________________
श्री सङ्घाचार भाष्यम्
૯૯
‘સાંભળ, પેલા શ્રીભૂતિ પુરોહિતે ભદ્રમિત્ર સાર્થવાહની થાપણને દબાવી દીધી હતી. તારા પિતા સિંહસેન રાજાએ પુરોહિતને વિડંબના કરી અને દેશનિકાલ કર્યો. આર્તધ્યાન કરતો શ્રીભૂતિ રાજા ઉપરના રોષરૂપ વિષને નહી છોડતો મૃત્યુ પામીને રાજાના ધનભંડારમાં અગંધન નાગ થયો. આ અગંધન નાગ જ સિંહસેન રાજાને કરડ્યો. ત્યાંજ મૃત્યુ પામેલા રાજા વનમાં અભિનવેગ નામના હાથી બન્યા છે. તેનું અશનિવેગ નામ પાડ્યું હતું.'
જેમ રાજા સપ્તાંગ રાજ્યથી યુક્ત હોય, ઉત્તમ જાતિના હોય, અચિંતિત દાનની વૃષ્ટિ કરનારા હોય તેમ અનિવેગના સાતે અંગ મજબૂત તથા સુંદર હતા, ઉત્તમજાતિનો હતો તેમજ તે ઘણા મદજળને વહાવતો હતો. ઈન્દ્રિયને દમન કરનારા મુનિની જેમ તે સુંદર દાંત વાળો હતો. (સુદંત-સારા દાંત, ઈન્દ્રિય દમન), જેમ સેવક પોતાના માથા ઉપર ઘડો ધારણ કરે તેમ અનિવેગંનું મસ્તક કુંભસ્થળથી શોભતું હતું. તેના ઘાટા કૃષ્ણવર્ણને કારણે જાણે એવું લાગતું કે અંજન ગિરિ પર્વત જંગમભાવને પામેલો શોભી રહ્યો છે.
આ બાજુ સતત સ્વાધ્યાયમાં રત, અપ્રતિબદ્ધ પણે વિહાર કરનાર, પાંચ સમિતિઓનું પાલન કરનાર, સ્વગુરુની અનુજ્ઞાથી એકાકી પ્રતિમાને સ્વીકારનાર સિંહચંદ્ર રાજર્ષિ કોઈક સાર્થની સાથે એક વનમાં ગયા.
જેમ લંકા નગરી વિશાળ કિલ્લાથી યુક્ત છે, શ્રેષ્ઠ વાણિજ્ય વ્યાપાર અહીંયા છે, કુલીન પુરુષો અહીં વસે છે તેમજ અહીં રાક્ષસો દિવસે પણ પ્રગટ પણે ફરે છે. આથી સુશોભિત છે. તેમ આ વન પણ વિશાળ શાલવૃક્ષોથી યુક્ત છે, આ વનમાંથી શ્રેષ્ઠ વણિકો પસાર થાય છે તેમજ રાક્ષસ જેવા લાગતા ખાખરાના વૃક્ષો અહીં પ્રગટ દેખાય છે.
આ વનમાં એક વિશાળ સરોવર હતું. સરોવરનો કિનારો અખંડ વનખંડથી સુશોભિત હતો. મહામુનિના મનની જેમ સરોવરનું પાણી નિર્મળ હતું.
આ સરોવરની નિકટમાં ભોજનનો સમય થતાં સાથે પડાવ નાખ્યો. સહુ ત્યાં આગળ નિર્ભીક પણે રાંધવું પકાવું આદિ કરવા લાગ્યા. કેટલાક ઈધણા માટે, કેટલાક પાણી માટે, કેટલાક તૃણ માટે તથા કેટલાક રસોઈ આદિના કામમાં લાગી ગયા હતા. આ બાજુ પેલો અનિવેગ હાથી પોતાની હાથિણીઓ સાથે સરોવરમાં પાણી પીવા માટે અને જલક્રીડા કરવા માટે આવ્યો. આજે અહીં સાર્થને દેખતા તે કોપાયમાન થઈ ગયો. તેની આંખો લાલઘૂમ થઈ ગઈ. પાણીથી ભરેલા વાદળાની જેમ તે ગર્જના કરવા લાગ્યો. તેના ગંડસ્થળમાંથી મદજળ વહેવા લાગ્યું. પવનને પણ જીતી લે એવા વેગથી તે સાર્થની સામે દોડ્યો. ક્રોધથી મુખરૂપી ગુફાને ફાડીને જમની જેમ ખાવા માટે ઉન્માર્ગે ઘસી આવતા આ હાથીને સાથે દેખ્યો.