________________
૧૦૮
તિર્યંચના ભવોમાં ઘણા દુઃખોને સહન કરી ઘણા કર્મોને ખપાવી નાખ્યાં.
श्री सङ्घाचार भाष्यम्
ત્યાર બાદ તે નદીના કાંઠે રહેતા ગૌસ્ટ્રંગ તપસ્વીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ મૃગશૃંગ પાડવામાં આવ્યું. તે અજ્ઞાનકષ્ટમાં જ મસ્ત રહેતો હતો. એક દિવસ એક વિદ્યાધર વિમાનમાં બેસીને જતો હતો. મૃગશૃંગે આ જોઈને નિયાણુ કર્યું. મૃગશૃંગ મૃત્યુ પામીને વજદંષ્ટ્ર તથા વિદ્યુજિલ્લાના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ વિĒષ્ટ પાડવામાં આવ્યું.
વજાયુધ દેવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને વીતશોકા નગરીમાં વિજ્યંત રાજાના સંજયંત પુત્ર તરીકે ઉત્પન્ન થયા. એ સંજયંત તે જ હું છું. શ્રીદામનો જીવ પણ બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકથી આવીને જયંત નામનો મારો ભાઈ થયો. તેણે ચારિત્રને ગ્રહણ કર્યું પણ કાંઈક વિરાધના કરી આથી તે કાળ કરી ધરણેન્દ્ર દેવ બન્યો. વિધુર્દષ્ટ્રને મારા ઉપરનું વેર ઓછું થયું ન હતું આથી તે મને અહીં ઉપાડીને લાવ્યો.
આ વિદ્યુર્દષ્ટે જો પુરોહિતના ભવમાં કષાયનો ત્યાગ કરી મનમાં વિચાર્યું હોત કે મારા જ દોષને કારણે અત્યંત દુઃસહ એવું દુઃખ આવી પડ્યું છે તો તેને નાગ, ચમર, સાપ, ધૂમપ્રભા, અજગર, અતિકષ્ટ તથા માઘવતી નરક આદિ ભવોમાં દારુણ દુઃખો સહન કરવાનો વારો ન આવત.
‘દુઃખો પોતાના જ દોષોને કારણે આવી પડે છે. માટે મોહ વિનાના એવા મોક્ષના સુખની ઈચ્છા હોય તો હરહંમેશ ક્રોધને જીતી લેવો. લોભ અને મોહને છોડી દેવા. આ જ રીતે ભવસાગરનો પાર પામી શકાશે.’
વિદ્યુર્દષ્ટ આપની ઉપર કેમ વેર રાખે છે આવી શંકાનું સમાધાન સંજયંત કેવલીએ કહ્યું.
ત્યાર બાદ ધરણેન્દ્રની સાથે આવેલા વિદ્યાધરોએ કેવલી ભગવંતને પૂછ્યું કે હે પ્રભુ ! ભૂતકાળમાં કેટલા તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યમાં કરેલા તીર્થંકરો થશે ?
‘આદિનાથ પ્રભુ આદિ ૧૨ તીર્થંકર ભગવંતો ભૂતકાળમાં થઈ ગયા છે અને હવે વિમલનાથ આદિ૧૨ તીર્થંકર ભગવંતો થશે.’ સંજયંત કેવલીએ જવાબ આપ્યો. વીતભય દેવ તથા ધરણેન્દ્ર નાગરાજે કેવલી ભગવંતને વિનંતી કરી, ‘પ્રભુ ! અમને આપ એ જણાવો કે હવે પછી અમે બંને ભેગા થઈશું કે નહિ? તેમજ અમને સમ્યગ્ દર્શન સુલભ થશે કે નહીં ?’
‘ભાગ્યશાળી ! તમે બંને મથુરામાં જન્મ લેશો. મથુરાના રાજા મેરૂમાલી અને રાણી અનંતશ્રી તથા અમિતગતિના તમે પુત્ર થશો. તમારું નામ મંદર અને સુમેરૂ પાડવામાં આવશે. મેરૂમાલી રાજા તમને બંનેને રાજ્ય આપી શ્રી વિમલનાથ પ્રભુ પાસે પ્રવ્રજ્યા સ્વીકારશે અને પ્રભુજીના ગણધર થશે. એક દિવસ તમને બંનેને પણ