચારે બાજુ અજ્ઞાનરૂપી કિલ્લાથી બહાર નીકળવાના રસ્તા ઢાંકી દીધા છે. ગૃહવાસરૂપ બંધનો વડે અને પત્ની રુપ બેડીથી બાંધીને તથા ગળામાં પુત્રરૂપ સાંકળ નાખીને જીવને રોષ સહિત જેલમાં કર્મપરિણામ રાજાએ નાખી દીધો છે. પોતપોતાને યોગ્ય વર્ગણામાંથી જીવન ચલાવવા વાળા આ જીવો લોકસમૂહથી ભરેલા ચૌદરાજ રૂપી જેલમાં નખાયેલા છે.
જેમ ચંદ્રદ્વારા અંધકાર સમૂહનો નાશ થાય તેમ જો મારો આ દાહરોગ શાંત થશે તો હું નિર્મમત્વરૂપ શસ્ત્રથી સર્વ બંધનોને છેદી નાખીશ. અરિહંત પ્રભુની દીક્ષા રૂપ કુહાડી દ્વારા રાગદ્વેષ રુપ કમાડને તોડી નાખીશ. શુભભાવને પામીને કષાય રૂપી દ્વારપાળને અવસ્થાપિની નિદ્રા આપી દઈશ. સુવિવેક રુપ દીપથી માર્ગને પ્રકાશિત કરીને હું મોહનિદ્રા વિનાનો બનીશ. ગુણસ્થાનકની સીડી દ્વારા ચઢીને અજ્ઞાનના કિલ્લાને ઓળંગી દઈશ. આ પ્રમાણે ચારિત્રના બળથી પરિવરેલો હું જેલમાંથી નીકળી