________________
૧૨૮
श्री सङ्घाचार भाष्यम्
सेसाण चेइयदुमा ससरीरा बारसगुणा उ ॥
અશોક વૃક્ષ સવાયોજનના વિસ્તારવાળું હોય છે. પ્રભુવીરનું અશોકવૃક્ષ બત્રીશ ધનુષ્ય ઊંચુ હોય છે. બાકીના તીર્થંકરોને પોતાના શરીરથી બાર ગણુ ઉંચુ હોય છે. (૨) પુષ્પવૃષ્ટિ : પરિકરમાં માળા ધારકો ઘડવામાં આવેલ હોય છે. તેના દ્વારા વિકુર્વેલા તથા જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલા ઊંધા બીટડાવાળા, સુગંધી તથા પાંચવર્ણના પુષ્પોની સમવસરણની ભૂમિમાં કરેલા જાનુ પ્રમાણ વૃષ્ટિની વિચારણા કરાય છે.
શંકા : સચિત્તના સંઘટ્ટાનો પણ ત્યાગ કર્યો છે તેવા સાધુ ભગવંતોને તાજા પુષ્પોના રાશિ ઉપરથી ચાલવું કેવી રીતે યોગ્ય ગણાય?
ઉત્તરઃ આ શંકાનું સમાધાન કરતા કેટલાક એવો જવાબ આપે છે કે જ્યાં સાધુ ભગવંતો હોય ત્યાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા નથી. કેટલાક કહે છે કે આ સમાધાન બરાબર નથી કારણકે સાધુ ભગવંતો જ્યાં હોય ત્યાં પુષ્પવૃષ્ટિ ન કરે પરંતુ અન્યત્ર સર્વત્ર કરતા હોવાથી સાધુ ભગવંતો તે તે સ્થાને ગમનનો અભાવ થઈ જશે. આવી આપત્તિ ન આવે તેટલા માટે તેઓ કહે છે કે સાધુ ભગવંતો જ્યાં હોય ત્યાં પુષ્પો વિકુર્વેલા હોવાથી સચિત્તનો સંઘટ્ટો થતો નથી. આ સંમાધાન પણ બરાબર નથી કારણકે સમવસરણમાં કરાતી પુષ્પવૃષ્ટિમાં તે પુષ્પો એકલા વિકુર્વેલા જ નથી પણ જળ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલા પણ હોય છે.
આગમમાં પણ કહ્યું છે : વિદ્વારૂં મુäિ નનથનયં વિધ્વંસુમનીરિ । पइति समंतेणं दसद्धवण्णं कुसुमवासं ॥ આભિયોગ્ય દેવો સર્વદિશા અને વિદિશામાં પાંચવર્ણના જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલા પુષ્પની વૃષ્ટિ કરે છે. આ ફુલોના બીટ નીચેના ભાગમાં હોય છે અને પાંદડી ઉપર હોય છે. આ પુષ્પોની ગંધ પ્રધાન અને પ્રબળ હોય છે.
આ બધા સમાધાનોમાં અંતે બહુશ્રુત પુરુષોએ આ પ્રમાણે સમાધાન કર્યુ છેજેમ પરમાત્માના અચિંત્ય પ્રભાવથી સમવસરણના એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પણ અપરિમિત દેવો તથા મનુષ્યોની ભીડ હોવા છતાં પણ એકબીજાને કોઈપણ જાતની પીડા થતી નથી તેમ સાધુ ભગવંતો પુષ્પો ઉપર ચાલે છતાં પુષ્પોને કાંઈપણ પીડા થતી નથી. તત્ત્વ તુ કેવલી ગમ્યું - ખરું રહસ્ય કેવલી ભગવંતો જાણે.
.
(૨) દિવ્યધ્વનિ : પ્રભુજીની પ્રતિમાના ઉભય પડખે વીણાધારકોની મૂર્તિ હોય છે. આ મૂર્તિ દ્વારા ભક્તિથી ભાવવિભોર બનેલા દેવવૃંદ દ્વારા વેણુ વીણા આદિ વાઘને અનુસરનારું, માલકોષ આદિ ગ્રામરાગથી મનોહર, અમૃતના રસ નિતરતા હોય તેવા તથા સઘળાય લોકોને આનંદ આપનાર દિવ્યધ્વનિનું સ્મરણ થાય છે. બહુશ્રુત આચાર્ય ભગવંતો આ વિષયમાં એક વાત કહે છેઃ જોકે પ્રભુજીનો ધ્વનિ અનુપમ છે તો પણ પ્રભુજી જ્યારે દેશના આપે છે ત્યારે અત્યંત બહુમાનથી પ્રેરાયેલા