________________
૧૨૭
श्री सङ्घाचार भाष्यम् પ્રભુ બહલીદેશ, અંડ બઈલ, યોનક વિષય, પલ્લક દેશ અને સુવર્ણ ભૂમિમાં છસ્થાવસ્થામાં વિચારીને તે તે દેશોને ભાવિત કરવા લાગ્યા.
એક હજાર વર્ષ પસાર થયા બાદ ફાગણ વદ ૧૧ ના દિવસે પુરિમતાલ નગરમાં શકટમુખવનમાં આદિનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુએ જેમ રાજ્યઅવસ્થામાં નયમાર્ગને પ્રવર્તાવ્યો હતો તેમ હવે સમ્ય ધર્મમાર્ગને પ્રકાશતા પ્રભુ પોતાના ચરણારવિંદથી વસુધાતલને પવિત્ર કરતા વિચરવા લાગ્યા.
એક દિવસ નિમિ-વિનમિ વિદ્યાધરોએ પોતાના રાજ્યના ભારને પોતાના પુત્રો ઉપર નાખીને આદિનાથ પ્રભુની પાસે સંયમધર્મનો સ્વીકાર કર્યો. ચરણસોત્તરી અને કરણસીત્તરીનું સુંદર પાલન કરી અંતે અણસણને સ્વીકાર્યું. પુંડરિક પર્વતમાં બે ક્રોડ મુનિભગવંતોની સાથે મોક્ષગતિને પામ્યા.
હે ભાવુકજીવો! વિદ્યાધરેન્દ્ર નિમિ-વિનમિના ચરિત્રને સાંભળી હરહંમેશ ચૈત્યવંદનાના કાળે પ્રભુની છદ્મસ્થાવસ્થાનું સ્મરણ કરવું.
નમિ વિનમિ વિધાધરેન્દ્રનો સંબંધ સમાપ્ત. કેવલી અવસ્થા
પડિહાપંદિ ત્રિયં - ગાથા-૧૨ પૂર્વાર્ધ દ્વિતીય પાદ - આઠ પ્રતિહાર્યદેખી પ્રભુની કેવલી અવસ્થા ભાવવી.
ટીકા જિનેશ્વર પ્રભુની પ્રતિમાના પરિકરમાં નિર્માણ કરવામાં આવેલ પ્રાતિહાર્યો દ્વારા જિનેશ્વર પ્રભુની કેવલી અવસ્થાને મંત્રિપુત્ર દેવદત્તની જેમ ભાવવી.
પ્રાતિહાર્ય : દેવેન્દ્રો દ્વારા નિયુક્ત કરાયેલા દેવો પ્રભુની આગળ સદૈવ પ્રતિહારીની જેમ રહે છે માટે આ દેવોને પ્રતિહાર કહેવાય છે. આ દેવો જેનું નિર્માણ કરે છે તે અશોકવૃક્ષ આદિને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. આઠ પ્રાતિહાર્ય- નિ ન પાકિદે સોપત વસુસુમવુદ્રિતિબૅક્ !
चमराई सिंहासण भामंडल भेरि छत्ततयं ॥ (૧) અશોક વૃક્ષ (૨) કુસુમવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૭) ભેરી (૮) ત્રણછત્ર
(૧) અશોકવૃક્ષઃ પરિકરમાં ઉપર કળશ હોય છે. આ કળશમાં ઉપર અશોક વૃક્ષ (આસોપાલવ)ના પાન હોય છે. આ પાન દ્વારા સદાય વિકસિત, ઘેઘૂર વૃક્ષ લાલ પર્ણોથી શોભતા, સવાયોજનના વિસ્તારવાળું અને વિશાળ સાલવૃક્ષથી યુકત અશોકવૃક્ષની વિચારણા કરાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જિનેશ્વર પ્રભુની ઉપર પ્રભુના શરીરથી બારગણી ઉંચાઈવાળા અશોકવૃક્ષનું નિર્માણ દેવો દ્વારા કરવામાં આવે છે.
કહ્યું છે- સદિય નો પિદુનો વત્તીસપૂસિગો ૩ વરસ !