________________
૧૩૦
श्री सङ्घाचार भाष्यम्
पडिमाण निम्मविज्जइ अवत्थतिगभावणनिमित्तं ॥ ८२ ॥ મોક્ષમા ગયેલ પરમાત્માઓની પ્રતિમાની આગળ આઠ મહાપ્રાતિહાર્યાદિ પરિવાર અવસ્થાત્રિકની ભાવના માટે બનાવવામાં આવે છે.
ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર શ્રી આદિનાથ પ્રભુના સ્તૂપની ઉપર અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત પ્રતિમાનું નિર્માણ કર્યુ.
મહાપુરુષગ્રંથ : આદિનાથ પ્રભુના નિર્વાણ ઉદેશમાં પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે- ભરત મહારાજાએ વર્ધકીરત્નને આદેશ કર્યો કે આ ઉત્તુંગ ગિરિરાજ ઉપર મણિ સુવર્ણ અને રત્નથી યુક્ત અને સોનાની પ્રતિમાથી સંપૂર્ણ સો સ્તૂપનું નિર્માણ કરો. એક એક સ્તૂપમાં મણિરત્નથી વિભૂષિત ૫૦૦ ધનુષ્ય પ્રમાણની એક એક પ્રતિમા આઠ પ્રાતિહાર્યથી સહિત બનાવવી. બાકીના સ્તૂપમાં ક્રમે કરીને કેવલી ભગવંતની પ્રતિમા સ્થાપવી.
પ્રથમસ્તૂપમાં બિરાજમાન કરેલ, ૫૦૦ ધનુષ્ય પ્રમાણની તથા આઠ મહાપ્રતિ હાર્યથી યુક્ત આદિનાથ પ્રભુની પ્રતિમાને ભરતરાજાએ નમસ્કાર કર્યો.
આ પાઠો દ્વારા પ્રભુજીની પ્રતિમા પ્રાતિહાર્યવાળી સિદ્ધ થાય છે. પ્રભુની કૈવલી અવસ્થાને ભાવનાર મંત્રિપુત્ર દેવદત્તની કથા :
અનેક વિજયના સમૂહ રૂપ જંબુદ્વીપ નામનો દ્વીપ છે. ચંદ્રની સોળમી કલાના આકારવાળું ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રમાં લોકના પ્રભાવથી સુંદર કાળ નામનો અરઘટ્ટ છે. બાર આરા રૂપ તેના દેઢ ચક્ર છે. આ કાળ અરઘટ્ટની સાથે ઉત્સર્પિણી અને અવસર્પિણી નામના ગર્દભની અતિદીર્ઘ પંક્તિ જોડાયેલી છે. દિવસ અને રાત્રિ રૂપી નિબિડ ઘટમાળા મનુષ્યોના આયુષ્ય રૂપી જળને ભરી ભરીને ખાલી કરે છે. પાણી પીધા વિના અને ચારો ખાધા વિના જ ચંદ્ર અને સૂર્ય રૂપી બળદો આ ઘટમાળાને ભમાડ્યા કરે છે. કર્મપરિણામ નામનો કુટુંબી સંસારી જીવોનો સમય પસાર થાય તે માટે કાળ અરઘટ્ટને ભમાવી રહ્યો છે અને ક્ષણવાર માટે પણ વિરામ નથી લેતો.
આ ભરતક્ષેત્રમાં ક્યારા જેવી ચંપાનગરી છે. જિતારી નામનો રાજા છે તેને શિવદત્ત નામનો શ્રેષ્ઠમંત્રી છે. વસંતસેના નામની મંત્રીની પત્ની છે. એક દિવસ વસંતસેના પોતાના આંગણે પુત્ર ન હોવાથી દુઃખી થઈ ગઈ. ત્યારે શિવદત્તે તેને કહ્યું, ‘હે પ્રિયે! તું હમણા કેમ દુઃખી દેખાય છે? તે શા માટે ભોજનને પણ છોડી દીધુ છે?’ ‘સ્વામિનાથ! પુત્રના અભાવ વિના બીજું મને કાંઈ દુઃખ નથી. પાણીમાં પડેલી નાની ઘડુલી (જ્યાં સુધી ઘડુલીમાં પાણી ન ભરાય ત્યાં સુધી) ક્ષણ વાર માટે દેખાય છે પરંતુ પુત્ર વિનાનું કુળ તો થોડાક સમય સુધી પણ રહેતું નથી.’
મંત્રી વસંતસેનાને સાંભળી દુઃખી થઈ ગયો અને કહ્યું, ‘હે પ્રિયે! પુરુષ જે કાર્ય પુરુષાર્થ સાધ્ય તથા મતિસાધ્ય હોય તેને તો કોઈપણ રીતે સાધી શકે છે, પરંતુ જે