________________
૧૩૭
श्री सङ्घाचार भाष्यम् ધનુષ્ય થાય છે. પૂર્વદિશાના ત્રણે ગઢની દીવાલો ૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલને ત્રણે ગણતા ૧૦૦ ધનુષ્ય થાય. પશ્ચિમની ત્રણે ગઢની દીવાલોનું માપ પણ ૧૦૦ ધનુષ્ય છે. ૭૮૦૦+૨૦૦ = ૮૦૦૦ ધનુષ્ય = સમવસરણનું ૧ યોજન પ્રમાણ થાય છે.
બીજી રીતે ગોળ સમવસરણનું ૧ યોજન પ્રમાણ :
પહેલા ગઢના ૧૦ હજાર પગથીયાનું માપ ૧ યોજનમાં ગણાતું નથી. પહેલા ગઢમાં પ્રથમ ૫૦ ધનુષ્યનું પ્રતર આવે ત્યારબાદ એક હાથના એક એવા ૫૦૦૦ પગથીયા આવે તેનું કુલ પ્રમાણ ૧૨૫૦ ધનુષ્ય. ત્યારપછી બીજા ગઢમાં ૫૦ ધનુષ્યનું પ્રતર. પછી ૫૦૦૦ પગથીયાના ૧૨૫૦ ધનુષ્ય. ત્રીજા ગઢના ૧૩૦૦ ધનુષ્ય (પીઠના મધ્યભાગ સુધી) આમ, કુલ ૫૦+૧૨૫૦+૫૦+૧૨૫૦+૧૩૦૦+ ૧૦૦ (ત્રણે ગઢની દીવાલનું માપ) =૪૦૦૦ ધનુષ્ય(ર ગાઉ). ગઢની પૂર્વની બાજુના ૨ ગાઉ તથા પશ્ચિમની બાજુના બે ગાઉ કુલ ૧ યોજન થાય છે. (૫)
ચોરસ સમવસરણનું પ્રમાણ :
ચોરસ સમવસરણમાં ત્રણે ગઢની પ્રત્યેક ભીંતનું ૧૦૦ ધનુષ્ય પ્રમાણ છે. પહેલા અને બીજા ગઢનું આંતરુ ડોઢ કોશ છે અર્થાત્ પૂર્વના ગઢનું પોણો ગાઉ (૧૫૦૦ ધનુષ્ય) છે તથા પશ્ચિમના પહેલા બીજા ગઢનું આંતરુ પણ ડોઢ કોશ છે. પૂર્વના બીજા અને ત્રીજા ગઢનું આંતરુ ૧૦૦૦ ધનુષ્ય અને પશ્ચિમનું પણ ૧૦૦૦ ધનુષ્ય કુલ ૧ ગાઉં. ત્રીજા ગઢની પૂર્વ દીવાલ અને પશ્ચિમ દીવાલનું આંતરુ ૧ ગાઉ અને ૬૦૦ ધનુષ્ય છે.
આમ, ડોઢ ગાઉ(૩000 ધ.) + લગાઉ(૨000 ધ.) + લગાઉ ૬૦૦ ધનુષ્ય (૨૬૦૦ ધ.)+ બીજા તેમજ ત્રીજા ગઢની પૂર્વ અને પશ્ચિમ દીવાલોનું ૧૦૦+૧૦૦ ગણતા કુલ ૪૦૦ = ૮૦૦૦ ધનુષ્ય. અહીં પહેલા ગઢની ભીતનો વિસ્તાર ગણવાનો નથી. આ રીતે ચોરસ સમવસરણનું કુલ પ્રમાણ ૧ યોજન થાય છે.
ત્રણે ગઢની દીવાલ પૂર્વની જેમ ૫૦૦ ધનુષ્ય ઊંચી છે.
બીજી રીતે પહેલા ગઢથી બીજા ગઢનું ૧૫૦૦ ધનુષ્ય છે. બીજા ગઢની ભીતનું ૧૦૦ ધનુષ્ય છે. બીજા ગઢથી ત્રીજા ગઢનું અંતર ૧૦૦૦ ધનુષ્ય છે. ત્રીજા ગઢની ભીંતનું ૧૦૦ ધનુષ્ય પ્રમાણ છે. ત્રીજા ગઢથી પીઠના મધ્યભાગ સુધી ૧૩૦૦ ધનુષ્ય છે. આમ, ૧૫૦૦+૧૦૦+૧૦૦૦+૧૦૦+૧૩૦૦ = ૪૦૦૦ધનુષ્ય એકબાજુ બે ગાઉ તેવી જ રીતે બીજી બાજુના પણ બે ગાઉ. કુલ =૧યોજન થાય છે. (૬) - સમવસરણમાં જતાં પહેલા દશ હજાર પગથીયા છે. પગથીયાની પહોળાઈ અને ઉંચાઈ ૧ હાથની છે. દશ હજાર પગથીયા પતી ગયા બાદ પ્રથમ ગઢ આવે છે. પ્રથમ ગઢમાં ૫૦ ધનુષ્યનું પ્રતર છે. ત્યાર પછી ૫૦૦૦ પગથીયા છે. પગથીયા પૂરા થયા પછી બીજો ગઢ છે. બીજા ગઢમાં ૫૦ ધનુષ્યનું પ્રતર છે. ત્યારબાદ પ000 પગથીયા