________________
૧૫૦
श्री सङ्घाचार भाष्यम् દર્શન કરતી વેળાએ ગ્રીવાને વિશેષ વાળીને અર્થાત્ મસ્તકને વિશેષથી પ્રભુ તરફ વાળીને દિશાત્રિકને જોવું નહિ, કારણકે દર્શનવેળાએ જો ઉપયોગ ન હોય તો પ્રભુદર્શનના પરિણામ પણ નબળા પડી જાય છે.
મહાનિશીથ : ભુવનત્રયના એક ગુરુ સમાન જિનેશ્વર પ્રભુની પ્રતિમામાં નેત્રને સ્થિર કરી હું ધન્ય છું, પુણ્યશાળી છું, જિનેશ્વર પ્રભુને વંદન કરવા દ્વારા મારો જન્મ સફળ છે. એ પ્રમાણે વિચારતો બંને હાથ દ્વારા અંજલિ રચે, લીલી વનસ્પતિ બીજ અને જંતુ વિનાની ભૂમિમાં બંને ગુડાને સ્થાપી, અત્યંત સ્પષ્ટ અક્ષરવાળા, અત્યંત પરિચિત કરેલ, સંશય વિનાના અને યથાર્થ સૂત્ર તથા અર્થ આ બંનેને પદે પદે ભાવના કરતો ચૈત્યવંદન કરે.
ગંધાર શ્રાવકે આવી રીતે ચૈત્યવંદના કરી હતી.
ગંધારશ્રાવકનું દૃષ્ટાંત :
જ
વૈતાઢ્ય પર્વતની નિકટમાં ગંધાર નામનું જનપદ છે. ત્યાં ગંધસમૃદ્ધ નામનું નગર છે. ગંધસમૃદ્ધ નગરમાં ગંધાર નામનો શ્રાવક છે. તેને સંયમ ગ્રહણ કરવાની તીવ્ર તમન્ના હતી. સંયમ ગ્રહણ કર્યા પછી તીર્થવંદના સરળતાથી નહિ થાય આથી તેને બધાં જ તીર્થંકર પ્રભુની જન્મ, પ્રવ્રજ્યા, કેવળજ્ઞાન અને નિર્વાણભૂમિના દર્શન કરવા માટે પરિભ્રમણ કરવા માંડ્યું. આદિનાથ પ્રભુની જન્મભૂમિ વિનીતા, અજિતનાથની અયોધ્યા, સંભવનાથની શ્રાવસ્તી, અભિનંદન પ્રભુની અયોધ્યા, સુમતિનાથની અયોધ્યા, પદ્મપ્રભ સ્વામીની કોશાંબી, સુપાર્શ્વનાથ પ્રભુની વારાણસી, ચંદ્રપ્રભ સ્વામીની ચંદ્રપુરી, સુવિધિનાથની કાકંદી, શીતલનાથની ભદ્રિલપુર, શ્રેયાંસનાથની સિંહપુરી, વાસુપૂજ્ય સ્વામીની ચંપાપુરી, વિમલનાથ ની કંપિલપુર, અનંતનાથની અયોધ્યા, ધર્મનાથની રત્નપુરી, શાંતિનાથ કુંથુનાથ તથા અરનાથ પ્રભુની ગજપુર (હસ્તિનાપુર), મલ્લિનાથ પ્રભુની મિથિલા, મુનિસુવ્રત સ્વામીની રાજગૃહ, નમિનાથની મિથિલા, નેમિનાથની શૌરીપુરી, પાર્શ્વનાથની વારાણસી, અને મહાવીર પ્રભુની જન્મ કલ્યાણકની ભૂમિ ક્ષત્રિયકુંડ, ઋષભદેવ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ પુરિમતાલ (પ્રયાગરાજ), વીર પ્રભુની શૃંભિકાનગરીની બહાર, નેમિનાથની ગિરનાર અને શેષ તીર્થંકર ભગવંતોની કેવળજ્ઞાન કલ્યાણભૂમિ જન્મ કલ્યાણક ભૂમિમાં
છે.
•
આદિનાથ પ્રભુની મોક્ષ કલ્યાણક ભૂમિ અષ્ટાપદ, વીરપ્રભુની પાવાપુરી, નેમિનાથની ગિરનાર, વાસુપૂજ્ય સ્વામીની ચંપાપુરી અને શેષ જિનેશ્વરોની સમ્મેતશિખર પર્વતમાં છે.
ગંધારશ્રાવકે આ સર્વકલ્યાણક ભૂમિઓના દર્શન કર્યાં. હું પ્રવ્રજ્યા લઉં એવો વિચાર કરતો હતો ત્યાં તેને સાંભળ્યું કે વૈતાઢયગિરિની ગુફામાં આદિનાથ આદિ