________________
૧૪)
श्री सङ्घाचार भाष्यम् છે. જ્યારે ઈન્દ્રો આવે નહિ ત્યારે ભવનપતિ આદિ દેવોમાં ભજના છે. અર્થાત્ તેઓ સમવસરણની રચના કરે અથવા ન પણ કરે. (૨૨)
જ્યાં પહેલા સમવસરણની રચના ન થઈ હોય અને જ્યાં મહાસમૃદ્ધિશાળી મઘવા આદિ દેવેન્દ્રો આવે ત્યાં નિશ્ચયથી સમવસરણની રચના કરવામાં આવે છે. સમવસરણ હોય કે ન હોય પણ તીર્થંકર પરમાત્માની સાથે આઠ મહાપ્રાતિહાર્ય સતત રહેતા હોય છે. (૨૩)
દુઃખી અને સમસ્ત યાચકોના સઘળા વાંછિતોને પૂરવામાં સમર્થ અને ઉપરોક્ત રીતે સ્તુતિ કરાયેલ ભગવાન ભવ્ય જીવોને મોક્ષ પદ અથવા પોતાનું તીર્થંકર પદ આપો. (૨૪)
સમવસરણ તવ સમાસ અન્યગ્રંથોમાં સમવસરણ વિચાર :
કલ્પવિશેષ ચૂર્ણિઃ ચાર ખૂણાવાળા ત્રણ ગઢની સમવસરણ તરીકે રચના કરવામાં આવે છે. અત્યંતર ગઢ લાલવર્ણના ચંદનક (કોડા)થી, મધ્યગઢ પીળા વર્ણના કોડા તથા બાહ્ય ગઢ સફેદ વર્ણના કોડાથી બનાવવામાં આવે છે.
જીર્ણોદ્ધાર પ્રકીર્ણ : સમવસરણમાં ત્રણ ગઢની ઉંચાઈ ૫૦૦ ધનુષ્યની હોય છે. પ્રત્યેક ગઢનો વિસ્તાર ૧ ગાઉ અને ૬૦૦ ધનુષ્ય હોય છે.
ચોરસ સમવસરણમાં ગઢની જાડાઈ ૧૦૦ ધનુષ્યની હોય છે અને ત્રણે ગઢનો વિસ્તાર ક્રમે કરીને ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય, ડોઢ ગાઉ અને એક ગાઉ હોય છે. અન્ય પ્રમાણ ગોળ સમવસરણ પ્રમાણે જાણવું.
જીર્ણોદ્ધાર પ્રકીર્ણકઃ સમવસરણમાં રહેલ ૨૦ હજાર પગથીયાની ઉંચાઈ ૧ હાથ પ્રમાણની જાણવી.
ત્રીજા ગઢમાં ૨૦૦ ધનુષ્યના વિસ્તારવાળી પીઠિકા છે. આ પીઠિકા જિનેશ્વર . પ્રભુની જેટલી ઊંચી છે. પીઠિકા ઉપર વિશાળ સિંહાસન છે મણિપીઠિકા ઉપર ચાર દ્વાર છે. આ મણિપીઠિકા પૃથ્વીતલથી ૫૦૦૦ ધનુષ્યની ઉંચાઈએ છે.
તસ્વામૃત તથા જ્ઞાનાર્તવમાં મતાંતર : પૃથ્વીતલથી ૫૦૦૦ ધનુષ્ય મણિપીઠિકા છે. મણિપીઠિકા ઉપર મણિપીઠ છે. મણિપીઠનો વિસ્તાર ૨૦૦ ધનુષ્ય છે. મણિપીઠ ઉપર જિનેશ્વર પ્રભુની ઉંચાઈ જેટલું સિંહાસન છે.
આવશ્યક ચૂર્ણિ તથા આવશ્યક વૃત્તિમાં બાર પર્વદા ઃ
ચૂર્ણિઃ અવશેષ રહેલ અતિશય વિનાના સાધુ ભગવંતો પૂર્વદ્યારેથી પ્રવેશીને જિનેશ્વર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને અને “નમો તિત્થસ્સ” અને “નમો એઈસેસિયાણં' એ પ્રમાણે બોલીને અતિશયવાળા સાધુ ભગવંતોની પાછળ બેસે છે. વૈમાનિક દેવીઓ પૂર્વદ્વારથી પ્રવેશી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન કરી, “નમો