________________
૧ ૧
૦
श्री सङ्घाचार भाष्यम् दिटुंपि भुवणनाहस्स । साहेइ समणभावं छउमत्थो एस पिंडत्थो ॥२२१॥
કેશ વિનાનું મસ્તક તથા મુખને દેખવા માત્રથી જ પ્રભુની શ્રમણાવસ્થા જણાઈ આવે છે.
આ રીતે છાસ્થાવસ્થાની ત્રણ અવસ્થા-જન્માવસ્થા, રાજ્યવસ્થા તથા શ્રમણાવસ્થાની ભાવના કરવી એજ પિંડસ્થાવસ્થા છે.
છઘસ્થાવસ્થામાં શમણાવસ્થાની જ ભાવના કરવી એવો અન્ય મતઃ પ્રભુની પ્રતિમા જોઈને છઘસ્થાવસ્થામાં માત્ર શ્રમણાવસ્થાની જ ભાવના કરવી. આવો કેટલાક આચાર્ય ભગવંતનો મત છે.
શંકાઃ આ વ્યાખ્યા પ્રમાણે “વષ્યોર્દિ છ૩મસ્થ', સ્નાન કરાવનારા તથા પૂજકો દ્વારા પ્રભુની છઘસ્થા ભાવવી એ કેવી રીતે સંગત થશે ? કારણ કે સ્નાન કરાવનારા તેમજ પુષ્પ દ્વારા પૂજા કરનારા દેવોને દેખીને પ્રભુની શ્રમણાવસ્થા કેવી રીતે ભાવી શકાય ?
સમાધાનઃ છઘકાળમાં આદિનાથ પ્રભુની પાસે રહીને નમિવિનમિ પ્રભુની ઉપાસના-પૂજા આદિ કરે છે. તેમજ જ્યારે પ્રભુજી દીક્ષા ગ્રહણ કરે ત્યારે દેવેન્દ્રો અસુરેન્દ્રો તથા રાજેન્દ્રો આવીને પ્રભુને સ્નાન કરાવે છે, પ્રભુને પૂજે છે આવી છદ્મસ્થાવસ્થાની વિચારણા શ્રમણાવસ્થામાં કરવાની છે, અર્થાત્ પરિકરમાં રહેલા સ્નાન કરાવનારા તેમજ પૂજકોને દેખીને એવો વિચાર કરવાનો છે કે દેવો પ્રભુનો દીક્ષા મહોત્સવ ઊજવી રહ્યાં છે, નમિવિનમિ આદિ શ્રમણ બનેલા પ્રભુની ઉપાસના કરી રહેલ છે.
નમુભૂર્ણ સૂત્રમાં જે ય અઈયા સિદ્ધા' આ ગાથામાં પ્રભુની છઘસ્થાવસ્થા ભાવવામાં આવી છે.
જે ય અઇયા સિદ્ધા દ્વારા દ્રવ્ય અરિહંત ભગવંતોને વંદના કરવામાં આવી છે. તીર્થકરના જીવને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રાપ્ત થાય ત્યાં સુધી દ્રવ્ય અરિહંત કહેવાય છે. દ્રવ્ય અરિહંતોને વંદના તે પ્રભુની છઘસ્થાવસ્થાને વંદન છે.
નમિ-વિનમિનો સંબંધઃ દોરી બાંધેલા ધનુષ્ય જેવા ભરત ક્ષેત્રમાં કોશલા નામની નગરી છે. જેમ અમરાવતી અશ્વિનીકુમાર (નાસચ્ચ) તથા સુંદર રત્નોથી યુક્ત છે તેમ કોશલામાં અસત્ય અને જુગાર જેવા વ્યસનો નથી તથા સુંદર રત્નોથી સુશોભિત છે.
કોશલા નગરીમાં વ્યસની (વસણ) ક્યાંય જોવા મળતા ન હતા. માત્ર વસણ (વસ્ત્ર) શબ્દનો પ્રયોગ વણકરોની શાળામાં જ થતો હતો. પરિવર્તન વૃક્ષોની છાયામાં થતું હતું, મારા શબ્દ કામદેવ માટે જ વપરાતો હતો. મમ્મણ (માર્ગણ) શબ્દ બાણ માટે જ વપરાતો હતો. (અર્થાત્ માંગણી નગરમાં ન