________________
૯૪
श्री सङ्घाचार भाष्यम्
કહ્યુ, ‘રાજન, હવે શ્રીભૂતિનો ભાંડો ફુટી જશે.’
સુબુદ્ધિના કહેવા પ્રમાણે ગુપ્ત રમત રમતા સિંહસેન રાજાએ પુરોહિત પાસેથી તેની મુદ્રા ગ્રહણ કરી. આ મુદ્રા એક બુદ્ધિશાળી દ્વારપાળને આપી. દ્વારપાળ પુરોહિતના ઘરે ગયો. ત્યાં જઈને તેને શ્રીભૂતિની પત્નીને કહ્યું, ‘પુરોહિતજીએ આ મુદ્રા આપી છે અને ભદ્રમિત્રની ધનગ્રંથીને આપો. દ્વારપાળે ધનગ્રંથીને લઈને રાજાને અર્પણ કરી, ‘લો સાર્થવાહ આ તમારી ધનની પોટલી', રાજાએ પોટલી ભદ્રમિત્રને આપી.
‘આપની કૃપા’ આટલું બોલીને ભદ્રમિત્રે પ્રસન્નતા સાથે પોતાની ધનગ્રંથીને ગ્રહણ કરી. રાજાએ રાજપુરોહિતને પોતાના નગરની હદ બહાર કર્યો.
ભદ્રમિત્ર થાપણને ગ્રહણ કરી પોતાના નગર તરફ જવા લાગ્યો. માર્ગમાં તેને વિચાર આવ્યો કે સમુદ્રમાંથી કેમે કરીને જીવતો બચ્યો છું. હવે મારે આ ધંધો કરવો નથી. મારા ધનને સારા ક્ષેત્રમાં વાપરી હું સંયમનો અંગીકાર કરીશ. આવો વિચાર કરતો કરતો તે અરણ્યમાં સુઈ ગયો.
આ બાજુ ભદ્રમિત્રની માતા પ્રવાસે ગયેલા ભદ્રમિત્રના વિયોગને કારણે રાતદિવસ રડતી હતી. ભોજનમાં અરૂચિ થવાને કારણે તે માંદી પડી અને આર્તધ્યાન કરવા લાગી.
‘આ ભદ્રમિત્ર પુત્રરુપે થઈ મારી ઉપર વેર વાળે છે તો પણ પુત્રને નહિ દેખીને અસમર્થ બનેલી પરવશ બનેલી હું મરી જઈશ' આ પ્રમાણે આર્તધ્યાનમાં ડૂબેલી ભદ્રમિત્રની મા મરી ગઈ અને જ્યાં ભદ્રમિત્ર સૂતો હતો ત્યાં જ વાઘણ રૂપે ઉત્પન્ન થઈ હતી. વનમાં સુતેલા પુત્ર ભદ્રમિત્રને વાઘણ બનેલી માતાએ ફાડી નાખ્યો. ત્યાંથી મરીને ભદ્રમિત્ર સિંહપુરમાં સિંહસેન રાજાના પુત્ર સિંહચંદ્ર તરીકે ઉત્પન્ન થયાં. સિંહચંદ્રના જન્મ બાદ સિંહસેન રાજાને ત્યાં પૂર્ણચંદ્ર નામના બીજા પુત્રનો પણ જન્મ થયો.
એક સમયે સિંહસેન રાજા પોતાના ધનભંડારમાં પ્રવેશ્યા. ત્યાં એક રોષાયમાન થયેલો નાગ અત્યંત નિષ્ઠુર બનીને રાજાને કરડ્યો. વિષ એવું તીવ્ર હતું કે રાજા ભૂમિ ઉપર પડ્યા. અનેક ઉપાયો આદર્યા પણ એકે ય ઉપાય કારગત નીવડ્યો નહિ.
અંતે એક શ્રેષ્ઠ વાદી આવ્યા. તેને બધાં સાપને ત્યાં બોલાવ્યા. જે નાગ નિર્દોષ હતા તેને છોડી દીધા. એક અગંધનકુળનો નાગ રહ્યો. વાદીએ તેને વિદ્યાના બળથી કહ્યું, ‘હે અગંધન નાગ! આ ઝેરને તું પાછું લઈ લે અથવા ન પીએ તો બળબળતા અગ્નિમાં પડ.’
આ સાંભળીને અભિમાનને ધન માનનારા એવા નાગે અગનજ્વાળાથી વ્યાપ્ત અગ્નિમાં પ્રવેશ કર્યો, પરંતુ વમેલા ઝેરને પાછું પીધુ નહી.
દશવૈકાલિક : पक्खंदे जलियं जोई, धुमकेउं दुरासयं ।