________________
૮૦
श्री सङ्घाचार भाष्यम् અનાદિથી પૂજા થાય છે.
(૧) અશન પૂજા
इह होई असणपूया वरखज्जग मोयगाइभक्खेहिं? दुद्धदहिघयाइ भायणेहिं २ तह ओयणाईहिं ३
અહીં અશનપૂજા ત્રણ રીતે બતાવવામાં આવી છે ૧. ઉત્તમ પ્રકારના ખાજા, લાડુ આદિ મિષ્ટાન પ્રભુ આગળ ધરવા. ૨. દૂધ, દહી, ઘી આદિના પાત્ર મૂકવા. ૩. ઓદન આદિ (રાંધેલા ભાત આદિ અનાજ) પ્રભુને ધરવા.
વિવિધ ગ્રંથોમાં અશનપૂજાનું વિધાના નિશીથચૂર્ણિઃ સંપર્ફેરાલા રાગો વિવિ7 mયgવસ્થમા उकिरणे किरइ
રથમાં રહેલો સંપ્રતિ રાજા વિવિધ પ્રકારના ફળો, ખાજા વગેરે ભોજ્ય પદાર્થો, કોડા(નાણુ) તથા વસ્ત્ર આદિને વધામણા રૂપે ઉછાળે છે.
અન્યત્ર પણ કહેલું છે-નાપાત્તેદિંવાદિનિચં' વિવિધ ફળો તથા ઘી આદિ ધરવા પૂર્વક હરહંમેશ અગ્રપૂજા કરવી.
વસુદેવ હિંડીઃ મૃગબ્રાહ્મણની કથામાં પ્રભુભક્તિ માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું. તે અવસરે સાધુઓ ગોચરી માટે આવ્યાં. “સાધુ ભગવંતને વહોરાવીએ એવો ત્રણે જણાને વિચાર આવ્યો.
દેવ માટેનું નિર્મિત ભોજનાદિ સાધુને ખપેઃ साहम्मिओ न सत्था तस्स कयं तेण कप्पइ जईणं जं पुण पडिमाण कए तस्स कहा का अजीवत्ता ? ॥
संवट्टिमेहपुप्फा सत्थनिमित्तं कया जइ जईणं । न हुलब्भइ पडिसेहं किं पुण पडिमट्ठमारद्धं ९॥
(બૃહત્ કલ્પ-ર ગાથા નં-૧૭૮૨, ૧૭૭૯) તીર્થકર ભગવાનને સાધર્મિક ન કહેવાય, (કારણકે સાધર્મિક પ્રવચનથી અને લિંગથી કહેવાય છે. તીર્થકરો ચાર પ્રકારના સંઘમાં નથી આવતા તેથી તીર્થકરો પ્રવચનથી સાધર્મિક નથી. તીર્થંકરોલીંગથી પણ સાધર્મિક નથી, કારણકે રજોહરણાદિ લિંગ પણ તીર્થકરને નથી હોતા) આમ, તીર્થકર સાધર્મિક નથી માટે તીર્થકર માટે બનાવેલું સાધુઓને કલ્પ છે. તીર્થકર માટે બનાવેલું સાધુને ખપતું હોય તો પ્રતિમા માટે બનાવેલું તો સાધુને ખપેજ છે કારણકે પ્રતિમા અજીવ છે. અર્થાત્ જીવને માટે બનાવેલું ખપે છે તો અજીવ માટે બનાવેલું તો સુતરાં ખપે છે.
પ્રતિમાજી માટે બનાવેલુ ખપે છે એનો બીજો તર્ક આપે છે. દેવો તીર્થકર