________________
૧૧ ર
श्री सङ्घाचार भाष्यम् પ્રિયા અનિલયશાની સાથે વસુદેવે જિનેશ્વર પ્રભુને પ્રણામ-વંદન આદિ કરી ત્યાં વિદ્યાધરોને ખ્યાલ ન આવે તે રીતે તેમના મહોત્સવને જોવા લાગ્યો. એક જગ્યાએ શામળી વૈડૂર્યમાલા નામની વિદ્યાધરીને જોઈ. આ વૈડૂર્યમાલા મુક્તિને આપનાર જિનેશ્વર પ્રભુની ભક્તિથી ભાવવિભોર થઈને આખી રાત નૃત્ય કરી રહી હતી.
વસુદેવહિંડી. ત્યાં શુભ્ર અને કોમળ વસ્ત્રોનું પરિધાન કરીને આવેલી વિદ્યાધરોની કુલવૃદ્ધા પ્રિયદર્શનાએ કહ્યું, “બેટીવૈડૂર્યમાલા! આજે તારે નિશ્ચયે ઉપવાસ કરવાનો છે. ઉપવાસ કરીને આજે ત્રણે જગતમાં ઉત્તમોત્તમ આદિનાથ પ્રભુ અને નાગરાજની સામે મન મૂકીને તારે નાચવાનું છે, માટે ઔદાર્યગુણથી યુક્ત હે પુત્રી ! તું હવે નર્તન કરવા માટે તૈયાર થા. ત્યાર બાદ દાસીએ વિનંતી કરતા મનને હરનારી મહાકન્યા બહાર આવી. મયુરનો કંઠ અને નીલ મરકત મણિ સરખા વર્ણવાળી, ચંદ્ર જેવા સૌમ્ય મુખ મંડળવાળી વૈડૂર્યમાલા મનોહર રંગભૂમિમાં આવીને નૃત્ય માટે સજ્જ થઈ. જિનેશ્વર પ્રભુના બિંબને બે હાથ જોડી શિર ઝૂકાવી નમસ્કાર કર્યો. પ્રભુની આગળ જ ગીત અને સંગીતના તાલની સાથે તેના ચરણ નાચવા લાગ્યા. નૃત્યના મદ અને કરણ નામના પ્રકારો વડે ૩૨ પ્રકારના નૃત્ય તેણીએ પ્રભુની સામે કર્યા.
વૈડૂર્યમાલાના નૃત્યમાં સમગ્ર રાત્રિ વ્યતીત થઈ ગઈ.દિનકરનો ઉદય થતા, વિદ્યાધરોના સમૂહે આ મહોત્સવને ઉજવીને પોતાના નગર તરફ પ્રયાણ કર્યું.
વસુદેવ પ્રાતઃકાળે ઊઠીને શ્રાવકને અવશ્ય કરવા યોગ્ય સામાયિક તથા પચ્ચખાણ આદિ કરીને જિનાલયમાં ગયો.
દેવેન્દ્રવલ્લો જિનસMવિધાનંદ ઈત્યાદિ સ્તુતિઓ દ્વારા તેણે પ્રભુની સ્તુતિ
કરી.
વસુદેવહિંડીમાં પણ કહ્યું છે. વસુદેવે પ્રાતઃકાળે શ્રાવકોચિત સામાયિક આદિ આરાધનાને સમ્યક પ્રકારે કરી, પચ્ચખાણને ગ્રહણ કર્યું અને ત્યાર બાદ કાઉસ્સગ્ગ, સ્તુતિ તથા વંદના કરીને પુષ્પો ચુંટવા માટે સરોવરમાં ઉતર્યો.
અન્યગ્રંથમાં પણ કહ્યું છે. શ્રાવક પ્રાતઃકાળ તથા સાયંકાળ આ બંને સમયે સ્તવન અને સ્તુતિની પ્રધાનતાવાળુ ચૈત્યવંદન કરે.
હાલમાં આ ચૈત્યવંદના દેવસી પ્રતિક્રમણમાં આદિમાં ચાર થોય દ્વારા અને રાઈ પ્રતિક્રમણમાં અંતે ચાર થોય આદિથી કરવામાં આવે છે.
મહાનિશીથ ચિયવંદણપડિકમણું-ગાથામાં પણ સવારના પ્રતિક્રમણમાં અંતે અને દેવસી પ્રતિક્રમણમાં આદિમાં થોયનું વિધાન છે.
મૂલાવશ્યક ટીકાઃ પૂર્વમાં ત્રણ સ્તુતિ કરવી. આ સ્તુતિઓ ઊંચા શબ્દથી ન બોલવી, કારણ કે મોટેથી બોલવાથી ગરોળી આદી જીવો જાગી જાય. સ્તુતિ બાદ દેવ વાંદે અને પછી “બહુવેલ સંદિસાવંતિ” આદેશ માંગે.