________________
श्री सङ्काचार भाष्यम्
૧૦૯ જાતિસ્મરણ જ્ઞાન થશે, રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરશો અને વિમલનાથ પ્રભુની પાસે ચારિત્ર સ્વીકારી સિદ્ધિપદને પ્રાપ્ત કરશો.
હે વીતભય દેવ! તથા ધરણેન્દ્ર નાગરાજ ! તમારા બંનેના ભવો આ પ્રમાણે અનુક્રમે છેઃ
વીતભય દેવના ભવ- (૧) વારુણી (૨) પૂર્ણચંદ્ર રાજા (૩) શુક્રદેવલોક (૪) યશોધરા (૫) લાંતક દેવ (૬) રત્નાયુધ (૭) અશ્રુત કલ્પ (૮) વીતભય (૯) લાંતક દેવલોક (૧૦) મંદર-મોક્ષ
ધરણેન્દ્રના ભવ-(૧) રત્નમાલા દેવી (૨) અય્યત દેવલોક (૩) વિભીષણ (૪) વંશાનારકીમાં નારક (૫) શ્રીદામ રાજા (૬) વ્યંતર (૭) જયંત (૮) ધરણેન્દ્ર (૯) સુમેરૂ-મોક્ષ.
ધરણેન્દ્ર નાગરાજ અને વિદ્યાધરની શંકા સંજયંત કેવલી પ્રભુની દેશના સાંભળીને શમી ગઈ. સર્વેએ કેવલી ભગવંતને વંદના કરી. કેવલી ભગવંત પણ એ સમયે યોગ નિરોધ કરી સિદ્ધિ સુખના ભોક્તા બન્યા.
સંજયંત કેવલીના ભવો- (૧) સિંહસેન રાજા (૨) શુકદેવલોક (૩) રશ્મીવેગ રાજા-(૪) લાંતકદેવલોક (૫) વજાયુધરાજા (૬) સર્વાર્થસિદ્ધ દેવલોક (૭) સંજયંત મુનિ- આજ ભવમાં મોક્ષ.
સંજયંત કેવલી ભગવંત નિર્વાણ પામ્યા.દેવો પણ નિર્વાણ મહોત્સવ મનાવવા માટે પાંચ નદીઓનો જ્યાં સંગમ થતો હતો ત્યાં આવ્યા અને નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. સીમનગ પર્વતની શોભામાં અભિવૃદ્ધિ કરતુ સંજયંત કેવલીનું જિનાલય દેવોએ નિર્માણ કર્યું.
ત્યાર બાદ બધાં જ વિદ્યાધરોએ એકત્રિત થઈ ધરણેન્દ્રના ચરણમાં પડી નમસ્કાર કર્યો અને કહ્યું, “હે સ્વામી આપનો કોપ તો દેખ્યો, હવે અમારી ઉપર કૃપા વરસાવો અને અમારી વિદ્યા અમને પાછી આપો.'
ધરણેન્દ્ર નાગરાજે કહ્યું, “હે વિદ્યાધરો! તમને વિદ્યા મળશે ખરી પણ હવે પછી આ વિદ્યાઓની સાધના બાદ જ તેનો ઉપયોગ કરી શકાશે. પરંતુ આ દુષ્ટ વિદ્યાધર વિદ્યુદંષ્ટ્રના વંશમાં તો કોઈપણ પુરુષોને મહાવિદ્યા કેમ કરીને પ્રાપ્ત નહિ થાય. વિદ્યાધરની સ્ત્રીઓને વિદ્યાઓ ઉપસર્ગપૂર્વક દુઃખે કરીને પ્રાપ્ત થશે. દેવ, મહામુનિ કે મહાપુરુષના જો દર્શન કરવામાં આવશે તો આ વિદ્યાઓ અત્યંત સરળતાથી પ્રાપ્ત થઈ જશે.
તમારે આ સીમનગ પર્વતના જિનાલયમાં પ્રત્યેક વર્ષે અષ્ટાનિકા મહોત્સવ કરવાનો છે.
ધરણેન્દ્ર નાગરાજને સાંભળીને વિદ્યાધરો પણ પ્રતિવર્ષે અણહ્નિકા મહોત્સવ