________________
श्री सङ्घाचार भाष्यम्
૭૧
વા
ભક્તિભાવથી ભરપુર હૈયે ‘નમો જિણાણું’ કહી અર્ધાવનત પ્રણામ અને પંચાંગ પ્રણામ કરવો.
અર્ષાવનત પ્રણામના ઉપલક્ષણથી પાંચ અંગમાંથી કોઈપણ એક અંગ ન્યૂન સુધીનો (૧-૨-૩-૪‘અંગ વડે ) કરાતા પ્રણામ પણ લઈ શકાય છે, પણ પાંચે અંગો નમેલા હોય તેને અર્બાવનત પ્રણામ ન કહી શકાય.
અર્ષાવનત પ્રણામની વ્યુત્પત્તિ પણ આજ અર્થ બતાવે છે. અર્વાનિ ન સર્વાંગિ પ્રતાડામધ્યાન્ અાનિ અવનતાનિ યંત્ર પ્રણામે સોન્દ્વવનત: - જે પ્રણામમાં બધા અંગો નમેલા ન હોય પરંતુ અર્ધા નમેલા હોય તેને અર્ધાવનત પ્રણામ કહેવાય છે.
(૩) પંચાંગ પ્રણામ:- જાનુ આદિ પાંચે અંગ વડે ભૂમિ સ્પર્શ થાય તે રીતે જે પ્રણામ કરાય તે પંચાંગ પ્રણામ કહેવાય છે.
કહ્યું છે તે નાળુ યુન્નિ રા પંચમાં હોર્ તુ ઉત્તમનું તા संमं संपडिवाओ नेओ पंचंगपणिवाओ ॥
(ચૈત્યવંદન મહાભાસ-૨૩૩) બે જાનુ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગને વિધિપૂર્વક એકી સાથે નમાવવાથી
પંચાંગ પ્રણિપાત નમસ્કાર થાય છે.
આમ, અંજલિબદ્ધ અર્ધાવનત અને પંચાંગ પ્રણિપાત આ ત્રણ પ્રણામ થાય છે. બીજી રીતે પણ ત્રણ પ્રકારે પ્રણામઃ ભૂમિ, આકાશ, મસ્તક આદિ ત્રણ પ્રકાર સ્થાનમાં ત્રણવાર મસ્તક અને બે હાથ જોડી નમસ્કાર કરવાથી ત્રણ પ્રકારના પ્રણામ થાય છે.
અથવા તો અંજલિબદ્ધ આદિ ત્રણ પ્રણામમાંથી કોઈ પણ એક પ્રણામ કરતી વખતે મસ્તકને નમાવવા પૂર્વક મસ્તક સન્મુખ રહેલી અંજલીને મસ્તક સન્મુખ દક્ષિણાવર્ત (જમણી પદ્ધતિએ) મંડલાકારે ભમાવવી. આમ, ત્રણ અંજલિ ભ્રમણ સહિત ત્રણવાર મસ્તક નમાવવાથી પ્રણામત્રિક થાય છે.
પંચાંગ પ્રણિપાતનો વિશેષ વિષય પંચાંગપ્રણિપાત નામના દ્વારની વ્યાખ્યાથી જાણી શકાશે અથવા તો આ વિષયના જાણકાર બહુશ્રુત ગુરુભગવંત પાસેથી જાણી શકાશે.
પ્રમાણત્રિક વિજયદેવની જેમ કરવું જોઈએ.
પ્રણામત્રિક ઉપર વિજયદેવની કથાઃ જંબૂદ્દીપના વિજયદ્વારથી પૂર્વ દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી આવતા બીજા જંબુદ્રીપમાં બાર હજાર યોજન ગયા બાદ વિજયા નામની રાજધાની આવે છે. બાર હજાર યોજન તેની લંબાઈ પહોળાઈ છે. તેનો કિલ્લો ૩૭।। યોજન ઉંચો છે. આ કિલ્લો સુવર્ણમય છે. તે અંદરથી ચતુષ્કોણ છે