________________
૧૪૬
श्री सङ्घाचार भाष्यम् સિદ્ધ, અમૂર્ત, નિર્લેપ, સત્ ચિદ્ અને આનંદમાં નિમગ્ન તથા આનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન છે. આ રૂપાતીત પરમાત્મા રોગ વિનાના, આકાંક્ષા વિનાના, વિકલ્પ વિનાના, રાગ વિનાના, અક્ષય, ઈન્દ્રિયાતીત, અનંતગુણવાળા અને અવ્યય જાણવા.
યોગતત્વ રત્નસાર : પિંડે મુત્તા: પદ્દે મુદ્દા, રુપે મુત્તા : ડાનન! । रुपातीते तु ये मुक्तास्ते मुक्ता नात्र संशय: ॥
પિંડ, પદ અને રૂપથી મુક્ત થયેલામાં મુક્ત શબ્દનો પ્રયોગ થાય છે પણ રૂપાતીતમાં જે મુક્ત શબ્દનો પ્રયોગ થાય છે તે જ વાસ્તવમાં મુક્ત છે તેમની મુક્તિમાં કોઈ સંશય નથી.
પિતાજી! પાર્શ્વપ્રભુની સિદ્ધાવસ્થાના સ્મરણ માટે ઉત્તમ પાર્શ્વનાથના જિનાલયને બનાવો. તેમને નમસ્કાર કરો, પૂજા કરો, સ્મરણ કરો અને ધ્યાન ધરો. કહ્યું છે કે ભર ંતા માવંતો અશીરા નિમ્નતા શિવં પત્તા । तेसिं संभरणत्थं पडिमाओ इत्थ कीरंति ॥
:
નિર્મલ અરિહંત ભગવંતો દેહથી મુક્ત બની શિવપદને પામી ગયા છે. અહીંયા પ્રભુજીના સ્મરણ માટે પ્રતિમાઓનું નિર્માણ કરાય છે.
उद्धद्वाणठियाओ अहवा पलियंकसंठिया ताओ । सिद्धिगयाणं तेसिंहु जं तइयं नत्थि संठाणं ॥
અરિહંત પ્રભુજીના પ્રતિમાજી કાઉસ્સગ્ગમુદ્રા તથા પર્યંકાસન મુદ્રામાં બિરાજમાન કરવામાં આવે છે, તેનું કારણ એ છે કે સિદ્ધિગતિને પામેલા તે ભગવંતો આ બે જ સંસ્થાનમાં બિરાજમાન હોય છે પરંતુ ત્રીજું કોઈ સંસ્થાન હોતું નથી.
અન્ય શાસ્ત્રકારો પણ કહે છે : સ્વિિવવિવનિષ્પત્તૌ. તે નિર્મવનેતા । જ્યોતિપૂર્વો ચ સંસ્થાને રુપાતીતમ્ય જ્વના – સુવર્ણ આદિ ઉત્તમ ધાતુથી પ્રતિમાજીનું નિર્માણ કરવામાં આવે છે. પ્રતિમાજી બની ગયા પછી પોલાણમાં ભરેલા મીણને દૂર કરવામાં આવે છે. પ્રતિમાજીનું રુપ ઝગારા મારવા લાગે છે. આ જગારા મારતા રુપમાં રુપાતીત અવસ્થાની કલ્પના કરવાની છે. પ્રભુનું સ્વરૂપ જ્યોતિર્મય છે અને રુપ (પ્રતિમાનું રુપ) પણ જ્યોતિર્મય છે. આમ, પ્રભુના રુપમાં રુપાતીતની કલ્પના કરાય છે.
પુત્ર સુદર્શનની આવી વાતો સાંભળી મંત્રીને ઘણો જ હર્ષ થયો. મંત્રીએ ત્રણે ભુવનની લક્ષ્મીના સ્થાનરૂપ જિનભવનનું નિર્માણ કરાવ્યું. જિનાલયમાં વિધિ પુરસ્કર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપીને ભક્તિથી પૂજવા લાગ્યો. અવસ્થાત્રિકની વિચારણા કરી, વંદના કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.