________________
૧૦૬
श्री सङ्घाचार भाष्यम् જીભથી આસ્વાદ માણી શકાય છે આ જેમ પ્રસિદ્ધ છે તેમ શાસ્ત્રમાં આ વાત પ્રસિદ્ધ છે કે રસના આસ્વાદથી રાગનો ઉદ્ભવ થાય છે.
રાગ આસ્વાદથી ઉભો થાય છે માટે રસાસ્વાદનો ત્યાગ કરી અહિંસા ધર્મ પાળવાની ઈચ્છાથી માંસનો સદા ત્યાગ કરવો જોઈએ, કારણ કે માંસભક્ષણ એહિંસાનું મૂળ કારણ છે.
આ માંસનું ભક્ષણ એ દોષરૂપ છે, કારણ કે માંસની ઉત્પત્તિ ઘાસમાંથી, લાકડામાંથી કે પથ્થરમાંથી થતી નથી. માંસની પ્રાપ્તિ જીવની હત્યા કરીને જ થાય છે.
માડેય નષિએ પણ કહ્યું છે - “પોતાના જીવનને ઈચ્છી રહેલા એવા હણાયેલા અથવા મરેલા પ્રાણીઓના માંસને જે મનુષ્ય ખાય છે તેને પણ પ્રાણીઓના વધ કરનારની જેમ હિંસા કરનારો જાણવો, કારણ કે માંસને ખાનાર જ ન હોત તો ઘાતક પણ ન હોત. હિંસક માણસ જીવનો વધ માંસભોજીઓના અર્થે જ કરે છે, જો તેને માંસ ખાનારા ન મળે તો તે હિંસક જીવોનો વધ કરે નહિ.
કોઈક એમ કહે કે માંસ તો અભક્ષ્ય છે માટે હિંસક માંસભોજન માટે હિંસા કરતો નથી, આ કથન તો અમને ઈષ્ટાપત્તિરૂપ છે. કારણ કે જીવવધ તો માંસભક્ષણ માટે કરાશે નહી અને તેથી હવે પ્રાણીઓનો વધ પણ થશે જ નહિ.
માંસની ખરીદી કરનાર ધન આપીને જીવનો વધ કરે છે. માંસભક્ષણ કરનાર માંસ ભક્ષણ કરી જીવની હિંસા કરે છે અને જીવની હિંસા કરનાર વધુ અને બંધ દ્વારા જીવનો ઘાતક બને છે.
માંસ લાવનાર, માંસ ભક્ષણની અનુમતિ આપનાર, જીવવધ કરનાર, માંસની ખરીદી કરનાર, માંસનું વેચાણ કરનાર, માંસને સંસ્કારિત કરનાર તથા માંસ ભક્ષણ કરનાર આ બધાં જ જીવનો વધ કરનારા કહેલા છે.
આ પ્રમાણે મહારાજા કૃષ્ણ! ચાર પ્રકારે બતાવેલી આ અહિંસા પ્રત્યેક ધર્મોના સાર સ્વરૂપ છે.”
વજાયુધ રાજર્ષિના મુખથી રત્નાયુધ રાજાએ દેશના સાંભળી દયામય એવા ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો અને માંસ ત્યાગનો નિયમ ગ્રહણ કર્યો. ત્યાર બાદ માતા રત્નમાલા અને રત્નાયુધ રાજા મહાત્માને નમસ્કાર કરી પોતાના આવાસે ગયા.
આ બાજુ વજાયુધ રાજર્ષિ પોતાના શરીર ઉપર પણ મમત્વવિનાના બની એકાંત પ્રદેશમાં અહોરાત્રિક પ્રતિમાને સ્વીકારીને રહ્યાં. પેલા અજગરના જીવે ધૂમપ્રભા નરકમાંથી નીકળીને ચક્રપુરમાં દારુણ નામના કસાઈને ત્યાં જન્મ લીધો. તેનું નામ અતિકષ્ટ પાડવામાં આવ્યું. એક સમયે તે જઈ રહ્યો હતો ત્યાં તેણે પ્રચંડ તપસાધનામાં નિરત વજાયુધ મહાત્માને જોયા. તલવારના ઘા લગાવી મહાત્માના દેહના ખંડખંડ કરી નાખ્યા, છતાં પણ મહાત્મા ધ્યાનથી વિચલિત ન થયા અને કાળ કરી સર્વાર્થસિદ્ધ
'