________________
श्री सङ्घाचार भाष्यम्
૯૩ મેઘપંક્તિ આકાશમાં ઉન્નતિ પામી ઉંચે પહોંચી.
ક્ષણમાં દેખાય તથા ક્ષણમાં અલોપ થઈ જતી અત્યંત ચંચળ વીજળી બધીજ દિશાઓને પ્રકાશિત કરતી ઠગારા પુન્યવાળાની સમૃદ્ધિની જેમ આકાશમાં ચમકી રહી છે. સમુદ્રના પાણી દરેક ક્ષણે આકાશમાં ઉછળે છે અને નીચે પડે છે. નટપુત્રીની જેમ જહાજ નૃત્યકળાને જાણે શીખી રહ્યું છે. અચાનક ફુટી રહેલા બ્રહ્માંડની જેમ અતિ કરુણ રુદનને એકબીજાના ગળામાં બાઝી પડેલા લોકો કરતા હતા.
હા પિતા, હમણા અમારી રક્ષા કરો. હા માતા, અમારું શું થશે? હે કુળદેવતા! તમે પણ હમણા ક્યાં ચાલ્યા ગયા છો? શું કરુણાભીના હૈયાવાળો કોઈ દેવ, દાનવ કે પરોપકાર કરનારો એવો કોઈ માણસ અહીંયા નથી કે જે અમારા આ સંકટને દૂર કરે.” - જ્યારે ભાગ્યે જ અવળું હોય ત્યારે દયામણા શબ્દો, રુદન, મનનો સંતાપ કે પોકાર કરવાથી પણ કોઈ રક્ષણ કરવા માટે આવતું નથી, એવું જણાવતું જહાજ જાણે શોકના શબ્દોને સાંભળવા અસમર્થ ન બન્યું હોય તેમ અભાગીયા માણસના મનોરથની જેમ તરત નાશ પામ્યું.
પાણીમાં ડુબી ગયેલા, જેનો નાશ અત્યંત દુઃખદ છે, જેના રાઢવા તૂટી ગયા છે એવા વહાણને કુભાર્યાની જેમ ભદ્રમિત્ર સાર્થવાહે છોડી દીધું.
ભદ્રમિત્રના હાથમાં એક પાટીયું આવી જતા તે તરીને સિંહપુર નગરમાં પહોંચ્યો. પુરોહિતના ઘરે આવી તેણે પોતાના ધનની માંગણી કરી. ઘણીવાર આજીજી કરવા છતાં પણ લુષિત બુદ્ધિવાળા શ્રીભૂતિએ કડવી વાણીથી તેનો તિરસ્કાર કર્યો કે તું વળી કોણ છે? તું અહીંયા ક્યારે ધન મૂકી ગયો હતો?
ભદ્રમિત્ર રાજમંદિરમાં પહોંચ્યો, પણ ત્યાં એને પ્રવેશ મળ્યો નહી. આથી તે રાજમંદિરના દ્વાર ઉપર ઊભો ઊભો જ કહેવા લાગ્યો, “પુરોહિત શ્રીભૂતિ મારી થાપણ ચોરી ગયો છે.”
સિંહસેન રાજાએ ભદ્રમિત્રના શબ્દોને સાંભળીને શ્રીભૂતિને પૂછતા તેને જવાબ આપ્યો, “નાથ આ તો ગાંડો માણસ છે. નામના ભ્રમને કારણે મનમાં જેમ આવે તેમ તે બરાડા પાડે છે. - ભદ્રમિત્ર રડતો હતો, “હે નાથ બચાવો. અનાથ એવા મને આ શ્રીભૂતિ લૂંટી ગયો છે? ભદ્રમિત્રના આ કરુણ વિલાપને સાંભળી રાજાના હૈયામાં કરુણા ઉપજી. રાજાએ સુબુદ્ધિમંત્રીને બોલાવીને કહ્યુ, “મંત્રીશ્વર! આ શ્રીભૂતિ પાસેથી કેવી રીતે આ સાર્થવાહનું ધન પાછું મેળવી શકાય?”
આ જાણવા માટે સુબુદ્ધિ મંત્રી ભદ્રમિત્રને પોતાના આવાસમાં લઈ ગયો. થાપણનો સાક્ષી તથા દિવસ ભદ્રમિત્રને પૂછ્યો. તેની જાણ થતા સુબુદ્ધિએ રાજાને