________________
श्री सङ्घाचार भाष्यम्
૧૩૩
‘પ્રિયે! અચાનક આવી પડતા દુઃખોમાં પણ જો ચિત્તમાં સંતાપ ઉભો થતો હોય તો પછી જે દુઃખનો પૂર્વમાં નિશ્ચય જ હોય તેમાં ચિત્ત આકુળ વ્યાકુળ કેમ ન બને?’ ‘સ્વામિનાથ! હમણા આવી પડેલા દુઃખનો નિશ્ચય તમને કેવી રીતે થયો હતો?’ ‘દેવી! આપણી કુળદેવીએ આ આપત્તિ પહેલીથીજ જણાવેલી હતી.’ ‘આર્યપુત્ર! દેવીએ પુત્રવિના બીજું કાંઈ આપવાનું કહ્યું ન હતું.’ ‘વસંતસેના! કહ્યુ તો હતું જ, પણ જે ભાગ્યમાં લખાયું હોય તે થાય જ છે.’ जं जेण पावियव्वं इट्ठमणिट्टं पहुत्तमपहुत्तं
तं पुण होइ अवस्सं निमित्तमित्तं परो होइ ॥
આપણા ભાગ્યમાં જે લખાયેલું હોય તે ગમતું હોય કે અણગમતું હોય, સ્વામીપણુ કે સેવકપણુ હોય, તે અવશ્ય પ્રાપ્ત થાય જ છે. આ પ્રાપ્તિમાં બીજા તો માત્ર નિમિત્તભૂત જ બનતા હોય છે.
जंप अणि हे जणस्स सव्वोवि अट्टमं चंदं । राहुगणं तस्सेव अट्टमे कहसु को अवरो ॥
સઘળો ય લોક એમ કહે છે કે આઠમે ચંદ્ર અશુભનું કારણ બને છે, પણ જ્યારે એ ચંદ્રને રાહુ જો ગળી જતો હોય તો એ ચંદ્ર માટે અનિષ્ટનું કારણ કોણ બન્યું કહેવાય? બસ આજ રીતે ગરીબાઈ અવશ્ય મારે લલાટે લખાયેલી જ હતી. અને મને તે પ્રાપ્ત થઈ છે એમાં પુત્રનો શું દોષ છે?’
વસંતસેનાએ પોતાના સ્વામીની વાત સાંભળી અને બોલી, ‘સ્વામીનાથ! આપની વાત સાવ સાચી છે.'
નિર્ધન થયેલા મંત્રી, પુત્ર, પત્ની તથા પુત્રવધૂ ચારે જણા એક ગામમાં ગયા. પિતા અને પુત્ર મહામુશ્કેલીથી પોતાના પેટનો ખાડો ભરવા લાગ્યા. પોતાની ઉપર આવી પડેલ આવું દુઃખ દેખીને તેઓ વૈરાગ્યવાસિત બન્યા. એક દિવસ તેઓએ એક મુનીશ્વરના દર્શન કર્યા. તેમને નમસ્કાર કરીને તેઓએ પૂછયું, ‘હે ભગવાન, અમે પૂર્વભવમાં એવા શું દુષ્કૃત કર્યા હશે?’
‘ભાગ્યશાળીઓ! સાંભળો. ભદ્રિલપુર નગરમાં નંદ નામના શેઠ છે. સુંદરી તેમની પત્ની છે અને સ્કંદ નામનો તેમને પુત્ર છે. પુત્રવધૂનું નામ શીલવતી છે. એક સમય એવો આવ્યો કે નંદશેઠને પૂર્વે ઉપાર્જેલા અશુભ કર્મોના પવન ફુંકાવાથી પુણ્ય રૂપી વાદળા વિખરાઈ ગયા અને નદીના પુરની જેમ તેમનો વૈભવ નાશ પામ્યો. નંદશેઠ અને સ્કંદ પોતાના કુટુંબને વ્યવસ્થિત કરી કાંઈક કરિયાણુ ગ્રહણ કરી ગોલ દેશ તરફ ચાલ્યા. માર્ગમાં તેમને દેવશર્મા નામનો સાર્થવાહ મળ્યો. વાર્તાલાપ આદિ દ્વારા તેઓ એકબીજા ઉપર પ્રીતિવાળા બન્યા. તેઓએ કેટલીક ભૂમિ વટાવી ત્યાંતો મોટી ચીચીયારી પાડતા ચિલાત જાતિના ભિલ્લોની ધાડ પડી. ભયભીત થયેલા