________________
૧ ૫૮
श्री सङ्घाचार भाष्यम् શ્રાવસ્તીમાં શ્રેષ્ઠ જ્ઞાનરૂપી ધાન્યના કોઠાર સમાન કોષ્ઠક નામનું ચૈત્ય હતું. એક દિવસ કોષ્ટક ચૈત્યમાં વીરપ્રભુ સમવસર્યા. શંખ, પુષ્કલી આદિ શ્રાવકો પ્રભુને નમીને પ્રભુના વચનો સાંભળવા લાગ્યા. ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછયું, “પ્રભુ! જૈનશાસનમાં કઈ વિધિથી ભણાતું સુત્ર ધર્માનુષ્ઠાન તરીકે કહેવાય છે.”
હે ગૌતમ! વિદનનો નાશ, મંગલ, હિત તથા આરબ્ધ કાર્યની પરિસમાપ્તિ માટે પ્રથમ પંચમંગલ મહાગ્રુત સ્કંધનો પાઠ કરાય છે અને ત્યારબાદ ઈરિયાવહિયા સૂત્ર બોલવાનું.
હે ગૌતમ ઈરિયાવહિયા સૂત્ર બોલ્યા વિના અનુષ્ઠાનના ફળના અભિલાષી જીવને ચૈત્યવંદનાદિ કોઈપણ અનુષ્ઠાન કરવું ન કલ્પે. કારણકે ગમનાગમનમાં લાગેલા પાપોની આલોચના કર્યા વગર મનમાં એકાગ્રતા આવતી નથી અને જો એકાગ્રતા જ ન હોય તો સુંદર ધર્મનું ફળ પણ ક્યાંથી મળી શકે?
તેથી પ્રથમ ગમનાગમનમાં લાગેલા પાપોની આલોચના, નિંદા અને ગહ કરીને હા! મેં દુષ્ટ કર્યું છે એ પ્રમાણે મિચ્છામિ દુક્કડં કહે. ત્યાર બાદ કાઉસ્સગ્ગ દ્વારા પોતાના પાપને અનુરૂપ પ્રાયશ્ચિત કરીને જે પોતાના આત્મકલ્યાણ માટે ઉપયોગ પૂર્વક ચૈત્યવંદનાદિ કરે તેને પરમ એકાગ્રતાવાળી મન સમાધિ થાય છે અને પછી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આમ, ઈરિયાવહિયાથી ઈષ્ટફળની પ્રાપ્તિ સુધીના ફળો પ્રાપ્ત થાય છે માટે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનની પૂર્વમાં ઈરિયાવહિયા કરવા.. કહ્યું પણ છે
देवच्चणं पवित्तं करेइ जह काउ बज्झतणुसुद्धि । - भावच्चणंपि हुज्जा तह इरियाए विमलचित्ते ॥
જેમ શરીરની બાહ્ય શુદ્ધિ કરીને પવિત્ર એવી દેવપૂજા કરવામાં આવે છે તેમ ઈરિયાવહિયા દ્વારા ચિત્તમાં નિર્મળતા લાવીને ભાવપૂજા કરવી.
આમ, પંચમંગલનો પાઠ અને ઈરિયાવહિયા કરીને ચૈત્યવંદન, કરેમિભંતે આદિ શેષ પણ સૂત્રનો પાઠ કરવો. (આવા પ્રકારની વિધિ પુરસ્સર કરાતો સૂત્ર પાઠ ધર્માનુષ્ઠાન બને) કારણકે ધાર્મિક જીવ દેવ અને ધર્મમાં જ રત હોય છે અને આ જ પ્રસિદ્ધિ હોય છે.”
પ્રભુની આ દેશના સાંભળીને, પ્રભુ આપે જે કહ્યું તે પ્રમાણે છે એમ કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને નમસ્કાર કર્યા. શ્રાવકો પણ પ્રભુવીરને વાંદીને પોતાના સ્થાને પાછા ફર્યા.
પોતાના સ્થાને આવીને નિસ્પૃહ શંખે કહ્યું, હે શ્રાવકો આજે વિપુલ માત્રામાં રસોઈ બનાવો. ભોજન કરીને આપણે સહુ પાક્ષિક પોષહને લઈએ. શ્રાવકોએ શંખની વાત માન્ય રાખી પોતાના સ્થાને ગયા. શ્રાવકો ગયા પછી શંખને વિચાર આવ્યો કે મેં