________________
૧ ૩૫
श्री सङ्घाचार भाष्यम् છે આવો વિચાર કરતો સાર્થવાહ નિધાનના સ્થાન પાસે આવ્યો. નિધાનનું સ્થાન પૂજેલું હતું તથા ખાલી હતું. આ જોઈ સાર્થવાહ રુદન કરવા લાગ્યો. રડતો રડતો સાર્થવાહ બંને બાપલેટાની પાછળ દોડ્યો. ઘણી મુશ્કેલીથી તે ભદ્રિલપુરમાં પહોંચ્યો. નંદ અને સ્કંદ બંનેએ માયાથી તેની ઉચિત ભક્તિ કરી. વસ્ત્ર આદિનું દાન કર્યું.
પિતાપુત્રે બંનેએ સાર્થવાહને કહ્યું, ભાઈ! અમને એ જ રાત્રે વિચાર આવ્યો કે આ નિધિને કોઈ ગ્રહણ નહી કરે એ માટે અમે રાત્રે નિધિ પાસે ગયા. ત્યાં તો નિધિને લઈને કોઈક નાસતું અમને દેખાયું. અમે પણ તેઓને પકડવા માટે ઘણા દૂર સુધી પાછળ ગયા. પણ તેઓ અમને મળ્યા નહિ. આગળ જતાં અને માર્ગ ભૂલી પડ્યા. દુઃખમાં પડેલા અમે કેમે કરીને અમે અમારા ગામમાં આવ્યા.” T પિતાપુત્રની આ વાત સાંભળી સાર્થવાહે પોતાને આપેલ નાસ્તો ગ્રહણ કરી પાછો પોતાના ઘરે આવ્યો.
સાર્થવાહની સાથે ઠગાઈ કરી દત્તનો આખો પરિવાર નિધિસ્થાનમાંથી લાવેલા ધનથી સાંસારિક સુખને અનુભવવા લાગ્યો.
તમે આટલી સંપત્તિ ક્યાંથી મેળવી એવા પ્રશ્ન પૂછનારને ઉત્તર આપવામાં કૂટ, કપટ અને માયામાં મસ્ત આ પરિવાર મૃત્યુ પામ્યા બાદ અનેક દુર્ગતિઓમાં ભટકવા લાગ્યો.
મિત્રની વંચના અને દ્રવ્ય ગ્રહણનો આનંદ આ બંને કારણથી આ પરિવારે ભારે અંતરાય કર્મ બાંધ્યું. દત્ત આદિનો જ્યાં જ્યાં જન્મ થયો ત્યાં તેમને ભોજન આદિ પણ ન મળ્યા. ઘણી જ મહેનતે ભોજન મળ્યું તો પણ થોડુંક જ મળ્યું. ખરેખર, લોભાંધ ચિત્તવાળા જીવો જે પાપકર્મ આચરે છે તેનું પરિણામ અત્યંત દુઃખદાયી હોય છે. અરેરે! આ મૂઢાત્માઓ સરસવ જેટલા સુખના અર્થે થોડાક દિવસ માટે અકાર્ય આચરી નાખે છે. અને તેથી લાંબા કાળનું અને અત્યંત ભારે દુઃખ પ્રાપ્ત કરે છે.
નંદ આદિ ચારે જીવોએ ચારે ગતિમાં પરિભ્રમણ કરી કુણાળા નગરીમાં વિનયંધર શેઠને ત્યાં જન્મ લીધો. નંદ-સ્કંદ બંને વિનયંધરના પુત્રો થયા અને સુંદર અને શીલવતી બંને પુત્રીઓ થઈ. ચારે જણાએ બાલ્યવયમાં સંયમ ગ્રહણ કર્યું. કઠીન તપસ્યા કરીને ચારિત્ર દ્વારા ઘણા કર્મો ખપાવી નાખ્યા. અન્યમુનિઓની વેયાવચ્ચ પણ સુંદર કરી. અંતે કાળ કરીને તેઓ સૌધર્મ દેવલોકમાં દેવ થયા.
ત્યાંથી ચ્યવીને તમે ચારે જણા પિતાપુત્ર પત્ની તથા પુત્રવધૂ થયા. તમે પાપ પણ સમુદાયમાં કર્યું હતુ અને આથી ફલ પણ તમને સમુદાયમાં જ મળ્યું. મંત્રી! તમારા પુત્ર દેવદત્ત સિવાય તમારા પાપો ઘણા નાશ પામ્યા છે.” | મુનિભગવંતે કહેલ પોતાનો પૂર્વભવ સાંભળીને મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મંત્રીની સ્ત્રીને પણ જાતિસ્મરણ થયું. મુનિની દેશના સાંભળી અને માતાપિતાને