________________
श्री सङ्घाचार भाष्यम् બ્રાહ્મણ કુટુંબે એ સમયે રાજકુળમાં ભોગફલક જન્મ પ્રાપ્ત થાય તેવો પુણ્યબંધ કર્યો. કેવું છે પૂજાનું માહાત્મ્ય!
કહ્યું છે-તનિયમેળ ય મુશ્લો વાળેળ ય ધ્રુતિ ઉત્તમા મોળા / देवच्चणेण रज्जं अणसणमरणेण इंदत्तं ॥
૯૮
તપ અને નિયમો આચરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, દાન દ્વારા ઉત્તમ ભોગસુખની પ્રાપ્તિ થાય છે, દેવપૂજા દ્વારા રાજ્યસુખ મળે છે અને અનશન કરવાથી દેવેન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે. શિવધર્મોત્તરમાં પણ કહેલું છે
पूजया विपुलं राज्यमग्निकार्येण संपद : । तपः पापविशुद्ध्यर्थ, ज्ञानं ध्यानं च मुक्तिदम् ॥ પૂજાથી વિપુલ રાજ્ય, અગ્નિકાર્યથી (યજ્ઞાદિથી) સંપત્તિ, તપથી પાપની વિશુદ્ધિ અને જ્ઞાન ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ બ્રાહ્મણ પરિવારમાંથી મૃગબ્રાહ્મણની પત્ની મદિરા પહેલી મૃત્યુ પામી. તેણીનીએ મરીને પ્રતિષ્ઠ નામના નગરમાં અતિબલ રાજા અને સુમતિ રાણીની ડ્રીમતી નામની પુત્રી તરીકે જન્મ પ્રાપ્ત કર્યો. યુવાવસ્થાને પામેલી, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખકમળવાળી હીમતીની સાથે પોતનપુરેશ પૂર્ણભદ્રના લગ્ન કરવામાં આવ્યા.
આ બાજુ મદિરા મૃત્યુ પામતા પુત્રી વારુણીનો પણ વિયોગ થશે એવા ભયથી સંગમક સંનિવેશમાંજ પ્રતિરૂપ નામના બ્રાહ્મણ સાથે વારુણીના લગ્ન કર્યા. વારુણી ઉપરના અત્યંત રાગને કારણે મૃગબ્રાહ્મણ લોકોને ઠગીને ધનાદિ મેળવી દીકરીને આપે છે. આ પ્રમાણે મૃગે માયા કરવાથી સ્ત્રીપણુ બાંધ્યું.
जो चवलो सढभावो मायाकवडेहिं वंचए सयणं । न य कस्सइ वीसत्थो सो पुरिसो महिलिया होई ॥
જે પુરુષમાં ચંચળતા છે, લુચ્ચાઈ છે, જે માયા કપટ દ્વારા સ્વજનોને ઠગે છે, જે કોઈને વિશ્વસનીય નથી તે પુરુષ સ્ત્રીનો અવતાર પ્રાપ્ત કરે છે.
મૃગબ્રાહ્મણે સાધુપણું ન પાળ્યું હોવા છતાં પણ વિષયોની ભાવના તેમનામાં ન હતી, આથી તે મૃત્યુ પામીને રાજા પૂર્ણભદ્ર અને રાણી હીમતીની પુત્રી તરીકે જન્મ ગ્રહણ કર્યો. તે જ હું રામકૃષ્ણા છુ. વારુણી મૃત્યુ પામીને મારા પુત્ર પૂર્ણચંદ્ર તરીકે જન્મી. પૂર્ણચંદ્ર! પૂર્વભવમાં તું મારી પુત્રી હતી અને આ ભવમાં પુત્ર છે, આ મારા ઉપર તારા સ્નેહનું કારણ છે.’
રામકૃષ્ણા સાધ્વીના મુખથી પોતાનો પૂર્વભવ સાંભળી પૂર્ણચંદ્ર રાજાએ રામકૃષ્ણા સાધ્વીજીના ચરણોમાં પડી નમસ્કાર કર્યો અને પૂછ્યું, “ભગવતી, સિંહસેન રાજા મરીને ક્યાં ઉત્પન્ન થયા છે?’