________________
૧૬૦
श्री सङ्घाचार भाष्यम् આગમ શ્રમણોપાસક શંખને મધ્યરાત્રિમાં ધર્મજાગરિકાને કરતી વેળાએ આવા પ્રકારનો આધ્યાત્મિક ચિંતિત પ્રાર્થિત મનમાં સંકલ્પ થયો કે રાત્રિ પસાર થઈ ગયા બાદ કાલે વિકસિત નીલકમલથી મનોહર પ્રભાતમાં લાલ અશોક વૃક્ષ, કેસુડાનો અગ્રભાગ અને ચણોઠીના જેવા લાલ અને કમળના સમુદાયને વિકસિત કરતો સૂર્ય ઊગે છતે પ્રભુ મહાવીરને નમીશ અને વંદન કરીશ ત્યારબાદ ઘરે આવીને પોષણ પાળીશ.
પ્રાતઃકાળ થયે છતે શંખ સવારે પોતાના ઘરે ગયો અને માંગલિક વસ્ત્રો પહેર્યા. ત્યારબાદ પગે ચાલે પાંચ અભિગમ કર્યા વિના સમવસરણમાં પ્રવેશ કરીને પ્રભુને નમસ્કાર કર્યો.
આગમઃ શંખશ્રાવક પગે ચાલીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં ગયો અને પ્રભુ વીરની પર્યાપાસના કરી. આ પર્યુપાસનામાં અભિગમ નથી કરવાનો હોતો.
તે શ્રાવકોએ પણ સ્નાન કરીને એક સ્થાને ભેગા થયા. ભેગા થઈને પ્રભુવીરને નમસ્કાર કરીને તેઓએ શંખને કહ્યું, કાલે તમે પોતે જ અમને ભોજન બનાવવાનું
હ્યું હતું, પરંતુ પછી તમે જમ્યા વિના જ પોષહને ગ્રહણ કર્યો. આ રીતે તમે અમારી હીલના કરી છે, નિંદા કરી છે, ખિસા કરી છે, ગર્તા કરી છે અને અવજ્ઞા કરી છે.
જાતિ દ્વારા નિંદા કરવી તે હીલના, મનથી નિંદા કરવી તે નિંદા, વ્યક્તિની પરોક્ષમાં નિંદા કરવી તે ખિંસા, વ્યક્તિની સામે નિંદા કરવી તે ગહ અને અબહુમાન ભાવ રાખવો તેને અવજ્ઞા કહેવાય છે.
શંખની શ્રાવકો દ્વારા કરાતી અવજ્ઞાને પ્રભુ જાણી ગયા. પ્રભુએ તેમને કહ્યું, ભાઈ! તમને શંખની હીલના ન કરો, કારણકે આ દઢધર્મી અને પ્રિયધર્મી શંખે ગઈકાલે રાત્રે સુદક્ષ જાગરિકા કરી છે.”
આ સમયે ગૌતમસ્વામીએ પ્રભુને નમન અને વંદન કરીને પ્રશ્ન કર્યો, “પ્રભુ આ જાગરિકાના કેટલા પ્રકાર છે?'
ગૌતમ! જાગરિકા ત્રણ પ્રકારની બતાવવામાં આવી છે. બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદક્ષ જાગરિકા.
ભગવંત! આ ત્રણેને જાગરિકા શબ્દથી કેમ કહેવામાં આવે છે, જેમકે બુદ્ધ જાગરિકા.
હે ગૌતમ! અરિહંત ભગવંત, તેમજ જેમને જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ થઈ છે, એવા સ્કંદ મુનિ આદિ સર્વજ્ઞ અને સર્વદર્શી ભગવંતો બુદ્ધ કહેવાય છે. આ બુદ્ધ પુરુષો બુદ્ધ જાગરિકા કરે છે.
જે સાધુ ભગવંતો ઈર્ષા સમિતિવાળા, મન સમિતિવાળા, મનોગતિવાળા ઈન્દ્રિયોને સંયમિત કરનારા અને બ્રહ્મચારી હોય તેમને અબુદ્ધ કહેવાય. આવા