________________
श्री सङ्घाचार भाष्यम्
૧ ૨૩ બધા જ કામ શાંતિથી કરવા, કારણ કે ઉતાવળ કાર્યને બગાડે છે. પેલો મૂર્ખા રઘવાયો બન્યો અને સોનાના પીંછા આપનારો મોર કાગડો બની ગયો.
મોર કાગડો બનીને ઊડી ગયો, આથી મૂર્ખ માણસવિલખો પડ્યો. ક્રોધે ભરાયેલા યક્ષે પણ પૂર્વે આપેલા સોનાના પીંછાને હરીને, તેને દૂર ફેંકી દીધો. મોરના પીંછા હરાઈ જતા તે પાછો દુઃખી દુઃખી બની ગયો.”
નમિ અને વિનમિની આ વાત સાંભળી ધરણેન્દ્ર નાગરાજ સ્તબ્ધ બની ગયાં અને તેમણે કહ્યું, ‘ભાઈ, હું પ્રભુનો સેવક ધરણેન્દ્ર નાગરાજ છું. આ જ સ્વામી સેવવા યોગ્ય છે અને બીજાની સેવા અમે નહિ કરીએ એવી તમારી પ્રતિજ્ઞા ધ્રુવ તારાની જેમ નિશ્ચળ છે.ખરેખર તમને ધન્યવાદ છે.
તમે જેમ આ પ્રભુના સેવક છો તેમ હું પણ આ જ પ્રભુનો સેવક છું. તમે જે પ્રભુની સેવા કરી છે તેના જ ફળ તરીકે હું તમને વિદ્યાધરાધિપતિપણું આપું છું. આ ફળ તમને પ્રભુની સેવાથી જ મળ્યું છે તેમ ગણજો પણ બીજાની સેવાથી નથી મળ્યું એવું સમજજો. આ વાત સાચી છે. કારણ કે અરુણોદયને કારણે થયેલો પ્રકાશ પણ સૂર્યનો જ માનવામાં આવે છે.
નમિ વિનમિતે ધરણેન્દ્ર આ પ્રમાણે સમજાવી પાઠ માત્રથી સિદ્ધિ થવા વાળી ગૌરી-પ્રજ્ઞતિ આદિ અડતાલીસ હજાર વિદ્યાઓ આપી અને કહ્યું, “વૈતાઢ્ય પર્વત ઉપર જઈ બંને શ્રેણિમાં ઉત્તમનગરોને સ્થાપી નિષ્ફટકપણે રાજ્ય કરો.”
નમિ અને વિનમિએ આદિનાથ પ્રભુને નમસ્કાર કરી પુષ્પક નામનું વિમાન વિકુવ્યું. ધરણેન્દ્રની સાથે બેસીને તેઓ વૈતાઢ્ય ગિરિ તરફ ચાલ્યા. તેઓએ પણ માતાપિતાની પાસે તેમજ અયોધ્યામાં જઈને ભરત મહારાજાને જણાવ્યું કે અમને આ સમૃદ્ધિ પ્રભુની સેવાથી પ્રાપ્ત થઈ છે. ત્યાં જઈ હરખઘેલા બનેલા નમિ વિનમિએ પોતાના સ્વજનોને પરિવાર સહિત વિમાનમાં બેસાડ્યા અને ક્ષણવારમાં તેઓ વેતાર્યો પર્વત ઉપર પહોંચ્યા.
૨૫ યોજન ઉંચા, ૫૦ યોજન વિસ્તારવાળા, રજતમય, ચાર શ્રેણિવાળા, સિદ્ધાયતનથી શોભતા, નવ કૂટવાળા આવતાઠ્ય પર્વત ઉપર ભૂમિતલથી દશયોજનની ઉંચાઈ ઉપર દશયોજન વિસ્તારવાળી ઉત્તર શ્રેણિમાં પ૦ નગરો અને દક્ષિણ શ્રેણિમાં ૬૦ નગરો વસાવ્યા. રથનૂપુર ચક્રવાલમાં નમિએ નિવાસ કર્યો. વિનમિએ ગગનવલ્લભ નગરમાં નિવાસ કર્યો.
ભક્તિથી ભરેલા નમિવિનમિએ શ્રી આદિનાથ પ્રભુ અને ધરણેન્દ્ર નાગરાજની
*દક્ષિણ શ્રેણિમાં ૫૦નગર નમિએ વસાવ્યાં અને રથનૂપુર ચક્રવાલમાં નિવાસ કર્યો. ઉત્તરશ્રેણિમાં ૬૦ નગર વિનમિએ વસાવ્યાં અને ગગનવલ્લભનગરમાં નિવાસ કર્યો. (ત્રિષષ્ટિ શલાકા-પર્વ-૧-સર્ગ-૩)