________________
૮ ૨
श्री सङ्घाचार भाष्यम् અન્યત્ર પણ કહ્યું છે. પાયિપુત્રેષ્ઠિ ય મા હિં- જળ પૂજા પાણીથી ભરેલું પાત્ર પ્રભુ આગળ ધરીને કરવી.
વસુદેવહિંડી ઃ વિવિપાપડિપુત્ર નિવેય વિત્ત વિત્ની- વિવિધ પ્રકારના ભઠ્યો તથા પાનથી પૂર્ણ સુંદર બલી ધરી. ફિલપૂજા શાસ્ત્રોમાં :
આવશ્યક ચૂર્ણિઃ પત્તપુષ્પનવીયમાંથવા નવ યુવાસં વાસંતિપત્ર પુષ્પ ફળ બીજ માળા ગંધ કુંકુમ યાવત્ ચૂર્ણની વૃષ્ટિ કરે.
નિશીથઃ ર૪૫મો વિવિઠ્ઠન - સંપ્રતિ રાજા વિવિધ પ્રકારના ફળ તથા ખાજા આદિ લઈને રથમાં બેઠા.
ચેઈથવંદણ મહાભાસ નો પંચવગ્રસસ્થિયવવિપત્તનિધવીયા उवहारो जिणपुरओ कीरइ नेवेज्जपूआ सा (आमिससपज्जा)
જિનેશ્વર પ્રભુની આગળ પાંચ વર્ણનો સ્વસ્તિક, વિવિધ ફળો, વિવિધ જળ, ભક્ષ્ય પદાર્થો દીપક આદિ જે ઉપહાર પ્રભુની આગળ ધરવામાં આવે છે તેને નૈવેદ્ય પૂજા કહેવામાં આવે છે, આમિષપૂજા તેનું બીજું નામ છે. - સવાદિમપૂજઃ સોપારી, પત્ર, ગોળ પ્રમુખ ધરવાથી થાય છે. પાંચ આંગળી પડે એ રીતે થાપા લગાવવા, પુષ્પનો પગર કરવો, દીવો પ્રગટાવવો આદિ પણ અગ્રપૂજા ગણાય છે. અહીં અગ્રપૂજામાં ગ્રહણ કરવામાં આવેલ દીપક એ ઉપલક્ષણ છે. જેથી કરીને મંગળદીવો, આરતી તથા નૃત્ય આદિનો પણ અગ્રપૂજામાં સમાવેશ થાય છે.
ચેઈચવંદણ મહાભાસ થવ્યક્વાડ્રયતવU/નનારત્તારૂઢીવાર્ફ નં શિડ્યું तं सव्वंपि ओयरई अग्गपूआए (२०५)
નૃત્યયુક્ત ગીત, નાટક, વાજિંત્ર, લૂણ ઉતારવું તથા આરતી વગેરે જે કાંઈ પણ બાહ્ય કૃત્ય છે તે બધાનો અગ્રપૂજામાં સમાવેશ થાય છે.
થાપા લગાવવા આદિ આગમ સમર્થિતઃ સરસ ગોશીર્ષ ચંદન દ્વારા હાથના તળીયાથી થાપા લગાવે છે. થાપા બાદ ચંદન પૂજા, ધૂપપૂજા કરી પાંચ વર્ણના પુષ્પનો પગર કર્યો અને ધૂપઘટા પ્રગટાવી વાતાવરણને ધૂપિત કર્યું.
અહીંયા વર્ણન કરવામાં આવેલ પુષ્પ, પત્ર તથા ગંધ આદિનો ઉપયોગ થાય છે તેમ અગ્રપૂજામાં પ્રભુની આગળ ચારે પ્રકારનો આહાર પણ ધરી શકાય છે. અશનપૂજામાં દૂધ, દહીં આદિ દ્રવ્યો, પાનપૂજામાં જળ તથા સ્વાદિષ્ટ રસ (ફળાદિના), ખાદિમપૂજામાં ફળ તથા ચોખા આદિ અને સ્વાદિમ પૂજામાં પત્ર, સોપારી તથા કપૂર આદિ દ્રવ્યો ધરી શકાય છે.
(૩) ભાવપૂજા તીર્થકર ભગવંતોના લોકોત્તર તેમજ યથાર્થ ગુણોની રાશિનું જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય તેવી સ્તુતિઓ દ્વારા ભાવપૂજા થાય છે.