________________
श्री सङ्घाचार भाष्यम्
૧૩૧ ભાગ્યાધીન છે તે કાર્ય તો કેવી રીતે કરી શકાય? છતાં પણ તું વિષાદ નહી કર. હું કુળદેવીની આરાધના કરીને તારી ઈચ્છા પુરી કરી લઈશ. મંત્રીપત્ની વસંતસેનાને આ વાત ગમી ગઈ. મંત્રી ત્યાર બાદ રાજાની પાસે ગયો અને પોતાના ઘરનું વૃત્તાંત રાજાને જણાવ્યું. રાજાની પાસે દશ દિવસની અનુજ્ઞા લીધી. રાજાની આજ્ઞા મેળવી લીધા બાદ પોતાના ઘરે આવી અલંકાર ભોજન આદિનો ત્યાગ કરી ઘરના એક ખુણામાં કુશના આસન ઉપર બેસી મંત્રી કુળદેવતાનું સ્મરણ કરવા લાગ્યા.
સાતમા દિવસે કુળદેવીએ મંત્રીના સત્ત્વની પરીક્ષા કરવા માટે ઘણા ભયંકર દશ્યો બતાવ્યા. મંત્રીનું મન ક્ષોભાયમાન નહી થયેલું જાણી કુળદેવી હર્ષિત થઈ. પ્રત્યક્ષ થઈને મંત્રીને દર્શન આપ્યું.
મંત્રીશ્વર! તમને ગમે તે માંગો'. - “હે દેવી! તમે શું મને જાણતા નથી જેથી કરીને તમે મને એમ કહો છો કે ગમે તે વરદાન માંગ. દેવી, મને તમે મારુ ઈષ્ટ આપી દો.”
મંત્રી! મારુ મન અશાંતિથી ઘેરાયેલું છે તેથી મને ખ્યાલ નથી આવતો કે મારે તને શું આપવું
‘દેવી! તમારા મનની આ મુંઝવણનું કારણ શું છે?
મંત્રી! મારી મુંઝવણનું કારણ એ છે કે તને સંતાનની ઈચ્છા છે પણ મોટો થયેલો તારો પુત્ર તને ઘણો દરિદ્ર બનાવશે. તારુ સત્ત્વ જોઈને હું એક ગડમથલમાં પડી છું કે તને પુત્ર આપવો અથવા બીજું કાઈ આપું. આથી જ મેં તને કહ્યું કે તને ગમે તે માંગ”
કુળદેવીની આ વાત સાંભળી મંત્રી ભયભીત બની ગયા અને વિચારવા લાગ્યા કે આ કેવી ગરીબાઈ! આ ગરીબાઈ વગર મોતે મોત છે. આ ગરીબાઈ દુષ્કાળ ન હોવા છતાં ય ભૂખમરો છે, હવે મારે શું કરવું? આવા વિચારમાં પડેલા શિવદત્ત મંત્રીને ફરીથી દેવીએ કહ્યું, “વત્સ! તને ગમે તે માંગીલે.”
શિવદત્તમંત્રીએ તરત જ પુત્રની માંગણી કરી દીધી. કુળદેવીએ પણ “તથાસ્તુ' કહીને તેની ઈચ્છા પૂરી કરીને મંત્રીને કહ્યુ, “વત્સ! તને પુત્રપ્રાપ્તિ થઈ જ જશે. તેમાં તું શંકા રાખતો નહીં, પણ હવેથી તું ધર્મમાં વિશેષતઃ પ્રવૃત્તિ કરજે.'
દેવી મંત્રીને વરદાન આપી અદૃશ્ય થઈ ગયા. મંત્રીએ પણ કુળદેવીને પૂજ્યા અને ત્યારબાદ ભોજન કર્યુ. વસંતસેના પાસે આવીને કહ્યું, “પ્રિયા! દેવીથી અપાયેલો પુત્ર તારે થશે. વસંતસેનાએ પણ પોતાના સ્વામીની વાણીને સ્વીકારી લીધી.
રાત્રિમાં વસંતસેનાએ સ્વપ્રમાં ખાલી કળશને દેખ્યો. પોતાના સ્વામિનાથને પોતાનું સ્વપ્ર કહ્યું. શિવદત્ત મંત્રીએ કહ્યું કે આપણા ઘરે પુત્રનો જન્મ થશે. વસંતસેનાએ પૂછયું, “પુત્રનો જન્મ તો બરાબર છે પણ સ્વપ્રમાં ખાલી કળશ કેમ દેખાયો.