________________
श्री सङ्घाचार भाष्यम् કારણકે- સંસારી શરીર વયેત્નીવોમતીનિસાર ,
વં સંમ્ભવ મરાસમં નસરસવું છે આ સંસારી જીવોનું શરીર કેળની કોમળ છાલની જેમ સાર વિનાનું છે. (અર્થાત્ છાલને ફેંકી દેવામાં આવે છે તેમ શરીર પણ નકામું છે.) શરીરનું રૂપ સંધ્યાના રંગ જેવું નાશવંત સ્વરૂપવાળું છે.
આ યુવાની મદોન્મત્ત ગજરાજના કર્ણ જેવી ચંચળ છે. પવનથી ચલાયમાન થતી દીવાની જ્યોતની જેમ આ જીવન ક્ષણિક છે. હાલના સંયોગનો પણ એક સમયે વિયોગ થાય છે. આ વેષયિક સુખો ભોગવતા મીઠા લાગે છે અને પરિણામે આ જ મીઠા સુખો કડવા થઈ જાય છે. વધારે તો શું કહેવું? આ ભૌતિક સુખો તો ભયંકર હાલાહલ વિષ સરખા છે.
હે પુત્રી! જ્યાં સુધી મૃત્યુ આલિંગન કરતું નથી, શરીર નિરોગી છે, ઈન્દ્રિયો એના વિષયોને સારી રીતે ગ્રહણ કરી શકે છે અને ઘડપણ દૂર છે ત્યાં સુધી તું પણ તારા આત્માનું કલ્યાણ કરવા માટે ઉદ્યમી બન.
પોતાના સંસારી સંબંધે માતા એવા પ્રવર્તિની સાધ્વીજી શ્રી હ્રીમતીનો ધર્મોપદેશ સાંભળી રાણી રામકૃષ્ણાએ સંસારનો ત્યાગ કરી પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. પુત્રસિંહચંદ્ર પણ નાનાભાઈ પૂર્ણચંદ્ર ઉપર રાજ્યનો ભાર નાખી સંયમનો સ્વીકાર કર્યો. સૂત્રાર્થને ગ્રહણ કર્યા બાદ સાધ્વીજી રામકૃષ્ણાને પ્રવર્તિની પદે સ્થાપી સાધ્વીજી હીમતી સદ્ગતિને પામ્યા.
પ્રવર્તિની સાધ્વીજીએ પ્રચંડ તપધર્મની આરાધના દ્વારા ઘાતિકર્મનો નાશ કર્યો અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેઓ વિચરતા વિચરતા એક સમયે સિંહપુર નગરમાં આવી પહોંચ્યા. રાજા પૂર્ણચંદ્રના કોઠારમાં સાધ્વીજી રોકાયા. હર્ષોલ્લાસથી રોમાંચિત થયેલા રાજા પૂર્ણચંદ્ર સાધ્વીજી મહારાજને પ્રણામ કર્યા અને બોલ્યો, “હે ભગવતી! આપ ભવિષ્યકાળ, વર્તમાન કાળ તથા ભૂતકાળને જાણો છો, તેથી આપ મને કહો કે પૂર્વભવમાં આપણા એવા ક્યા સંબંધો હતા કે જેથી કરીને મને આપની ઉપર ઘણો જ સ્નેહ ઉભરાય છે.”
“હે રાજા! સંસારમાં પરિભ્રમણ કરતા જીવે ભૂતકાળમાં બધાં જ સંબંધો વારંવાર પ્રાપ્ત કર્યા છે. દરેક જીવોએ સઘળાય જીવોના માતાપિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર પુત્રી, મિત્ર સ્વજન આદિ સંબંધોને પ્રાપ્ત કરેલા છે. તને મારા ઉપર ઘણો સ્નેહ છે એનું કારણ નિકટના ભાવોમાં આપણો ગાઢ પરિચય છે. સાંભળ,
કોશલા નામનું જનપદ છે. ત્યાંના લોકો જૈનધર્મમાં અત્યંત અનુરાગી છે. કોશલા જનપદમાં સંગમક નામના નિવેશના લોકો ચુસ્ત ધાર્મિક છે. આ સંગમક નિવેશમાં મૃગ નામનો બ્રાહ્મણ છે. તેના હૈયામાં જૈનધર્મ પ્રત્યે રાગ છે. જૈનધર્મથી બીજો કોઈ