________________
८४
श्री सङ्घाचार भाष्यम् __ ऋद्धि-विशेषादन्या प्रोक्ता सर्वोपचारा॥
(૧) પંચોપચાર પૂજા આ પૂજા પ્રાયઃ અંગપૂજા વિષયક છે, એટલે કે પાંચ પ્રકારે કરાતી પ્રભુની અંગપૂજા એ પંચોપચારી પૂજા છે.
પ્રશમરતિ ગ્રંથમાં શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજાએ આ પંચોપચાર પૂજાને આ પ્રમાણે વર્ણવી છે.
चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तितः प्रयतः । पूजाश्च गंधमाल्याधिवासधूपप्रदीपाद्यैः ॥ સ્વશક્તિને અનુસારે ચેત્યાલયોની પ્રતિષ્ઠા કરે અને પ્રયત્નપૂર્વક ગંધ, પુષ્પ, અધિવાસ, ધૂપ અને દીપક વગેરેથી પૂજા કરે.
થવાનો ભંથમન્યિાવિકિ: સંવિશેષ: કસ્તુરી કેશર ચંદન તથા પુષ્પોનો સંસ્કાર કરવો અર્થાત્ મિશ્રણ કરવું તેને અધિવાસ કહેવામાં આવે છે (કુસુમાંજલિને અધિવાસ કહી શકાય)
અધિવાસ પૂજા, ગંધપૂજા અને પુષ્પપૂજાથી જુદી છે તથા ગંધ અને પુષ્પ બંનેનું મિશ્રણ કરવાથી થાય છે. અધિવાસપૂજા સ્વતંત્ર પૂજા છે એવો ઉલ્લેખ આગમમાં મળે
રાજપ્રશ્રીય ઉપાંગમાં સૂર્યાભદેવની વક્તવ્યતામાં કહ્યું છે કે મોહિં વરદિય ઘેમિટિંગ્લે- (પ્રશમરતિ ટીકા- આ.વિ. હીરસૂરીશ્વરજી મ.) અધિવાસનો પટવાસાદિ અર્થ કરેલ છે. પટવાસ એટલે વસ્ત્રમાં નંખાતું સુગંધી ચૂર્ણ. અધિવાસ પૂજા એટલે વાસક્ષેપ પૂજા લઈ શકાય.
રાયપાસેણી સૂત્રમાં ગંધારુહરં માલ્યાહણે અલગ પાઠ આપેલ છે તેથી અમૅહિં વરેડિયનો ઉપરોક્ત પાઠ ગંધ અને પુષ્પના સંસ્કાર વિશેષથી થતી અધિવાસ પૂજાનું સમર્થન કરે છે.
અન્ય મતના અનુસાર પંચોપચાર પૂજાઃ ચેઈયવંદણ મહાભાસ તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ષોડશકમાં આ પંચોપચારી પૂજા આ પ્રમાણે બતાવવામાં આવી છે.-તક્રિય પંઘુવીર સુસુમધધૂપીવેડિં- પંચોપચાર પૂજા પુષ્પ, અક્ષત, ચંદન, ધૂપ અને દીપ વડે કરવામાં આવે છે.
અન્ય સ્થાને પણ આ જ પ્રમાણે પંચોપચાર પૂજાનું વર્ણન મળે છે. પુષ્પ, ચંદન, સુગંધી ધૂપ, દીપ તથા અક્ષત દ્વારા પંચોપચારી પૂજા થાય છે. (૨) અષ્ટોપચારી પૂજા આ પૂજા અંગપૂજા તથા અગ્રપૂજા સ્વરૂપ છે.
कुसुमक्खयगंधपईवधूपनेवेज्जफलजलेहिं पुणो ।
अट्टविहकम्ममहणी अठुवयारा हवइ पूया ॥ પુષ્પ, અક્ષત, ચંદન, પ્રદીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જલથી અષ્ટોપચાર પૂજા