________________
श्री सङ्घाचार भाष्यम्
૧૨૧
ભમરાઓનો સમુદાય ત્યાં આવીને ગુંજારવ કરી રહ્યો છે. જેમ ચંદ્ર અને સૂર્ય મેરુપર્વતની સેવા કરે છે તેમ નમિ-વિનમિ પોતાના હાથમાં ખુલ્લી તલવાર લઈને પ્રભુના બંને પડખે ઊભા રહીને રાત અને દિવસ પ્રભુની સેવા કરે છે. ત્રણે સંધ્યાએ પ્રભુને નમી દરરોજ એક વિનંતી કરે છે, સ્વામી ! આપને છોડીને અમારો બીજો કોઈ સ્વામી નથી. આપ જ અમને રાજ્ય આપો.'
એક દિવસ ત્યાં ધરણેન્દ્ર નાગરાજ પ્રભુના ચરણોમાં વંદન કરવા માટે આવી પહોંચ્યાં. પ્રભુની પાસે નમિ-વિનમિને માંગતા જોઈ તેમને કૌતુક થયું અને કહ્યું, ‘હે ભાગ્યશાળીઓ ! તમે કોણ છો ? તમે પ્રભુ પાસે શું માંગી રહ્યાં છો ? જ્યારે પ્રભુ આપતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા ? પ્રભુ તો દરેકને ઈચ્છાનુસાર દાન આપતા હતા. હવે તો સ્વામીનાથ નિષ્પરિગ્રહી બની ગયા છે. પોતાના શરીર ઉપર પણ પ્રભુને હવે મમત્વ રહ્યું નથી. વાંસલાથી છેદવામાં આવે કે ચંદનનું વિલેપન કરવામાં આવે તો પણ પ્રભુ પ્રસન્ન થતા નથી કે નારાજ થતા નથી. પ્રભુ છદ્મસ્થ છે તો પણ છદ્મ એટલે માયા વિનાના છે. હવે તો આ પ્રભુ મૌન ધારણ કરી અનિયત પણે વિહાર કરી રહ્યાં છે.'
ધરણેન્દ્રના આ પ્રશ્નોથી નમિ-વિનમિને લાગ્યું કે જરૂર આપણા પ્રભુનો આ કોઈક સેવક લાગે છે. આ જ અમારી ઈચ્છા પૂરી કરશે. નમિ-વિનમિએ આવો વિચાર કરી ગૌરવ સાચવવા પૂર્વક ધરણેન્દ્રને કહ્યું, ‘અમે આ જ પ્રભુના દાસ છીએ. પ્રભુના જ આદેશથી અમે દૂર દેશમાં ગયાં હતાં. અમે અહીંયા હતા નહિ ને પ્રભુએ તો પોતાના બધા પુત્રોને રાજ્ય આપી દીધું !'
જો કે પ્રભુએ પોતાની પાસે રહેલું બધું જ આપી દીધું છે તો પણ મહાપુરુષોની ઉપાસના ક્યારેય નિષ્ફળ જતી નથી.
पहुणो अत्थि न अस्थि व इय चिंता नो कयावि कायव्वा । किंतु विहेया सेवा सयकालं सेवगजणेण ॥
પોતાના પ્રભુની પાસે છે કે નહિ તેની ચિંતા ક્યારેય પણ દાસે કરવી ન જોઈએ, પરંતુ સેવકે હરહંમેશ પોતાના સ્વામીનો વિનય કરતા જ રહેવાનો છે.’
નમિ અને વિનમિની આ ઈચ્છા સાંભળી ધરણેન્દ્રે તેમને કહ્યું, ‘ભાઈ! તમારે જો રાજ્ય જોઈએ છે તો તમે ચક્રવર્તી ભરતની સેવા કરો. સ્વામીનો પુત્ર પણ સ્વામી જેવો જ ગણાય છે.’
નમિ અને વિનમિને ફરીથી આ પ્રમાણે કહેતા ધરણેન્દ્રને તેઓએ પ્રત્યુત્તર આપ્યો, ‘પ્રભુએ છેલ્લે સાંવત્સરિક મહાદાન આપી બધા લોકોની આશાને પૂરી કરી, પગે લાગેલી ધૂળની જેમ રમતા રમતા રાજ્યના ભારને છોડી દીધો છે. પ્રભુ છદ્મસ્થ હોવા છતાં માયા વિનાના છે છતાં પણ દીનદુઃખીયાઓની ઈચ્છાને પૂરી કરવા માટે