________________
૧૨૦
श्री सङ्घाचार भाष्यम् વિચાર કરી દીક્ષા ગ્રહણ કરતી વેળાએ જ ઉત્પન્ન થયું. કચ્છ, મહાકચ્છ આદિ ૪ હજાર રાજાઓએ પણ પોતાની જાતે જ લોચ કરી પ્રભુ ઉપરની ભક્તિને કારણે પ્રભુની સાથે જ વ્રતને સ્વીકાર કર્યો.
જેમ હાથીનું બચ્ચું હાથીની પાછળ પાછળ જાય છે તેમ કચ્છ-મહાકચ્છ આદિ મુનિઓ પણ પ્રભુને પગલે-પગલે ચાલવા લાગ્યા.
સાગર જેમ પોતાના પેટાળમાં અસંખ્ય જીવોને (સત્ત્વોને) સમાવી શકે છે તેમ મહાન સત્ત્વશાળી આદિનાથ પ્રભુ મૌન ધારણ કરી વિચરવા લાગ્યા. પ્રભુ
જ્યારે ભિક્ષા માટે જાય છે ત્યારે સ્વામી પ્રત્યેની ભક્તિને કારણે હાથી, ઘોડા, કન્યા, વસ્ત્રો, આભૂષણો તથા આસન આદિ આપવા લાગ્યા, પરંતુ તેઓ ભિક્ષાના આચારને જાણતા ન હતા આથી પ્રભુને ભિક્ષા આપતા ન હતા. પ્રભુની સાથે કચ્છ, મહાકચ્છ આદિ મુનિને પણ ભિક્ષા ન મળી. તેઓ પણ સુધાથી અભિભૂત થયા. કુસેવકોની જેમ આ મુનિઓ સ્વામીને એકલા મૂકીને ચાલ્યા ગયા. ગંગા કાંઠાના વનમાં જઈને કંદમૂળ આદિનો આહાર કરવા લાગ્યા.
પૂર્વે પ્રભુની આજ્ઞાથી કચ્છ-મહાકચ્છના પુત્રો નમિ વિનમિ દૂર-દેશાંતર ગયાં હતાં. તેઓ કચ્છ-મહાકચ્છ જ્યાં નિવાસ કરતા હતા તે જ માર્ગેથી પાછા ફરી રહ્યાં હતાં. પોતાના પિતામુનિને જોઈને તેઓ વિષાદગ્રસ્ત બન્યા અને કહ્યું કે, આદિનાથ જેવા નાથ હોવા છતાં તમે શા માટે અનાથ જેવા દેખાવો છો? તેઓએ પણ પોતાનું વૃત્તાંત જણાવીને કહ્યું, “પુત્રો! જેમ પાણીમાં ઉત્પન્ન થયેલા દેડકા પાણી વિના રહી શકતા નથી તથા કીડાઓ અન વિના રહી શકતા નથી એમ અમે પણ પાણી અને અન્ન વિના પ્રભુ સાથે રહી શકીએ એમ નથી. તમે અયોધ્યામાં જઈને ભરતની સેવા કરો. ભરત તમને સહાય કરશે.' નમિ અને વિનમિએ કચ્છ-મહાકચ્છ મુનિની વાતને અવગણી આદિનાથ પ્રભુ પાસે આવ્યા. આદિનાથ પ્રભુ સીમનગ પર્વત ઉપર પ્રતિમા ધારણ કરીને રહ્યાં હતાં. નમિવિનમિએ પ્રભુની પાસે આવીને વિનયપૂર્વક નમસ્કાર કર્યો અને કહ્યું, હે નાથ ! આપે આપના ભરત આદિ પુત્રોને રાજ્ય આપ્યું, હવે અમને પણ આપ રાજ્ય આપો. આપે અમારો એવો કયો અવિનય દેખ્યો છે જેથી અપ્રસન્ન થઈને આપ અમારા પ્રશ્નોનો પ્રત્યુત્તર પણ આપતા નથી. જો આપ નહીં બોલોને તો પણ અમારી ગતિ પણ આપ છો અને અમારી મતિ પણ આપ જ છો.”
નમિ-વિનમિ બંને જણા આ પ્રમાણેનો નિશ્ચય કરીને ઋષભદેવ પ્રભુને જ સેવવા લાગ્યા. કમલિનીના પાંદડામાં સરોવરમાંથી પાણી લાવીને પોતાના પાપપુંજનો નાશ કરવા માટે પ્રતિદિન પ્રભુની આગળ ભૂમિ ઉપર પાણી છાંટે છે. પ્રસન્નતા પૂર્વક પ્રભુની આગળ પુષ્પનો રાશિ થાપે છે. પુષ્પોની સુગંધથી