________________
श्री सङ्घाचार भाष्यम्
૧૫૩
મારા સ્વામી બનો. દેવતાના પ્રભાવથી ચંડપ્રદ્યોત રાજાના હૃદયમાં સુવર્ણગુલિકા ઉપર પ્રેમના અંકુરા ફુટ્યા અને પોતાનો દૂત સુવર્ણગુલિકા પાસે મોકલ્યો. દૂતે જઈને આ સમાચાર આપતા રાજા નગિરિ હાથી ઉપર બેસી રાત્રે ત્યાં આવી પહોંચ્યો.
સુવર્ણગુલિકાને પ્રદ્યોતરાજા ગમી ગયો. સુવર્ણગુલિકાએ પ્રદ્યોતને કહ્યું કે તમે જો જીવિતસ્વામીની પ્રતિમા આપણી સાથે લો તો જ હું સાથે આવીશ અને ભગવાન નહી આવે તો હું પણ નહી આવું. આથી રાજાએ નગરમાં પાછો જઈને જીવિત સ્વામીના જેવા જ એક પ્રતિમાજી ભરાવ્યા. પ્રતિમાજી લઈને ત્યાં આવ્યો. જીવિત સ્વામીની પ્રતિમાના સ્થાને નૂતન પ્રતિમાજીને બિરાજમાન કરી પ્રતિમાજી તથા સુવર્ણગુલિકા બંનેને પોતાના નગરમાં લઈ ગયો.
પ્રાતઃકાળે ઉદાયન રાજાએ સમાચાર સાંભળ્યા કે પોતાના હાથીઓના મદ ઝરી ગયા છે અને દાસીનું અપહરણ કરાયું છે. આથી ઉદાયન રાજા કોપાયમાન થયા અને પ્રતિમાજીની તપાસ કરાવી. પ્રભુજીની પ્રતિમા ઉપર રહેલી માળા આજે કરમાઈ ગઈ હતી. આથી ઉદયને ઉનાળામાં જ પ્રદ્યોત રાજા ઉપર ચઢાઈ કરવા માટે દશમુકટ બદ્ધ રાજાઓ સાથે પ્રયાણ આદર્યું. સૈન્ય મરૂભૂમિમાં પહોંચ્યું. મરૂસ્થળમાં આવી પહોંચેલી સેના તરસથી પીડાવા લાગી. આથી ઉદાયને પ્રભાવતી દેવનું સ્મરણ કર્યુ. દેવે ત્રણ સ્થાને વાવડી બનાવી. તૃષાતુર સૈન્યે જ્યાં જ્યાં વાવડી હતી ત્યાં પાણી પી લીધા બાદ પ્રભાવતી દેવ પોતાનાં વિમાનમાં ગયો. સતત પ્રયાણ કરતા ઉદાયન પણ ક્રમે કરીને ઉજ્જૈનીપુરમાં પહોંચ્યા. ઉદાયને પ્રદ્યોતની પાસે પોતાના દૂતને મોકલ્યો અને દૂત દ્વારા બંને રાજાએ પ્રતિજ્ઞા કરી કે આપણે બંનેએ રથ દ્વારા સંગ્રામ કરવો. પ્રતિજ્ઞા કરીને ધનુર્ધરોમાં પ્રસિદ્ધ એવા ઉદાયન રાજા રથમાં આરૂઢ થઈને સમરાંગણની ભૂમિમાં આવી પહોંચ્યા. યુદ્ધભૂમિમાં આવીને રાજાએ ધનુષ્યનો ટંકાર કર્યો. આ ટંકાર સાંભળીને પ્રદ્યોતને લાગ્યું કે ઉદાયન રથયુદ્ધથી જીતી નહી શકાય. આથી નલિપિર હાથી ઉપર બેસીને સમરભૂમિમાં પ્રદ્યોતરાજા આવી પહોંચ્યા. બળવાન શત્રુ હોય ત્યારે પ્રતિજ્ઞા શું કરવાની?
ચંડપ્રદ્યોત રાજા ગજરાજ ઉપર બિરાજમાન હતા. આ જોઈને ઉદાયને તેને કહ્યું, ‘હે મહાપાપી! તે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે, તારી આવી ધીઢાઈને કારણે તારો હવે નાશ જ સમજ.'
આમ બોલીને ઉદાયન પોતાનો રથ અત્યંત વેગથી નગિરિ હાથીની ચારેબાજુ ઘુમાવા લાગ્યા. તીક્ષ્ણ બાણોથી હાથીના પગના તળીયા ચારે બાજુથી વીંધી નાખ્યાં. ચારે પગે વીંધાઈ જતા હાથી નીચે પડ્યો. હાથીના પડવાની સાથે જ ઉદાયન રાજાએ તરત જ પ્રદ્યોત રાજાને ઉપાડી લીધા. પકડેલા પ્રદ્યોતના મસ્તક ઉપર ક્રોધાયમાન થયેલા રાજાએ ‘મમ દાસીપતિ' આવા શબ્દો કોતરાવ્યા. ત્યાંથી તે રાજા વિદિશામાં