________________
૧ ૧૦
श्री सङ्घाचार भाष्यम् કરવા લાગ્યા.
વસુદેવહિંડી તુતીયખડ ધરણેન્દ્ર નાગરાજે વિદ્યાધરોની સમક્ષ તેમના આચારની સ્થાપના કરી. “વિદ્યાધર હવે પછી તમારે પાંચ નદીઓના સંગમસ્થાને આઠમથી લઈને સંજયંતકેવળી અને નાગરાજાનો અઠાઈ મહોત્સવ કરવો. અહીંયા વૈતાઢય પર્વતની બંને શ્રેણીઓના વિદ્યાધરોએ અવશ્ય ભેગા થવાનું છે.”
આ પ્રમાણે વિદ્યાધરોનો આચાર સ્થાપી ધરણેન્દ્ર નાગરાજ દેવોની સાથે પોતાના સ્થાનમાં પહોંચ્યા.
આ દૃષ્ટાંતમાં ભવ્યજીવોના પ્રતિબોધ માટે સંજયંત મુનિની સિદ્ધ પ્રતિમાની પૂજા આદિ કહ્યાં, પણ અહીંયા તો પ્રભુની પૂજા માટે ભોજન બનાવનાર મૃગબ્રાહ્મણનું દૃષ્ટાંત પ્રસ્તુત છે. અર્થાત્ એનો અહીંયા મુખ્ય અધિકાર છે.
મૃગબ્રાહ્મણના દષ્ટાંતમાં અગ્રપૂજાનું ફળ સાંભળી મોક્ષ પર્વતના સુખોને આપનાર અગ્રપૂજા ઉત્તમભોજન, નૈવેદ્ય તથા ફળ આદિથી સદૈવ કરવી જોઈએ.
ફળ નૈવેધ તથા આહારપૂજામાં મૃગાપહાણનું દૃષ્ટાંત સમાપ્ત.
હવે ભવ્યજીવો ઉપર વિશેષ ઉપકાર થઈ શકે એટલા માટે રાત્રિની સિદ્ધ પૂજા, સ્તુતિ અને પ્રદીપાદિપૂજાને બતાવવા માટે સામનગ પર્વતનો સંબંધ બતાવવામાં આવે
રાત્રિની સિદ્ધ પૂજા આદિના વિષયમાં સીમનગ પર્વતનો અધિકાર
વાયુરથ નામનો વિદ્યાધર છે. તેની બહેન અનિલયશા છે. એક દિવસ અનિલયશાએ વસુદેવને લલિતપુરમાંથી લાવીને એક પર્વત ઉપર મૂક્યો.
વસુદેવે અનિલયશાને પ્રશ્ન કર્યો, “હે કોમલાંગિની ! તું મને શા માટે અહીંયા લાવી છે?”
અનિલયશાએ કહ્યું, “આ સીમનગ પર્વત વીમાનના નામથી ઓળખાય છે. વીમાન પર્વતની ટોચે ધરણેન્દ્ર નાગરાજે આદિનાથ પ્રભુનું જિનાલય બનાવ્યું છે. આ જિનાલયનું નામ ધરણો ભેદ છે. આ સ્થાને પ્રતિમામાં રહેલા આદિનાથ પ્રભુની સામે નમિ અને વિનમિતે ધરણેન્દ્ર નાગરાજે પ્રથમવાર વિદ્યા આપી હતી.
વળી, આ પવિત્ર સ્થળે ધરણેન્દ્ર એક નિયમ પણ બનાવેલો છે કે આ સ્થાને રહેલા પોતાના શત્રુને પણ જે કદર્થના કરશે તો તરત જ તેનો કુળ સાવ વિનાશ થશે.
આ સીમનગ પર્વત ઉપર અચળ તથા બળભદ્રને જ્યાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું ત્યાં શ્રી વિજયરાજાએ પણ જિનાલય બનાવ્યું છે અને આ ત્રીજુ જિનમંદિર અમિતતેજે બનાવ્યું છે. શત્રુઓ સીમનગ પર્વત ઉપર આવી શકે તેમ ન હોવાથી તમને અહીં લાવ્યા છે.
વસુદેવ આ સઘળી હકીકત જાણી દ્રહમાં સ્નાન કરવા માટે ગયો. સ્નાન કરી