________________
श्री सङ्घाचार भाष्यम् ।
(૫) બલિનું ફળઃ આ બલિનો એક કણ પણ માથે રાખવાથી પૂર્વોત્પન્ન થયેલા રોગો શાંત થઈ જાય છે અને છ માસ સુધી કોઈ નવા રોગો ઉત્પન્ન થતાં નથી.
ગણધરપદને પ્રાપ્ત કરી વેયંત મુનિ લાંબા કાળ સુધી પૃથ્વીમાં વિચર્યા. ઉત્તમ ચારિત્રના ધારક તૈયંત ગણધર કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કરી મોક્ષ સુખને વર્યા. યંતમુનિ ચારિત્રમાં અતિચારોને સેવીને ધરણેન્દ્ર દેવ બન્યા. તે જ હું છું. સંજયંત મુનિએ નવ પૂર્વનો અભ્યાસ કર્યો. તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને બળ આ પાંચ તુલના દ્વારા જિનકલ્પ કરવા માટે પોતાના શરીરની તુલના કરે છે. આ મહાત્મા ત્રણ પ્રકારના ઉપસર્ગોને સહન કરે છે, દુઃસહ પરિષદના બળને હણે છે, શુભ ધ્યાનમાં સદૈવ લીન રહે છે, પોતાના શરીરની મૂછનો ત્યાગ કરી ઉજિઝત પાન ભોજનને ગ્રહણ કરે છે. વિચિત્ર પ્રતિમા તથા આસન વગેરેને કરતા શૂન્યગૃહ અને સ્મશાનમાં વિચરે છે.
પ્રતિમામાં રહેલા મારા મોટા ભાઈ આ સંયંત મુનિને આખેચરાધમવિદ્યુદંષ્ટ્ર અહીંયા ઉપાડી લાવ્યો છે.'
ધરણેન્દ્ર નાગરાજ આ પ્રમાણે જ્યારે કહેતા હતા તે સમયે કાનમાં સુખ ઉપજાવનારી ઘંટડીઓનો ટનટન અવાજ આકાશમાં સંભળાવા લાગ્યો. આ અવાજ સાંભળી ખેચરોએ ધરણેન્દ્રને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! આ ઘંટડી શેની સંભળાય છે?
ધરણેન્દ્ર તેઓને જણાવ્યું કે આ સંયંતમુનિને કેવળજ્ઞાન ઉપર્યું છે. કેવળજ્ઞાનના મહોત્સવને કરવા માટે દેવતાઓ અને વિદ્યાધરો અહીં આવી રહ્યા છે. ફરીથી વિદ્યાધરોએ ધરણેન્દ્રને પૂછયું, “વિદ્યાધરેન્દ્ર આ મહાત્માને અહીં શા માટે લઈ આવ્યો હશે?”
ચાલો, આપણે આ સર્વજ્ઞ પ્રભુને જ પૂછીએ. તેઓ આપણી શંકાનું સમાધાન કરશે.” આમ કહી નાગરાજ વિદ્યાધરોની સાથે સંયંત કેવલીની પાસે ગયા. કેવલી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી.
હે પ્રભો! આપ વિશ્વવત્સલ છો, છતાંય આ વિદ્યુદંષ્ટ્ર આપની ઉપર કેમ ઈર્ષા ધારણ કરતો હશે?” ધરણેન્દ્ર પૂછયું.
ભાગ્યશાળીઓ! આ રોષ અને તોષ પૂર્વભવના અભ્યાસને કારણે પ્રાયઃ સંસારી જીવોમાં હોય છે. કહ્યું છે
लोयस्स लोयणाइं नूणं जाइसराइं एयाइं।
मउलिज्जंति अणिठे दिढे इढे वा वियसंति ॥ ખરેખર લોકોના લોચન જ પૂર્વભવનું સ્મરણ કરાવે છે અથવા તો માલતીના પુષ્પોનું સ્મરણ કરાવે છે કારણકે માલતીના પુષ્પની જેમ લોકોના લોચન પોતાને