________________
૧૨૯
श्री सङ्घाचार भाष्यम् અને પ્રભુજીના પડખે રહેલા દેવો તીર્થકરના સર્વોત્તમ પુણ્યને કારણે અતિ મનોહર વેણુવીણા આદિ વાદ્યોથી પ્રભુની વાણીમાં સૂર પૂરે છે. આમ, પ્રભુનો ધ્વનિ તો દિવ્ય જ છે તો પણ એમાં દેવતાઓ સુર પૂરે છે તે ગૌણ છે અને ભગવાનના પ્રાતિહાર્ય પણામાં વિરોધ નથી આવતો.
(૪) ભામંડલ: જિનેશ્વર પ્રભુના મસ્તકની પાછળ ચમકતો, ઉજ્જવળ અખંડ અને સૂર્યના મંડલ જેવો આકાર હોય છે. આ આકાર દેખી પ્રકૃતિથી દેદીપ્યમાન પ્રભુના શરીરમાંથી નીકળતા તેજના રાશિને દેવો એકત્રિત કરે છે એવી કલ્પના કરાય છે. આ એકત્રિત કરેલા તેજ પુંજથી દેવો પ્રભુના મસ્તકની પાછળ તેજનાવલય જેવું ભામંડલ બનાવે છે જેથી પ્રભુજીનું રૂપ સુખપૂર્વક જોઈ શકાય છે અને રાત્રિમાં અંધકારનો નાશ થાય છે. આવા ભામંડલની વિચારણા પ્રભુના મસ્તકની પાછળ રહેલા તેજોવલય જોઈને કરવામાં આવે છે.
(૫) ભેરીઃ ત્રણ છત્રની ઉપર શરણાઈ વાદકો પરિકરમાં બનાવવામાં આવેલા હોય છે. આ શરણાઈવાદકોને દેખીને દેવદંદુભિનું સ્મરણ થાય છે. આ દેવદંદુભિને દેવતાઓ વગાડે છે. આ દંદુભિના મધુરા ધ્વનિથી ગગનમંડલને સંગીતમય બનાવવામાં આવે છે. દેવતાઓ આ દિવ્ય ભેરી પ્રભુજીની આગળ વગાડે છે.
(૬) ચામર (૭) સિંહાસન (૮) છત્રત્રય. આ ત્રણ અતિશયોનો અર્થ પ્રગટ
તીર્થંકરપ્રભુ શિવલક્ષ્મીને વરી ગયા છે તો પણ તીર્થંકર પ્રભુની પ્રતિમા આઠ મહાપ્રાતિહાર્યથી યુક્ત બનાવવામાં આવે છે તેનું કારણ પ્રતિમાજીના દર્શન કરીને પ્રભુજીની પ્રાતિહાર્યની ઋદ્ધિને સ્મરણ કરવું એ છે. ચૈત્યવંદના મહાભાસમાં આજ વાત રજુ કરવામાં આવી છે.
इय पाडिहेररिद्धी अणन्न साहारणा पुरा आसि ।
केवलियनाणलंभे तित्थयरपयंमि पत्तस्स ॥ २२३॥ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ તીર્થંકર પદવીને પ્રાપ્ત થવાથી બીજા કોઈને પ્રાપ્ત નહી થયેલી એવી અનન્ય પ્રાતિહાર્યની સમૃદ્ધિ પરમાત્માને (સિદ્ધિગતિને પામતા પહેલા તીર્થકરપણામાં) હતી.
जिणरिद्धिदंसणत्थं एवं कारेइ कोइ भत्तिजुत्तो।
पायडियपाडिहेरं देवागमसोहियं बिंबं ॥२७॥ જિનેશ્વર પ્રભુની ઋદ્ધિનું દર્શન કરાવવા માટે ભક્તિ સભર આત્માએ પ્રાતિહાર્યોથી યુક્ત અને દેવોના આગમનથી શોભિત જિનેશ્વર પ્રભુનું જિનબિંબ બનાવવું.
मुत्तिपयसंठियाणवि परिवारो पाडिहेरपामुक्खो ॥