________________
૧ ૪૧
श्री सङ्घाचार भाष्यम् તિ–સ્સ” “નમો અઈસેસિયાણ” અને “નમો સાહૂણં કહીને અતિશય વિનાના સાધુ ભગવંતોની પાછળ ઊભી રહે છે. સાધ્વીજીઓ પૂર્વકારથી પ્રવેશીને તીર્થકરને નમસ્કાર કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, વંદન કરી, “નમો તિત્થસ્સ” “નમોઅઈસેસિયાણ' અને નમો સાહૂણં' કહીને વૈમાનિક દેવીઓની પાછળ ઊભા રહે છે પણ બેસતા નથી. એ પ્રમાણે ભુવનવાસી દેવીઓ જ્યોતિષી દેવીઓ અને વ્યંતર દેવીઓ દક્ષિણદ્વારથી પ્રવેશી તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કરે છે અને દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય ખુણા)માં રહે છે. ભુવનવાસી દેવીની પાછળ જ્યોતિષી દેવી અને તેઓની પાછળ વ્યંતર દેવીઓ રહે છે. ભુવનવાસી દેવો, જ્યોતિષ દેવો તથા વાણવ્યંતર દેવો પશ્ચિમ દ્વારથી પ્રવેશે છે પૂર્વોક્ત વિધિ કરીને ઉત્તર પશ્ચિમ (વાયવ્ય વિદિશા)માં ક્રમે કરીને એકબીજા અને પાછળ પાછળ રહે છે. વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્યની સ્ત્રીઓ ઉત્તરના દ્વારેથી આવીને ઉત્તરપૂર્વ (ઈશાન વિદિશા)માં અનુક્રમે એકબીજાની પાછળ રહે છે.
આવશ્યક સૂત્રની ટીકા આવશ્યક સૂત્ર ઉપરની મૂળટીકામાં પણ ટીકાકારે દેવીઓ માટે બેસવા કે ઊભા રહેવાનું સ્પષ્ટ કહ્યું નથી પરંતુ માત્ર તેમની ઉપસ્થિતિ જ જણાવી છે. છતાં પણ કેટલાક આચાર્ય ભગવંતો સર્વ પણ દેવીઓ સમવસરણમાં બેસતી નથી તથા ચાર પ્રકારના દેવો, પુરુષો અને સ્ત્રીઓ બેસીને દેશના સાંભળે છે, એવું કહે છે. આ વિધાન આચાર્ય ભગવંતો પૂર્વાચાર્યોની પ્રેરણાથી રચાયેલા ચિત્રપટોના આધારે કરે છે.
આવા પ્રકારના જાનુ પ્રમાણ, સુગંધી અને પાંચવર્ણના કુસુમથી વ્યાપ્ત સમવસરણમાં વાણવ્યંતરોએ રચેલા હજાર પત્રવાળા અને સોનાના નવકમળમાં ચરણકમળને પ્રભુ સ્થાપે છે. ઈદ્રો હર્ષ સાથે મનોહર અને દેદીપ્યમાન સુંદર ચાર ચામરોને હાથમાં ધારણ કરે છે. પાછળ સૂર્યના મંડલને પણ તેજથી જીતતા ભામંડલથી પ્રભુ અધિક શોભે છે. દેવતાઓ દુંદુભિ વગાડીને તેના સ્વરથી પ્રભુના અંતરંગ શત્રુઓનો જય સૂચવે છે. દેવતાઓ, અસુરો, ખેચરો, કિન્નરો અને મનુષ્યો પ્રભુનો જયજયારાવ કરી રહ્યાં છે. તેની સાથે પ્રભુ સમવસરણમાં પૂર્વાભિમુખ પ્રવેશે છે અને ત્રણ છત્ર અને અશોકવૃક્ષની નીચે બેસે છે.
ત્યારબાદ પ્રભુ ૩૫ ગુણોથી યુક્ત, યોજન પ્રમાણ વિસ્તાર વાળી, બધા જીવોને પોતપોતાની ભાષામાં સમજાતી વાણી વડે રત્નત્રયનો ઉપદેશ આપે છે.
ત્રણલોકને આનંદ કરનાર, ત્રણ લોક માટે ચિંતામણિ સમાન, ત્રણ લોકના ગુરુ, ત્રણે લોકના પ્રભુ ઉપદેશેલા ધર્મની કીર્તિના સમૂહથી ત્રણે લોકોને ધવલ કરનાર છે. આ પ્રમાણે ત્રણે સંધ્યાએ ધ્યાન કરાયેલા જિનેશ્વર પ્રભુ મિથ્યાત્વરૂપ અંધકારથી જીવે પૂર્વે બાંધેલા પાપસમૂહનો નાશ કરે છે.
તથા ત્રણેલોકના જીવોને શિવસુખ આપનાર, ત્રણે લોકની બધીજ સંપત્તિનું મૂળ,