________________
૧ ૪૪
श्री सङ्घाचार भाष्यम् બાળક સદા રડ્યા કરે છે.
એક દિવસ પ્રબળ અને ભયંકર રોગો તથા દુઃખોના સમૂહરૂપ તાપને શાંત કરવામાં નૂતન મેઘ સમાન ચોત્રીશ અતિશયોના સ્વામી પાર્શ્વનાથ પ્રભુ ભદ્રિલપુરમાં સમવસર્યા. હું પ્રભુજીને પહેલા વંદન કરુ હું પ્રભુજીને પહેલા વંદન કરુ” એવી ભાવનાથી નગરજનોનો સકળ સમુદાય પોતપોતાની સમૃદ્ધિ બળ આદિ સહિત થઈ પ્રભુ પાર્શ્વના ચરણારવિંદને વાંચવા માટે જવા લાગ્યો. દરેક પ્રકારના આધિ વ્યાધિ તથા વિષધરના વિષથી વ્યાપ્ત મનુષ્યો માટે પાર્શ્વનાથ પ્રભુ અમૃતસમાન છે, આવું સાંભળીને મંત્રીએ પણ પોતાના બાળકને હાથમાં ગ્રહણ કરી જાતવાન ઘોડા ઉપર સવાર થઈને ઘણા જ મહાભ્યના કુળભુવન સમાન પ્રભુના ચરણોમાં વંદન કરાવ્યું. જેમ બળતા અગ્નિથી ઠંડી નાસી જાય છે અને ગરુડના દર્શનથી સાપનો સમુદાય ભાગી જાય છે તેમ પ્રભુના પ્રભાવથી બાળકનો રોગ સમુદાય નાસી ગયો. આ દેખી મંત્રીશ્વરને મોટું આશ્ચર્ય થયું. સુમતિ મંત્રી પોતાના બાળકને આગળ બેસાડી મનની એકાગ્રતા પૂર્વક પ્રભુની દેશના સાંભળવા લાગ્યો.
પ્રભુની દેશના દુષ્ટ વ્યાપારવાળા આ દુષ્ટ જીવને અનાદિકાળથી કાર્પણ શરીર લાગેલું હોવાથી તે સત્કૃત્ય કરી શકતો નથી અને નરકગતિમાં અનેક દુસહ દુઃખોને સહન કરે છે. તિર્યંચગતિના જીવો ભાર વહન કરવો, ઠંડી, ગરમી, વરસાદની ધારા અને મરણ પ્રમુખ દુઃખોને સહન કરતા પ્રત્યક્ષ જ દેખાય છે. ઘણી ચિંતાઓ, માન, અપમાન અને ગરીબાઈ થી દુઃખિત મનવાળા અને વિષયની ઈચ્છાથી નાચી રહેલા મનુષ્યોને સુખ ક્યાંથી જ હોય?
કોઈ ગતિમાં ન હોય એવા અમર્ષ, ઈર્ષ્યા, વિષાદ અને હાસ્યાદિ દોષોની ખાણ સમાન દેવગતિમાં અકલ્પનીય દુઃખ પ્રગટ દેખાય છે.
તિર્યચ, મનુષ્ય અને દેવના ભવમાં વિષયના આ સેવનથી થતી સુખની કલ્પના અપથ્ય સ્વરૂપ છે અને પાછળથી અસહ્ય દુઃખોને આપનાર બને છે. કહ્યું છે. વર્દત મન્નડું સુર્ઘ સુરેખાવિન લુવમયિફા
जं च मरणावसाणे भवसंसाराणुबंधि च ॥ તેને કેવી રીતે સુખથી સંબોધી શકાય, કે જે સુખની પાછળ દુઃખ જોડાયેલું હોય છે અને જે સુખ આ ભવમાં મરણબાદ ભવોની પરંપરાને વધારનારું છે.
આથી ચારગતિ સ્વરૂપ સંસારના દુઃખરૂપ કાષ્ઠને ભસ્મસાત્ કરવા માટે અગ્નિ સમાન અને કર્મરોગને માટે ઔષધ સમાન જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા બંને પ્રકારના ધર્મોને પોતાના સામર્થ્યને અનુસાર સેવવા.'
પાર્શ્વનાથ પ્રભુની દેશના સાંભળી સુમતિ મંત્રીનું મન સંતુષ્ટ થઈ ગયું. પ્રભુ પાસે શ્રાવક ધર્મનો તેમણે સ્વીકાર કર્યો. તેઓ પોતાના બાળકને પણ પ્રભુજીના