________________
૧૪૩
श्री सङ्घाचार भाष्यम्
ઉત્તરઃ સિદ્ધાવસ્થામાં જિનેશ્વર પ્રભુ પર્યંકાસન તથા કાઉસ્સગ્ગ મુદ્રાએ જ બિરાજમાન હોય છે માટે સિદ્ધાવસ્થાની ભાવના પર્યંકાસન તથા કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેલી પ્રતિમા દ્વારા કરાય છે.
ચૈત્યવંદન ભાષ્યઃ સમો અનેિની વીરો પત્તિયંસંઢિયા સિદ્ધા । अवसेसा तित्थयरा उद्धट्ठाणेण उवयंति ॥ ८० ॥
આદિનાથ પ્રભુ, નેમનાથ પ્રભુ અને વીરપ્રભુ પર્યંકાસને સિદ્ધિગતિને પામ્યા છે અને અન્ય તીર્થંકર ભગવંતો કાઉસ્સગ્ગ મુદ્રાએ સિદ્ધિગતિને પામ્યા છે.
જ
ભવનો ત્યાગ કરતી વખતે અંતિમકાળે જે સંસ્થાન હોય તે જ સંસ્થાન મોક્ષમાં હોય છે. આ સંસ્થાન શરીરના પ્રમાણથી ત્રીજા ભાગનું ન્યૂન હોય છે. આ સંસ્થાનમાં આત્મપ્રદેશો ઘન થઈ જાય છે.
મોક્ષમાં બિરાજમાન સિદ્ધભગવંતોની જઘન્ય અવગાહના ૩૬ આંગુલની છે. જીનેશ્વર ભગવંતોની જઘન્ય અવગાહના પાંચ હાથ પ્રમાણની છે. સિદ્ધ તથા જિનેશ્વર ભગવંતો બંનેની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ - ૧/૩ ધનુષ્ય હોય છે.
(મોક્ષમાં જતી વખતે શરીરની જેટલી ઉંચાઈ હોય તેનો ત્રીજો ભાગ તેમાંથી ઓછો કરવામાં આવે તેટલી ઉંચાઈવાળો આત્મા મોક્ષમાં બિરાજમાન થાય છે. ૫૪ અંગુલ (૨। હાથ- સવા બે હાથ)ની અવગાહનાથી લઈને ૫૦૦ ધનુષ્ય અવગાહનાવાળા અરિહંત પદને પામી શકે છે. ત્રીજો ભાગ ચૂન કરતા ૫૪ અંગુલના ૩૬ અંકુલ, ૭ હાથના ૫ હાથ અને ૫૦૦ ધનુષ્યના ૩૩૩ - ૧/૩ ધનુષ્ય થાય છે.)
પ્રશ્ન ઃ સિદ્ધિપદને પામેલા જીવને ભિન્ન આકાર કેમ નથી હોતો? અર્થાત્ (સિદ્ધિગતિ પામતી વખતે જે આકાર હોય તેનાથી જુદો આકાર મોક્ષમાં કેમ નથી હોતો?)
ઉત્તર ઃ આ ભવમાં જે આકાર હોય તેનાથી ભિન્ન આકાર કર્મને કારણે હોય છે. સિદ્ધના જીવને કર્મ નથી હોતા માટે આ ભવમાં જે આકાર છે તેનાથી જુદો આકાર આ ભવમાં નથી હોતો.
સુમતિ મહામાત્ય ની કથા
ભદ્રિલપુર નગર છે. ચક્રાયુધ રાજા છે. તેમણે મદોન્મત્ત શત્રુરાજાઓને જીતીને પોતાના દાસ બનાવી દીધા હતાં. તેમને સુમતિ નામના મંત્રી હતાં. ઘણા ઉપાયો કર્યા બાદ મંત્રીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. બાળકને જન્મ થતાંની સાથે જ ઉગ્ર રોગો ઉત્પન્ન થયા. ઘણા પ્રકારના ઔષધોપચાર કર્યા તો પણ રોગો શાંત ન થયા. બાળકને રોગોને કારણે નારકી જેવી ભયંકર વેદના હતી. આથી મંત્રી દુઃખી દુઃખી થઈ ગયા. ખસ, ખાંસી, શ્વાસ, જ્વર, દાહ આદિ રોગોની વેદનાથી દુ:ખી થયેલા