________________
.
૧૧૯
श्री सङ्घाचार भाष्यम्
જોડી માથુ નમાવી પ્રભુને વિનંતી કરે છે, ‘વ્રુન્દ્રાદિ નાહ ! તિર્થં પયટ્ટ નાખિયહિમાય' ‘હે ત્રિભુવન નાથ ! આપ બોધ પામો અને આ ત્રણે લોકના જીવોના કલ્યાણને માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો.'
લોકાંતિક દેવો આદિનાથ પ્રભુને વિનંતી કરે છે અને નમસ્કાર કરીને દેવલોકમાં ચાલ્યા જાય છે. જિનેશ્વર પ્રભુને નમવાથી જીવોને દેવલોકની પ્રાપ્તિ થાય જ છે એમાં શું આશ્ચર્ય છે ?
ઈન્દ્ર મહારાજાએ નિયુક્ત કરેલ કુબેર દેવ તિયગજુંભક નામના દેવોને પ્રેરણા કરે છે અને આ દેવો મણિ રત્ન સુવર્ણ આદિ અનેક પ્રકારની સમૃદ્ધિનો ભંડાર આદિનાથ પ્રભુની પાસે લઈ આવ્યા.
સિંઘોડાના ફળ જેવા ત્રિકોણ ચોકમાં, ત્રણ રસ્તે, ચાર રસ્તે જ્યા ઘણા માર્ગો ભેગા થાય તેવા સ્થાને, મંદિરની છત્રી આદિ સ્થાને તેમજ મોટા માર્ગોમાં, નાના માર્ગોમાં, ગોચર પ્રદેશ અને શેરી આદિ સ્થાનોમાં પ્રભુ વરસીદાન આપશે એવી ઘોષણા કરવામાં આવી.
આદિનાથ પ્રભુ પ્રતિદિન સૂર્યોદયથી માંડી પ્રાતઃકાલના ભોજન સુધી ૧ કરોડને ૮ લાખ સુવર્ણમુદ્રાનું દાન કરવા લાગ્યા. ત્રણે જગત ઉપર વાત્સલ્યવાળા અને ભુવનત્રયના સ્વામી પ્રભુજીએ એક જ વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સુવર્ણમુદ્રાનું દાન કર્યું. જેમ નૂતન મેઘ પોતાના જળ દ્વારા પૃથ્વીના તાપને હટાવે છે તેમ પૃથ્વીના સ્વામી એવા પ્રભુએ જગતના દરિદ્રતા રૂપ સંતાપનો નાશ
કર્યો.
પ્રભુજીએ એક વર્ષ પર્યંત વરસીદાન કર્યું. ત્યાર બાદ દેવેન્દ્રોના સિંહાસન ચલાયમાન થયા અને તેઓ પોતાની સઘળી ઋદ્ધિ અને પર્ષદા સાથે ત્યાં આવ્યા. જળથી ભરેલા સુવર્ણના કુંભો દ્વારા પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. સ્નાન બાદ પ્રભુ સુદર્શન નામની શિબિકામાં બેઠા. રોમાંચિત થયેલા ગાત્રવાળા મનુષ્યોએ શિબિકાને આગળથી ઉપાડી અને અસુરેન્દ્રો, સુરેન્દ્રો તથા નાગેન્દ્રોએ શિબિકાને પાછળથી ઉપાડી.
ચૈત્ર વદ આઠમના દિવસે સાંજે દેવ-મનુષ્યોથી પરિવરેલા આદિનાથ પ્રભુ સિદ્ધાર્થ વનમાં ગયા. આજે પ્રભુને ચોવીહારો છટ્ટ હતો. ઈન્દ્રે પ્રભુને પ્રાર્થના કરી. ઈન્દ્રની પ્રાર્થનાથી આદિનાથ ભગવાને ચતુર્ભુષ્ટિ લોચ કર્યો. સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યાં અને ‘મમ સવ્વમખિન્ન પાપ' મારે બધાં જ પાપો હવે અકરણીય છે એવી પ્રતિજ્ઞા કરી સંયમનો સ્વીકાર કર્યો.
પ્રભુએ જે ચારિત્રનો સ્વીકાર કર્યો છે તે દુ:ખે વહન કરી શકાય તેવું છે અને તેથી જ ભારરુપ હોવાથી મન:પર્યવ જ્ઞાન જાણે હું પ્રભુને સહાય કરું એવો