________________
૧૩૬
श्री सङ्घाचार भाष्यम् જાતિસ્મરણ ઉત્પન્ન થયું. આથી દેવદતે મુનિભગવંતને કહ્યું, હે પ્રભુ મારા આવા પાપો ક્યારે નાશ પામશે?
દેવદત્ત! તારા પાપનાશનો પ્રયોગ આ પ્રમાણે તું કર.જિનેશ્વર પ્રભુના મુખકમળને તું એકીટશે જો. મનને એકાગ્ર કર. પ્રભુની કેવલી અવસ્થાની ભાવનામાં તારી રૂચિને જગાડ. આમ, તું જિનેશ્વર પ્રભુનું મનમાં ચિંતવન કરતાં કરતાં તારા પાપ કર્મનો નાશ કર.'
પ્રભુની કેવલીઅવસ્થાની ભાવના :
સમવસરણ સ્તવઃ અમે કેવલી અવસ્થામાં રહેલા તથા શ્રેષ્ઠ જ્ઞાન, આનંદ, ધર્મ અને કીર્તિમાં સ્થિર, દેવેન્દ્રો દ્વારા નમસ્કાર કરાયેલ અને સમવસરણમાં બિરાજિત તીર્થકર પ્રભુની સ્તુતિ કરીએ છીએ (૧)
સંઘાચાર ભાષ્યના કર્તા ધર્મઘોષ સૂરિએ (મુનિ અવસ્થામાં ધર્મકીર્તિ વિજયે સમવસરણ સ્તવ નામના ગ્રંથની રચના કરી છે. પ્રથમ શ્લોકમાં વિજાણંદધર્મોકિત્તિ શબ્દો દ્વારા, પોતાના જયેષ્ઠ ગુરુભ્રાતા વિદ્યાનંદસૂરિનું નામ તેમજ ધર્મકીર્તિ પદથી ઉપાધ્યાય પદસ્થિત પોતાના નામનો પણ સંકેત કર્યો છે. દેવિંદ પદથી પોતાના ગુરુ દેવેન્દ્રસૂરિ મ.ના નામનો સંકેત પણ કર્યો છે.)
જિનેશ્વર ભગવંતોને ત્રણે લોકના સમસ્ત ભાવોને જાણનાર કેવળજ્ઞાનની ઉત્પત્તિ જ્યાં થાય તે સ્થળે વાયુકુમાર દેવો એક યોજનાની ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમારો સુગંધી જળનો વરસાદ કરે છે. ઋતુના અધિષ્ઠાતા વ્યંતર દેવો પુષ્પોનો રાશિ કરે છે. વાણવ્યંતર દેવો ચંદ્રકાંતાદિ મણિ, ઈન્દ્રનીલ આદિ રત્ન અને સુવર્ણથી પીઠબંધની રચના કરે છે. (૨-૩)
અત્યંતર ગઢ રત્નનો, મધ્ય ગઢ સોનાનો અને બાહ્ય ગઢ ચાંદીનો હોય છે. પહેલા ગઢના કાંગરા મણિના, બીજા ગઢના કાંગરા રત્નના અને ત્રીજા ગઢના કાંગરા સોનાના હોય છે. પહેલા ગઢની રચના વૈમાનિક દેવો, બીજા ગઢની રચના જ્યોતિષ દેવો તથા ત્રીજા ગઢની રચના ભવનપતિ દેવો કરે છે. (૪)
ગોળ સમવસરણનું પ્રમાણ સમવસરણ બે પ્રકારના હોય છે. ગોળ તથા ચોરસ. ગોળ સમવસરણના ત્રણેય ગઢની પ્રત્યેક દિવાલોની જાડાઈ ૩૩ ધનુષ્ય અને ૩૨અંગુલ હોય છે. ઉંચાઈ ૫૦૦ ધનુષ્યની હોય છે.
પૂર્વદિશાના પ્રથમ ગઢની દીવાલથી લઈ બીજા ગઢની દીવાલ સુધી ૧૩૦૦ ધનુષ્ય. આ જ રીતે પશ્ચિમ દિશાના પ્રથમ ગઢથી બીજા ગઢનું અંતર ૧૩૦૦ ધનુષ્ય. પ્રથમ ગઢનું કુલ= ૨૬૦૦ ધનુષ્ય. એટલેકે ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય. આજ રીતે બીજાથી ત્રીજા ગઢનું બે પડખાનું આંતરુ મેળવતા ૨૬૦૦ ધનુષ્ય થાય છે. ત્રીજા ગઢનું પીઠિકા સુધીનું બંને બાજુનું પણ ૨૬૦૦ ધનુષ્ય છે. ત્રણે ગઢના આંતરા મળી કુલ ૭૮૦૦