________________
૧૫ ૨.
श्री सङ्घाचार भाष्यम् નમસ્કાર હો. આખાયે જગતને પૂજનીય, સુંદરવ્રતોના ધારક એવા શ્રી મુનિસુવ્રત પ્રભુ સંસારથી તમારું રક્ષણ કરો. (૬)
લોભરૂપ કમળને માટે ચંદ્રની ઉપમાવાળા હે નેમિનાથ પ્રભુ! મને ધર્મબુદ્ધિ આપો. વૃષભ જેવી ગતિ અને પ્રશમભાવને પામેલા એવા શ્રી નેમિનાથ સ્વામીને હું વંદન કરું છું. જેમના પાપનાશ પામ્યા છે અને જેમને ઈન્દ્રિયરૂપી અશ્વોનું દમન કર્યું છે એવા પાર્શ્વનાથ પ્રભુને હું નમું છું. રોગ વિનાના, માયારૂપી લતાને ઉખાડવામાં ગજસમાન અને ત્રિશલાપુત્ર એવા મહાવીર સ્વામીને હું નમન કરું છું.
જે મનુષ્ય આ પ્રમાણે સદ્ધર્મરૂપી વૃક્ષના સિંચન માટે વૃષ્ટિ કરનાર એવા જીનેશ્વરોની ભક્તિથી વિશેષગુણોથી યુક્ત વચનના સમૂહથી રચિત અને કલ્યાણ તથા કીર્તિને કરનાર એવા ઉત્તમ સ્તવને હરખઘેલાં થયેલો કરે છે, તેના દુઃખો નાશ પામે છે અને તે સંસારને છેદી પરમપદમાં લાંબાકાળ માટે અનંત સુખ પ્રાપ્ત કરે છે.
કતના નામથી ગર્ભિત અષ્ટદલ કમલ રૂતિ -બિન તવ મુવીર્તે. આદિ (આ ચમત્કૃત કરે એવી પ્રત્યેક સ્તુતિમાં એક શબ્દ આઠ વાર આવે છે તેમજ એક એક સ્તુતિનું આઠ પાખંડીવાળુ કમલ બનાવી શકાય છે.)
પ્રભુની સ્તુતિમાં મગ્ન બનેલા ગંધાર શ્રાવકનું મન પ્રતિમામાં જડેલા રત્નોમાં ન લોભાણું. આ દેખી દેવને વિચાર આવ્યો કે વાહ! આ મનુષ્યતો નિર્લોભી છે. દેવ પ્રસન્ન થયા. ત્યાં પ્રત્યક્ષ થઈને કહ્યું કે ગંધાર શ્રાવક! તું માંગ, હું તને જે માંગે તે આપું. ગંધાર શ્રાવકે કહ્યું, “ભાઈ, મારું મન મનુષ્ય ભવના પશુ જેવા આ કામભોગોથી ઉબકી ગયું છે. વળી, મારે આ ભોગો ભોગવીને શું કામ છે?
ગંધાર શ્રાવક નિસ્પૃહ હતો, છતાં પણ મોઘં રેવતન દેવતાનું દર્શન ક્યારેય નિષ્ફળ જતું નથી. આથી દેવે વિચાર માત્રથી મનોરથો પૂર્ણ કરનારી ૧૦૮ ગુટિકા ગંધારને આપી. ગુટિકા ગ્રહણ કરી તે આગળ વધ્યો. આગળ જતા તેને સાંભળ્યું કે વીતભય નગરમાં દેવે આપેલી સર્વ અલંકારોથી ભૂષિત પ્રતિમા છે.
વીતભરનગરમાં સર્વઅલંકારોથી શોભિત પ્રતિમા ઃ | સર્વઆભૂષણોથી ભૂષિત પ્રતિમાજીને વંદન કરવા માટે ગંધાર વીતભય નગરમાં પહોંચ્યો. પ્રભુજીને વાંદ્યા. દર્શનવંદન માટે રોકાયેલો ગંધાર એક દિવસ માંદો પડ્યો. કુબ્બા દાસીએ તેની સારી એવી સંભાળ રાખી. સ્વસ્થ થયા બાદ ગંધારે ૧૦૮ ગુટિકા દાસીને આપી દીધી અને તેણે પ્રવજ્યાનો સ્વીકાર કર્યો.
એક દિવસ કુબ્બા દાસીએ એક ગુટિકાને પોતાના મોઢામાં નાખી. ગુટિકાના પ્રભાવથી તેની કાયા કંચનવર્સી થઈ ગઈ. ત્યારથી માંડીને સુવર્ણગુલિકાના નામથી પ્રસિદ્ધ થઈ. બીજી ગુટિકાને મોઢામાં નાખી તેણે વિચાર કર્યો કે ઉદાયન રાજા મારા પિતા સમાન છે. બાકીના રાજાઓ ગામના મુખી જેવા છે. આથી ચંડપ્રદ્યોત રાજા