________________
૧ ૧ ૬
श्री सङ्घाचार भाष्यम् વિચારવાની છે.
ટીકાર્ય પ્રતિમાજીના પરિકરમાં હાથીની અંબાડીમાં દેવો બેઠેલા હોય છે, તેમના હાથમાં કળશ હોય છે, આ કળશ દ્વારા પ્રભુને તેઓ સ્નાન કરાવે છે. કેટલાક દેવો પુષ્પોની માળાને પોતાના હાથમાં ધારણ કરીને ઊભા હોય છે. આ દેવો પ્રભુના પૂજકો છે.
આ સ્નાન કરાવનારા અને પૂજા કરનારા દેવો વડે પ્રભુની છદ્મસ્થાવસ્થા ભાવવાની છે.
છઘસ્થાવસ્થાના ત્રણ પ્રકારઃ (૧) જન્માવસ્થા (૨) રાજ્યાવસ્થા (૩) શ્રમણાવસ્થા.
ચેઈયવંદણ મહાભાસમાં પ્રસ્થાવસ્થાના ત્રણે પ્રકારની વિચારણા કરવામાં આવી છેઃ
(૧) જન્માવસ્થાઃ પરિકરમાં દેવસમૂહનું નિર્માણ કરવામાં આવે છે. આ દેવોએ પોતાના બંને હાથમાં કળશને ધારણ કર્યા હોય છે. આ દેવવૃંદમાં મોખરે ઐરાવણ હાથી ઉપર દેવેન્દ્ર બેઠેલા હોય છે. દેવો ગીતો ગાઈ રહ્યાં હોય છે, વાજીંત્રો વગાડી રહ્યાં હોય છે.
મેરુપર્વતના ઉન્નત શિખર ઉપર જન્માભિષેકની ઉજવણી કરવામાં ઉતાવળા થયેલા કરોડો દેવતાઓ (૧) ઉત્તમ રત્નોના (૨) ચાંદીના (૩) સોનાના તથા મિશ્ર (૪) સોનારૂપાના (૫) સોના રત્નનાં (૬) રૂપારત્નના (૭) સોનારૂપા રત્નના (૮) સુગંધીદાર માટીના- આ આઠ પ્રકારના ઉત્તમ કળશો વડે તરત જન્મેલા પ્રભુને સ્નાન કરાવી પ્રભુનો જન્મ મહોત્સવ અતિ આનંદભેર ઊજવે છે. આવી જન્માવસ્થાની ભાવના પરિકરમાં રહેલા કળશધારી દેવોને જોઈને મનમાં કરવામાં આવે છે. (ચેમ.૨૧૮-૨૧૯)
(૨) રાજ્યાવસ્થાઃ પ્રભુના પરિકરમાં પુષ્પમાળાને હાથમાં ધારણ કરીને રહેલા દેવો તથા વસ્ત્ર, આભૂષણ, વિલેપન તથા પુષ્પોથી પૂજાયેલા પ્રભુજીને દેખીને પુષ્પમાળા તથા આભૂષણ આદિ રાજભૂષણોથી શોભતા અને રાજ્યલક્ષ્મીને ભોગવતા જિનેશ્વર પ્રભુને ભાવવામાં આવે છે. આ રીતે તીર્થકર પ્રભુની રાજ્યાવસ્થા ભાવવામાં આવે છે. (ચેઈય.મહાભાસ-૨૨૦)
(૩) શ્રમણાવસ્થા: પ્રભુના મસ્તક ઉપર તેમજ દાઢી-મૂછના વાળ નથી તે જોઈને પ્રભુની શ્રમણાવસ્થાની ભાવના કરાય છે. સંયમ સ્વીકારીને પ્રભુ પંચ મુષ્ટિ લોચ કરે છે અને પછી પ્રભુને કેશ ફરીને ઉગતા નથી. આથી પ્રભુના મુખને જોઈને શ્રમણાવસ્થા સરળતાથી જણાઈ જાય છે.
ચેઈયવંદણમહાભાસમાં પણ કહ્યું છે- મવાય સી મુદ્દે ગ્ર