________________
આ પાક ઉના
श्री सङ्घाचार भाष्यम्
૧૧૫ સુવર્ણ આદિ ઉત્તમ ધાતુઓથી પ્રતિમાજીનું નિર્માણ કરવામાં આવે છે. પ્રતિમાજી બની ગયા પછી પોલાણમાં ભરેલા મીણને દૂર કરવામાં આવે છે. પ્રભુજીનું રૂપ ઝગારા મારવા લાગે છે. આ ઝગારા મારતા રૂપમાં રુપાતીત પ્રભુની કલ્પના કરવાની છે. પ્રભુનું સ્વરૂપ જ્યોતિર્મય છે અને રુપ (પ્રતિમાનું ૫) જ્યોતિર્મય છે. આમ, પ્રભુનાં રૂપમાં રુપાતીતની કલ્પના છે.
બહિરાત્મા તથા અંતરાત્મા : विभवश्च शरीरं च बहिरात्मा निगद्यते । तदधिष्ठायको जीवस्त्वन्तरात्मा सकर्मकः ॥
સમૃદ્ધિ તથા શરીરમાં મારાપણાના અનુભવને બહિરાત્મા કહેવામાં આવે છે. આત્મા શરીરનો અધિષ્ઠાતા છે. અર્થાત્ શરીર આધાર છે અને આત્મા આધેય છે તેમજ કર્મને જ કારણે જીવને શરીરમાં રહેવું પડે છે. આવી માન્યતા અંતરાત્માની છે. પરમાત્મા નિરાતો નિરાકાંક્ષી નિર્વિવન્યો નિર: |
___ परमात्माऽक्षयोऽत्यक्षो, ज्ञेयोऽनंतगुणोऽव्ययः ॥ જેમની સામે ક્યારે આતંકો આવતા નથી, જેમની આકાંક્ષાઓ નાશ પામી છે, જેઓ શુભાશુભ વિકલ્પ વિનાના બન્યા છે, જેમનો આત્મા રાગદ્વેષથી લેપાયેલો નથી, જેમનો આત્મા અવિનાશી તથા ઈન્દ્રિયથી અગમ્ય છે, અનંત ગુણોનો સ્વામી અને જેમના જ્ઞાનાદિ ગુણોનો ક્યારેય વિનાશ નથી તેનો આત્મા પરમાત્મા છે.
यथा लोहं सुवर्णत्वं प्राप्नोत्यौषधियोगतः । आत्मध्यानात् तथैवात्मा परमात्मत्वमश्नुते ॥
તેવા પ્રકારની ઔષધિઓનો સંયોગ થાય અને લોખંડ સુવર્ણ બની જાય છે તેમ આત્મધ્યાનમાં નિમગ્ન થયેલો આત્મા પરમાત્મા બની જાય છે.
આ પરમાત્મા પુરુષલિંગ આદિ ત્રણે લિંગ વિનાનો છે, એના સર્વે કાર્યો સિદ્ધ થઈ ગયા છે, તે હવે એક જ છે. રાગાદિ અંજન વિનાનો છે, આહાથી મુક્ત બન્યો છે એવું પરમાત્માના સ્વરૂપનું ચિંતન પંડિત પુરુષોએ કરતા રહેવું જોઈએ.
“પ્રભુની છઘસ્થાવસ્થા કેવી રીતે વિચારવી” તે જણાવવા માટે આચાર્ય ભગવંત મૂળગ્રંથની ગાથાના આદ્યપદને કહે છે.
ण्हवच्चगेहिं छउमत्थवत्त्थति ॥ गाथा-१२ પૂર્વ આઇપદ ગાથાર્થ - જિનેશ્વર પ્રભુની પ્રતિમાના પરિકરમાં સ્નાન કરાવનારા દેવો તથા પૂજા કરનારાઓ વડે પ્રભુની છઘસ્થાવસ્થા