________________
श्री सङ्घाचार भाष्यम्
૧૦૧ અને વિચારવા લાગ્યો, “અરે! આ મહાનુભાવ તો મારા પુત્ર હતા. આજે મારા મનમાં “ રહેલા ભાવોને પણ જાણે છે.”
અશનિવેગે સિંહચંદ્ર રાજર્ષિને વિનંતી કરી, “હે મહાત્મા મને હવે તમે ધર્મનો ઉપદેશ આપો. આપના જેવા મહાત્માઓ તો દયા કરવામાં અત્યંત રસિક હોય છે.”
મુનિએ હાથીને જ્યારે ધર્મ સમજાવ્યો ત્યારે હાથી મહાત્માને અપલકનેત્રે જોવા લાગ્યો. તેનું મુખ વિકસ્વર થઈ ગયું. તેના શરીરના સંવાડા ખડા થઈ ગયા. કાન દઈને મુનિ ભગવંતની દેશનાને સાંભળવા લાગ્યો. “હે હાથી! તે આ ભવસાગરમાં અનેક વિડંબનાઓને સ્વયં અનુભવી છે. એ વિડંબનાને તે જાતે જ અનુભવી છે તો તને મારે શો ઉપદેશ આપવો? છતાં પણ મારે તને કંઈક કહેવું છે.
તું હાથીના ભવને પામ્યો છે તે તું દેખે છે છતાં પણ તને સંદેહ થાય છે કે શું હું હાથી છું, કારણકે પહેલા તો હું હાથી ન હતો. તે પૂર્વમાં રાજા હતો અને હવે તું નાગરાજ બન્યો છે એવું તું કોઈને કહે, તો પણ તારી વાત સ્વીકારવા તૈયાર ન થાય અને પૂર્વમાં તે રાજ્ય સુખો અનુભવ્યા હતા તેમાનું હમણા કાંઈ દેખાતું નથી. આ બધી માયા જાદુગર જેવા કર્મરાજાની છે, કારણકે કર્મરાજાને ન માનીએ તો પહેલા ક્યાંથી તું રાજા હોય અને હમણા ક્યાંથી તિર્યંચ હોય? - પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો દુઃખોનો જ્યાં સુકાળ છે એવા સંસારમાં તું દુઃખોની વચ્ચે દુઃખી થઈ રહ્યો છે. ભાઈ! હવે તું શોકને તિલાંજલિ આપ અને જિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલા ધર્મને સ્વીકાર.
આ સંસારમાં લોકોના ચિત્તને આલ્હાદ ઉપજાવનારી ચપળનેત્રવાળી નારી પ્રાપ્ત થાય છે, પણ આ સંસારમાં ક્લેશ ઉપજાવનારા કર્મનો ચૂરો કરી નાખવામાં સમર્થ એવો આ જિનધર્મ પ્રાપ્ત થતો નથી.
લાખો શત્રુઓ પરાજિત થઈ જાય, રાજસુખો પ્રાપ્ત થાય, પણ અંધારીયા કુવા જેવા આ સંસારમાંથી પડેલા જીવને ડૂબતો બચાવવામાં સમર્થ એવો જિન ધર્મ પ્રાપ્ત થતો નથી. - વિનય કરવામાં ચતુર એવી સુરસુંદરીઓ જેને નમસ્કાર કરે છે એવા દેવેન્દ્રોની પદવી પ્રાપ્ત થાય છે, પરંતુ મોક્ષસુખોના ફળ આપનાર આ ધર્મ પ્રાપ્ત થતો નથી.”
અશનિવેગ હાથીએ મહાત્માની દેશના સાંભળીને સમ્યકત્વ મૂળ બારવ્રતનો સ્વીકાર કર્યો, જીવન પર્યત અબ્રહ્મનો ત્યાગ કર્યો અને છઠ્ઠને પારણે છટ્ટ કરવાનો પણ જીવન પર્યંતનો અભિગ્રહ સ્વીકાર્યો.
અવ્રતીમાંથી વતી બનેલા હસ્તીરાજને મહાત્મા સિંહચંદ્ર મુનિએ હિતશિક્ષા આપી :
ભાઈ! અરિહંત પરમાત્મા જ દેવ છે, બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા જ ગુરુઓ