Book Title: Sanghachar Bhashyam Part 01
Author(s): Devendrasuri, Rajpadmavijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 178
________________ ૧૪૮ श्री सङ्घाचार भाष्यम् ગયા છે અને ત્રણ જગતમાં મહોત્સવ મળ્યો છે. ઉજ્જવલ ધર્મ અને કીર્તિના ભવન સ્વરૂપ હે પ્રભુ આપને આ પ્રમાણે સ્તુતિ કરીને હું એક પ્રાર્થના કરું છું કે, હે પાર્શ્વનાથ! તમે જેના માટે વિશાળ રાજ્ય, ઉત્તમ લક્ષ્મી, અંતઃપુર અને બંધુજનો આદિનો સદા માટે ત્યાગ કર્યો છે તે જ્ઞાન અને આનંદ મય પદ માટે મારું મન સસ્પૃહ બને” માટે. મહામાત્ય સુમતિ આવી રીતે ભક્તિ કરી પાર્શ્વનાથ પ્રભુની વારંવાર સ્તવના અને ધ્યાન કરતાં કરતાં અમૃત સમાન દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસ અનેક શિષ્યોથી પરિવરેલા મહાજ્ઞાની જ્ઞાનભાનુ આચાર્ય નંદનઉદ્યાનમાં સમવસર્યા. સુર તથા વિદ્યાધરો પણ તેમના ચરણોમાં નમસ્કાર કરતાં હતાં. સુમતિમંત્રી સુદર્શનની સાથે ત્યાં વંદન કરવા માટે ગયો. વૃક્ષ જેવા સંસારને છેદવા માટે હાથી સમા ગુરુભગવંતે તેઓને ધર્મનો ઉપદેશ આપ્યો. “આ ભવસાગર જન્મ જરા અને મરણ રૂપ પાણીથી ભરેલો છે, પાર વિનાનો છે. વ્યાધિ રૂપ દુઃખે નાશ કરાય એવા જળચરો વાળો છે અને સેંકડો કુયોનિથી પૂર્ણ હોવાથી તેનો પાર પામવો અશક્ય છે. આ ભવસાગરના ભયંકર રાગરૂપ કાદવમાં ખૂંપી ગયેલો અને માયારૂપી લતાવનમાં ફસાઈ ગયેલો પ્રાણી પુણ્યોદયથી કેમે કરીને મનુષ્યભવરૂપી વહાણને પ્રાપ્ત કરે છે. ભવસાગરમાં મનુષ્યભવને વહાણની ઉપમા , આ મનુષ્યભવરૂપી વહાણમાં સમ્ય દર્શન પ્રતિષ્ઠાન છે, સારીજાતિ સારુકુળ આદિ શ્રેષ્ઠ ફલક છે, આ વહાણ સંવરભાવને કારણે છિદ્રવિનાનું છે, વાહણને જ્ઞાનરૂપી દોરી લાગેલી છે, વિવેકરૂપી વૃક્ષે બંધાયેલું છે, સંવેગરૂપી સઢ છે, નિર્વેદરૂપી પવનથી વહાણ વેગીલું બન્યું છે, સ્વાધ્યાય તથા ધ્યાનરૂપી નાવિકો મનુષ્ય ભવરૂપી આ વહાણને હંકારી રહ્યા છે, સુનિયમ રૂપી ભિલ્લજાતિના સુભટો આ વહાણની રક્ષા કરી રહ્યા છે, શુભભાવરૂપ ખલાસી છે. આ શુભભાવ૫ખલાસી ભવસાગરનો પાર પમાડવા માટે પ્રમાદરૂપ અપાયોના સમૂહથી રક્ષણ કરાયેલા મનુષ્યરુપ વાહણને રત્નદ્વિપમાં લઈ જાય છે. (અર્થાત્ શુભભાવ સંયમની પ્રાપ્તિ કરાવે છે) આ શુભભાવ દ્વારા મહાવ્રતો રૂપી ઉત્તમરત્નો દ્વારા આ વહાણ પરિપૂર્ણ થાય છે. રત્ન દ્વીપપ સંયમમાં સર્વસાવદ્યની વિરતિ સ્વરુપ પર્વત છે. દશ પ્રકારના યતિધર્મસ્વરૂપ કલ્પવૃક્ષ છે. તેની શુભ છાયા છે. અઢાર હજાર શીલાંગ તેના ફળો છે. ભવસાગરના તટ સમાન કેવળજ્ઞાન છે. આ તટની ઉપર સિદ્ધિપુરી રહેલ છે. તટ ઉપર પહોંચી ગયેલા મનુષ્ય રૂપ વહાણ સિદ્ધિપુરીની પ્રાપ્તિ કરે છે. આ સિદ્ધિપુરીમાં જન્મ નથી, જરા નથી, મરણ નથી, ભૂખ-તરસ પણ નથી, રાગનો રોગ અને શોક પણ નથી તેમજ આધિ અને વ્યાધિ પણ નથી. મોક્ષપુરીમાં પ્રવેશેલો જીવ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરી લે

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254