________________
૧૨૬
श्री सङ्घाचार भाष्यम् નામે શ્રેષ્ઠિપુત્ર થયો. જીવાનંદ તથા કેશવદત્ત આદિ છયે મિત્રોએ દીક્ષાનો સ્વીકાર કર્યો. છયે મિત્રો અચ્યુતમાં દેવપણે સાથે જ ઉત્પન્ન થયા. ત્યાંથી લલિતાંગનો જીવ જંબુદ્રીપના પૂર્વવિદેહમાં પંડિરિકણી નગરીમાં વજ્રનાભ તરીકે ઉત્પન્ન થયા અને સ્વયંપ્રભાનો જીવ તેમના સારથી તરીકે ઉત્પન્ન થયો. બંને જણાએ તીર્થંકર શ્રી વજસેન ભગવાન પાસે દીક્ષા સ્વીકારી અને સર્વાર્થસિદ્ધમાં દેવ બન્યા.
પિતાજી! તીર્થંકરપ્રભુ વજ્રસેન પાસે મેં સાંભળેલું કે વજ્રનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે. આ જ પ્રભુ ઋષભદેવને જોતા મને જાતિસ્મરણ થયું અને જાણ્યું કે બધાં જ તીર્થંકરો એક દેવદૂષ્યને ધારણ કરનારા હોય છે. તેઓ જિનલિંગમાં તીર્થંકર થાય છે. પરંતુ અન્યલિંગ, સાધુલિંગ કે ગૃહસ્થલિંગમાં તીર્થંકર થતાં નથી.
મારા અને આદિનાથ પ્રભુના આ પ્રમાણે ભવો થયા છે. (૧) નિમિકા (૨) લલિતાંગ- સ્વયંપ્રભા (૩) શ્રીમતી-વજંઘ (૪) યુગલિક-મનુષ્ય (૫) સૌધર્મ દેવમાં દેવ (૬) કેશવ-જીવાનંદ (૭) અચ્યુતમાં દેવ (૮) વજ્રનાભ-સારથી (૯) સર્વાસિદ્ધ (૧૦) આદિનાથ- શ્રેયાંસ.
શ્રેયાંસે પોતાના પિતા સોમપ્રભને આ વાત જણાવી. શ્રેયાંસની વાત સાંભળી પિતા તથા તેના પરિવારજનો પણ ભક્તિથી હવે ભાતપાણી વહોરાવા લાગ્યા. શ્રેયાંસ દ્વારા જ્યાં પ્રભુને ઈક્ષુરસથી પારણું કરાવ્યું ત્યાં પીઠ બનાવવામાં આવ્યું. ત્યારથી આદિકર મંડલની પ્રસિદ્ધિ થઈ.
ધરણેન્દ્ર નાગરાજાના વચનથી નમિએ દક્ષિણ દિશામાં રથનૂપુર ચક્રવાલ નગરમાં અને ઉત્તરદિશામાં વિનમિએ શ્રી ગગનવલ્લભ નગરમાં નિવાસ કર્યો.
પ્રભુ પ્રત્યે ભક્તિવંત બનેલા નમિ વિનમિએ પોતાના બધાં જ નગરોમાં આદિનાથ પ્રભુ અને ધરણેન્દ્રનાગરાજની સ્થાપના કરી. ધરણેન્દ્ર નાગરાજે પણ આ વિદ્યાધરો વિદ્યાબળના અભિમાનથી અંધ બની અન્યાય અનીતિ ન કરે માટે એક મર્યાદા સ્થાપી.
‘શ્રી જિનેશ્વર ભગવંતો, જિનચૈત્યો, મહામુનિઓ, તદ્ભવ મોક્ષગામી અને યુગલ (મિથુન)નો જે પરાભવ કરશે તે તરત જ વિદ્યાભ્રષ્ટ થશે.’ આ મર્યાદાને રત્નની ભીંત ઉપર લખીને નમિ-વિનમિને વિદ્યાધરપતિ તરીકે સ્થાપીને ધરણેન્દ્ર શીઘ્ર અંતર્ધ્યાન થયા.
શુદ્ધઆશયવાળા નમિ-વિનમિ છદ્મસ્થાવસ્થામાં રહેલા પ્રભુનું ધ્યાન ધરતાં ધરતાં અને આ રાજ્યાદિ પ્રભુની ચરણસેવાની ઉપાસનાનું ફળ છે એવું વિચારતા વિચારતા અવશ્ય ફળદાયક આદિનાથ પ્રભુની ત્રણે સંધ્યાએ પૂજા કરવા લાગ્યા. અને પોતાના સમયને દોગુંદક દેવની જેમ પસાર કરવા લાગ્યા.
આદિનાથ પ્રભુએ દીક્ષા લીધા બાદ એક વરસને અંતે પ્રભુને બાહુબલીના પુત્ર સોમપ્રભ અને સોમપ્રભના પુત્ર શ્રેયાંસે ગજપુરમાં ઈક્ષુરસથી પારણુ કરાવ્યું. ત્યારબાદ