________________
श्री सङ्घाचार भाष्यम्
૧૪૭ સુમલિ મંત્રી દ્વારા પ્રભુ સ્તુતિ :
જેમના સમગ્ર કર્મો નાશ પામ્યા છે, નિર્મળ જ્ઞાનના ધારક, નિર્મળ દર્શનવાળા, પ્રકાશમય, રુપ રસ અને ગંધ વિનાના, સ્પર્ધાદિ વિનાના, સિદ્ધાવસ્થાને પામેલા, અતુલ સુખવાળા, ઉત્તમ વીર્યવાન, નિઃસીમ અતિશય અને પ્રભાવનાના સ્વામી એવા પાર્શ્વનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું.
હેજિનેશ્વરી ચંદ્રમાના કિરણો જેવી મનોહર તમારી સ્તવના ક્યાં અને પ્રતિભારૂપ સુગંધીથી સ્કુરાયમાન વિશાળ પ્રજ્ઞાથી રહિત હું ક્યાં? તો પણ તમારા ગુણોના રાશિથી રંજિત થયેલા હૃદયવાળો હું તમારી સ્તુતિ કરવામાં પ્રવૃત થયો છું, કારણકે રાગી માણસ શું શક્ય છે અને શું અશક્ય છે એવી વિચારણા કરતો નથી હોતો.
જેમના રોગો નાશ પામ્યા છે, ઈદ્રિયરૂપ અશ્વ જેમણે જીતી લીધો છે, જેમના સઘળા કર્મો નાશ થયા છે, જેઓ જ્ઞાનાદિ લક્ષ્મીના સ્થાન છે, જેમણે કામદેવને જીતી લીધો છે, જેઓ સ્યાદ્વાદ વિદ્યા સ્વરૂપ છે, જેમનું મિથ્યાત્વ નાશ પામ્યું છે, જેમનો વિષયાનંદ નાશ પામ્યો છે, ત્રણે લોક પર દયાવાળા, કામ અને ક્રોધ રૂપી દોષના અન્યાયને નાશ કરનારા એવા પાર્શ્વનાથ તમે સદા જય પામો.
શું આ પ્રતિમા કરુણામયી છે? શું ઉત્સવમયી છે? વિશ્વ ઉપર મૈત્રીવાળી છે? શું આનંદથી ભરેલી છે? શું ઉન્નતિમયી છે કે શું સુખમયી છે? આવી વિચારણા જે પ્રભુની પ્રતિમાના દર્શન બાદ મનમાં ઊભી થાય છે એવા પાર્શ્વનાથ પ્રભુ! અમારું ઘણું કલ્યાણ કરનારા થાય.
“પાર્શ્વનાથ” એ પ્રમાણેના ચાર અક્ષરવાળા અને મોક્ષ તથા સ્વર્ગને આપનારા પાઠ સિદ્ધ મંત્રને જેઓ ધ્યાવે છે તેમને આધિ વ્યાધિ, વિરોધિ, સમુદ્ર, યુદ્ધ, ઉન્મત્ત હાથી, ફેણ ચઢાવેલ નાગ, ભૂત, પ્રેત અને ચોર આદિના ભયો પણ થતાં નથી.
હે પાર્શ્વનાથ પ્રભુ! તમે જ મારા દેવ છે, તમે જ મારા શરણ છે, તમે જ મારા પિતા છો, તમે જ મારા નાયક છો, તમે જ મારા ગુરુ છે, તમે જ મારા ભાઈ છો, તમે જ મારી ગતિ છો અને તમે જ મારી મતિ છો તો પછી હે પ્રભુ તમારી સામે આવેલા એવા મને હજુ સુધી પણ દયા નીતરતી દૃષ્ટિ વડે કેમ જોતાં નથી?
તે સમય પ્રશંસનીય છે, એ ક્ષણ પ્રશસ્ત છે, એ રાત્રિ પવિત્ર છે, એ દિવસ વખાણવા જેવો છે, એ ઘડી નિર્દોષ છે, એ પખવાડીયું પૂજવા જેવું છે, એ માસ મારો ઉજળો છે, મારું એ વર્ષ સફળ છે જેમાં હે પ્રભુ! સઘળાય સુખોને આપનારું આપના મુખનું દર્શન થયું છે. - હે પાર્શ્વનાથ પ્રભુ! સદાકાળ માટે ત્રણ જગતના વિશ્રામ ભૂમિ સમાન આપ મારા મનરૂપી માનસ સરોવરમાં હંસની જેમ સ્થિતિ કરો છો તેથી પ્રભુ હું ધન્ય છું, મારો આ ભવ સફળ છે, આ ભવસાગર તરાઈ ગયો છે, આંતરિક શત્રુઓ હણાઈ