________________
श्री सङ्घाचार भाष्यम्
૯૭ ધર્મ શ્રેષ્ઠ નથી એવી તેની દઢ માન્યતા હતી, તે વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે. દયાળુતા, આરંભત્યાગ અને ધનમાં નિર્મમત્વ આદિ ગુણો વાળો મૃગબ્રાહ્મણ સુવા માટેની ચાદર અને એક દિવસના ભોજન માટેના અન્ન સિવાય બીજો કોઈ પરિગ્રહ રાખતો ન હતો.
મૃગબ્રાહ્મણની પ્રિયાનું નામ મદિરા છે. તે ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલી હતી. તે મેરુપર્વતની જેમ સુવર્ણ અને રત્નથી પણ અધિક ઉજ્જવળ છે. વારુણી નામની તેમની પુત્રી સાહજિક વિનય અને કોમળતાને કારણે માતાપિતાને જીવ કરતા પણ વ્હાલી
હતી.
એક દિવસ મૃગબ્રાહ્મણે પત્ની મદિરાને કહ્યું કે મદિરા આજે પ્રભુપૂજા માટે ભોજન બનાવ.
નીચે બતાવેલા આગમના પાઠમાં ચાર પ્રકારની પૂજા બતાવેલી છે.
તથા તિસ્થયરો રહૃતો'... ઉત્તરાધ્યયનો પાઠ તથા “પુષ્પામિષ.” પ્રશમરતિનો પાઠ આગળ “અંગગ્ન ભાવ ભયા' આ ગાથાના વર્ણનમાં બતાવવામાં આવ્યા છે.
મૃગબ્રાહ્મણની પત્ની મદિરાને પુષ્પપૂજાથી પણ વિશેષ આનંદ નૈવેદ્યપૂજામાં આવતો હોવાથી તેને પણ પ્રભુપૂજા માટે ભોજન રાંધ્યું. એ સમયે મલિનગાત્રવાળા અને પાંચ મહાવ્રતથી યુક્ત બે સાધુ ભગવંતો ત્યાં પધાર્યા.
વસુદેવહિંડી યો ય દેવેશ્ચન્ને નિયં મોય, સહિવો ય સેવા , तिण्हवि जणाण समवाओ पडिलाभेमो।
દેવકાર્ય (પ્રભુપૂજા) માટે ભોજન તૈયાર કર્યું. ત્યાં સાધુ ભગવંતો પધાર્યા. મૃગ બ્રાહ્મણ, મદિરા અને વારુણી એ ત્રણે વિચાર્યું કે આપણે બધા વહોરાવીએ.
સાધુભગવંતોને દેખીને ત્રણેના હૈયા હર્ષિત થયા. તેઓ વિચારવા લાગ્યા કે એક તો અમારી પાસે આજે ઉત્તમ સામગ્રી છે, બીજુ મહાત્માઓ પધાર્યા તથા અમને મહાત્માને વહોરાવવાની ભાવના થઈ આથી અમે આજે બહુ ભાગ્યશાળી છીએ. કહ્યું છે કે- સિંચિ હો વિત્ત વિત્ત હિત્રિ સિ૩મર્યાપિ
ચિત્ત વિત્ત પત્ત સિન્નિવિ રિ પત્રી કેટલાકની પાસે ધન હોય છે તો કેટલાકની પાસે ભાવના હોય છે તો કેટલાકની પાસે ધન તથા ભાવના બંને હોય છે, પરંતુ ભાવના, ધન અને સુપાત્રનો સંયોગ આ ત્રણ તો કેટલાક ભાગ્યશાળી જીવોને જ પ્રાપ્ત થાય છે.
મૃગબ્રાહ્મણ તથા મદિરા બ્રાહ્મણીએ પુત્રવારુણીને કહ્યું, “બેટા તું સાધુ ભગવંતોને વહોરાવ.” વારુણીને એ સમયે અત્યંત સુંદર ભાવ ઉત્પન્ન થયો. •
બંને મુનિ મહાત્માએ પણ સાહમિઓ ન સત્થા, (પૂર્વમાં અનુવાદ કરેલ છે.) બૃહત્ કલ્પમાં આવતા આ અધિકારમાં ઉપયોગ મૂકીને પ્રભુ માટે બનાવેલ ભોજનનો થોડોક અંશ ગ્રહણ કર્યો.