________________
श्री सङ्घाचार भाष्यम्
૧પ૯ શ્રાવકોને વિપુલ આહારાદિ બનાવવાનું કહ્યું તો ખરી, પણ મારે તે આહારને વાપરવો કલ્પશે નહી. પરંતુ હું અલંકારનો સમૂહ અને પુષ્પનો ત્યાગ કરીશ, બ્રહ્મચર્યને ધારણ કરીશ અને એકલો પોષણ ગ્રહણ કરીશ. આ વિચાર કરીને શંખે ઉત્પલાને પૂછીને પોસહ ગ્રહણ કર્યો. • આ બાજુ શ્રાવકોએ તરત જ એકઠા થઈને ભોજનને રાંધ્યું. પછી તેઓ કહેવા લાગ્યા કે શંખે તો આપણને એમ કહ્યું હતું કે આપણે ભોજન કરીને પાક્ષિક પોષહને ગ્રહણ કરશું, પણ શંખ શ્રાવક તો હજુ આવતા નથી. આ સાંભળીને પુષ્કલીએ કહ્યું, ‘તમે ત્યાં સુધી રાહ જોજો, હું શંખને ત્યાં જઈને તેને જમવા માટે આમંત્રણ આપી આવું છું.”
પુષ્કલી આ પ્રમાણે શ્રાવકોને કહીને શંખના ઘરે પહોંચ્યો. શંખની પત્ની ઉત્પલા પોતાના ઘરે આવી રહેલા પુષ્કલીને જોઈને ઊભી થઈ અને તેની સામે સાત-આઠ પગલા ગઈ. બે હાથ જોડી પુષ્કલીને પ્રણામ કર્યા. ઘરે લાવીને આસન ઉપર બેસાડ્યા અને તેમને અહીંયા આવવાનું પ્રયોજન પૂછયું.
ઉત્પલા! શંખ જેવો નિરાગી મિત્ર શંખ ક્યાં છે?” પુષ્કલીએ પૂછયું.
ઉત્પલાએ જ્યારે કહ્યું કે તેઓ પોષહશાળામાં છે ત્યારે પુષ્કલી પોષહશાળામાં ગયો. ત્યાં જઈને ત્રણ વાર પગની ભૂમિને પ્રમાજી અને ઈરિયાવહિયા કર્યા. બે હાથ જોડી આપને હું વંદન કરું છું, એ પ્રમાણે બોલીને પુષ્કલીએ પોતાના મસ્તકને નમાવીને શંખને વંદન કર્યું. નમસ્કાર કરી ઘણા જ પ્રમોદને વહન કરતો પુષ્કલી બોલ્યો,
ભગવતી સૂત્ર - બારમું શતક-પ્રથમ ઉદેશો મUTIVIHOTIFપડિલેમ, संखं समणोवासयं वंदेइ नमसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी
પુષ્કલીએ પોષહશાળામાં આવીને ઈરિયાવહિયા કર્યા. ઈરિયાવહિયા કરીને શ્રમણોપાસક શંખને વંદન નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યાઃ
મિત્ર શંખ! તમે જે પ્રમાણે ભોજન બનાવવાનું કહ્યું હતું તે તૈયાર થઈ ગયું છે. હવે તમે જમવા માટે જલ્દી આવો. આટલું કહીને તે શંખને ઊભો કરવા લાગ્યો. આથી શંખે કહ્યું, ભાઈ મેં પોષહ ગ્રહણ કર્યો. તેથી તમે તમારી ઈચ્છાને અનુસાર કરો.”
આ સાંભળીને પુષ્કલીએ શંખનું વૃત્તાંત શ્રાવકોને કહ્યું. આ વૃત્તાંત સાંભળી તેઓ કાંઈક ક્રોધે ભરાઈને જમ્યા.
આ બાજું શંખે રાત્રિના છેલ્લા પ્રહરમાં વિચાર કર્યો, પ્રાતઃ કાળે હું પરમાત્માને પ્રણામ કરીને ધર્મ સાંભળીશ. ધર્મ સાંભળીને ઘરે પાછા આવીને હું પોષહ પાળીશ. મારા માટે આ જ શ્રેયસ્કર છે.